નેટ કનેક્શન ન હોય તો પણ આ રીતે કરો ગુગલ મેપનો ઉપયોગ, જાણીલો આ ટ્રીક્સ

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા કાગળ લઈને કોઈ વ્યક્તિ સરનામુ પૂછતો હોય તેવુ ભાગ્યે જ જોવા મળે છે અને આવું મોટા ભાગે તમને બોલિવૂડ ફિલ્મોમા જ જોવા મળી શકે છે કારણકે, ગૂગલ મેપ્સે લોકો માટે આ કાર્યને ખુબ જ સરળ બનાવી દીધુ છે. હોટલ, એ.ટી.એમ, પેટ્રોલ પંપ જેવી કોઈપણ અજાણી જગ્યાએ જવુ જરૂરી છે તેથી, ગૂગલ મેપ્સ પરની આંગળીઓ પોતપોતાની રીતે ચાલે છે.

image source

જોકે, ઘણી વખત આપણે એવી પરિસ્થિતિમા પણ હોઈએ છીએ કે, જ્યારે અમારા ફોનમા નેટવર્કની સમસ્યાને કારણે ઇન્ટરનેટ સેવા કામ કરતી નથી. શું તમને ખ્યાલ છે કે, જી.પી.એસ. સર્વિસ અને ગૂગલ મેપ્સ પણ તમે આવી પરિસ્થિતિમા ઓફલાઇન એક્સેસ કરી શકો છો. તમારે પહેલેથી જ સ્માર્ટફોનમા લોકેશન સેવ કરવાની જરૂર રહેશે. આ ફીચર ખાસ કરીને જ્યારે તમે નવી જગ્યાએ જાવ છો ત્યારે તમારા ફોનમા તે લોકેશનનો નકશો સેવ કરવો એક ખુબ જ વધુ સારો વિકલ્પ બની રહેશે.

image source

કોરોનાના કારણે હાલ ૫૨ વર્ષનો રેકોર્ડ તુટ્યો છે. આ વખતે લોકોની ભીડ સૌથી મોટા ઇલેક્ટ્રોનિક્સ શોમા નહીં હોય. આ માટે તમારે અમુક પગલાઓ અનુસરવા પડશે. તમારા સ્માર્ટફોન ડિવાઇસમા સૌથી પહેલા તો ગૂગલ મેપ્સ એપ્લિકેશન ખોલો. ત્યારબાદની ટોચની ડાબી બાજુ તમારા પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરીને ઓફલાઇન મેપ્સને પસંદ કરો અને તમારે જે સ્થળની મુલાકાત લેવી છે ત્યાનો મેપ પસંદ કરો.

image source

ત્યારબાદ જે સ્થળની તમે મુલાકાત લેવા માટે ઇચ્છો છો ત્યાનો નકશો ડાઉનલોડ કરવો. આ મેપ એકવાર ડાઉનલોડ થઇ જાય ત્યારબાદ તેને પછીથી ઓફલાઇન એક્સેસ કરી શકાય છે. અહી જાણવા જેવી મુખ્ય બાબત એ છે કે, ગૂગલ મેપ્સના આ ફીચરને ઓફલાઇન લોકેશન સેવ કરવા માટે સ્ટોરેજ સ્પેસમા મુશ્કેલી પડતી નથી.

image source

આ ઓફલાઇન નકશાઓ એપ્લિકેશનમા સંગ્રહિત છે. ઇન્ટરનેટ વિના પણ જી.પી.એસ.નો ઉપયોગ કરવા માટે તમારે તમારા સ્માર્ટફોનમા મેપ સ્ટોર હોવો અત્યંત આવશ્યક છે. આ ઉપરાંત જેવો તમારો ફોન વાઇફાઇ સાથે જોડાય કે તરત જ સ્ટોર લોકેશન મેપ અપડેટ થઈ જાય છે.

આ માટે જો તમે પણ કોઈ એવી જગ્યાએ જાવ છો કે જ્યા ઈન્ટરનેટ નથી આવતુ અથવા તો મોબાઈલનુ નેટવર્ક યોગ્ય રીતે નથી આવતુ તો આ સમયે તમે ગૂગલ મેપનુ આ ઓફલાઈન ફીચરનો ઉપયોગ કરી શકો છો અને આ ફીચરનો ઉપયોગ કરીને તમે અજાણી જગ્યાએ પણ ખુબ જ સરળતાથી ફરી શકો છો અને તેના વિશે સરળતાથી માહિતી પણ મેળવી શકો છો, તો એકવાર આ ટ્રીક અવશ્ય અજમાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત