જ્યારે તમારી આસપાસ નિકળે સ્મશાન યાત્રા, તો તરત જ બોલો આ શબ્દો, અનેક ઇચ્છાઓ થઇ જશે પૂરી

જો નજીકથી નીકળે સમાશાન યાત્રા તો આ શબ્દો અચૂક બોલો – મનની ઇચ્છાઓ થશે પૂર્ણ

image source

જન્મ અને મૃત્યુ એ ટાળી ન શકાય તેવી ઘટના છે. જ્યારે કોઈ બાળક જન્મે ત્યારે ઘરમાં આનંદોત્સવ થાય છે અને જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે ઘરમાં માતમ છવાઈ જાય છે. કહેવાય છે કે તમે જ્યારે કોઈ કામ માટે બહાર નીકળ્યા હોવ અને તમને સામે કોઈ નનામી મળે એટલે કે કોઈની સ્મશાનયાત્રા જોવા મળે તો તે એક સારો સંકેત છે.

અનાયાસે જ તમારા મોઢામાંથી તે વ્યક્તિ માટે એક શુભ ભાવ ઉત્પનન્ન થાય છે અને તમે તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી લો છો અથવા તો ભગવાનનું નામ ઉચ્ચારતા હોવ છો. જો કે કેટલાક લોકો આની વિરુદ્ધ માન્યતાઓ ણ ધરાવતા હોય છે. પણ વાસ્તવમાં મૃત્યુ એટલે મુક્તિ છે માટે આ સમયને શુભ પણ માનવામાં આવે છે અને તે સમયે કહેવાય છે કે ભગવાનથી કંઈ માંગવામાં તો તે મળે પણ છે.

image source

જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિનિ સ્મશાનયાત્રા તમારી નજીકથી પસાર થાય ત્યારે તમારે કેટલાક ખાસ શબ્દોનું ઉચ્ચારણ ચોક્કસ કરવું જોઈએ. તેમ કરવાથી તમારી અધૂરી ઇચ્છા પૂરી થાય છે. તો ચાલો અમે તમને જણાવીએ કે સ્મશાન યાત્રા પાસેથી તમે પસાર થાઓ ત્યારે તમારે શું કરવું જોઈએ તે વિષે.

સૌ પ્રથમ તો સ્મશાન યાત્રા તમારી નજીકથી પસાર થાય એટલે તમારે બેહાથ જોડીને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. આ વખતે તમે મહાદેવનું સ્મરણ કરી શકો છો ત્યાર બાદ તમારે તે મૃત પામેલી વ્યક્તિની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ. આમ કરવાથી તમને શુભ પરિણામ મળે છે અને કેહવાય છે કે તમારું ભાગ્ય પણ બદલાઈ જાય છે.

image source

પુરાણો પ્રમાણે કહેવાય છે કે મૃત્યુ બાદ વ્યક્તિ મહાદેવના દરબારમાં જાય છે. અને માટે જ સ્મશાન યાત્રા પસાર થાય ત્યારે તમારે ભગવાન મહાદેવનું સ્મરણ કરવું જોઈએ. આમ મહાદેવનું સ્મરણ કરવાથી તમારી ઇચ્છા પણ ભગવાન સુથી પહોંચી જાય છે અને મહાદેવ પ્રસન્ન થઈને તમારી ઇચ્છા પૂર્ણ કરે છે.

ધાર્મિક દ્રષ્ટિકોણ ઉપરાંત જ્યોતિષની ભાષામાં પણ શવયાત્રાને જોવી તે શુભ માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે જો કોઈ વ્યક્તિ શવ યાત્રાને જુએ તો તેના અટકી પડેલા કામ પૂરા થવાની શક્યતાઓ વધી જાય છે. તેના જીવનમાંથી દુઃખ પણ દૂર થઈ જાય છે અને તેની મનોકામનાઓ પણ પૂરી થાય છે.

image source

પુરાણો પ્રમાણે જે વ્યક્તિ બ્રાહ્મણની અર્થી ઉઠાવે છે, તેને પોતાના દરેક પગલા પર એક યજ્ઞ જેટલું પુણ્ય મળે છે. માત્ર પાણીમાં ડુબકી લગાવવાથી જ તેનું શરીર પવિત્ર માનવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રો પ્રમાણે જો કોઈ બ્રાહ્મણ કોઈ અન્ય બ્રાહ્મણના શવને પોતાના સ્વાર્થ અથવા રૂપિયા માટે ઉઠાવે તો તેને 10 દિવસ સુધી અશુદ્ધ માનવામાં આવે છે.

source : patrika

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત