Site icon News Gujarat

તમારી પાસે નથી રાશન કાર્ડ? તો જાણી લો પહેલા આ સરળ સ્ટેપ્સ, સાથે જાણો કયા ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર

ભારતમાં કોરોનાવાયરસનો સામનો કરવા માટે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ગરીબોની સંભાળ રાખીને કેન્દ્ર સરકાર આવતા ત્રણ મહિના સુધી દરેક ઘરના પ્રતિ વ્યક્તિ 5 કિલો અનાજ અને 1 કિલો દાળ પૂરી પાડે છે. દેશના કુલ 80 કરોડ રેશનકાર્ડ ધારકોને સરકારના આ નિર્ણયનો સીધો ફાયદો થશે. સરકારે કહ્યું છે કે અનાજ અને કઠોળની ખરીદી માટેની આ મર્યાદા વર્તમાન રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (એનએફએસએ) હેઠળ પ્રાપ્ત મર્યાદા ઉપરાંત વધારાની હશે. જો તમને આ ભ્રમ છે કે થોડા મહિના પછી તમારે રેશન મેળવવા માટે નવું કાર્ડ બનાવવું પડશે,એવું કંઈ નથી. રેશનકાર્ડએ માત્ર ગરીબો માટે અનાજ કે અન્ય જણસી લેવા માટેનું માધ્યમ નથી. પરંતુ લોકો તેને રહેઠાણનાં પુરાવા તરીકે અતિ મહત્વનું માની રહ્યા છે. જે માટે ગરીબી રેખાથી ઉપર જીવતા (એપીએલ) લોકો માટે ઓનલાઇન રેશનકાર્ડ ઘરબેઠા આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. હાલ બારકોડ રેશનકાર્ડ આપવા માટેની ચાલી રહેલી પ્રક્રિયામાં કાર્ડ આવવાની રાહ જોયા વગર ઘેર બેઠા કાર્ડ મેળવવા ઇચ્છતા એપીએલ કાર્ડધારકો માટે પુરવઠાતંત્રએ એનઆઇસીની મદદથી ખાસ સોફટવેર બનાવ્યો છે. જેમાં www.ipds.gujrat.gov.in વેબસાઇટ
પર રજીસ્ટ્રેશન કરાવી ત્યારબાદ લોગઇન થઇ દસ્તાવેજોની વિગત આપવાથી ઘેર બેઠા ઓનલાઇન રેશનકાર્ડ મળી શકશે. આ સુવિધા બારકોડ રેશનકાર્ડ માટેનું ફોર્મ ભરનારા કાર્ડ ધારકોને મળે તેમ હોય જિલ્લા અને શહેરનાં પ લાખથી વધુ રેશનકાર્ડ ધારકો આ ખાસ સોફટવેરોનો લાભ લઇ શકશે. હાલ બાયોમેટ્રીક પદ્ધતિથી જથ્થા વિતરણની વ્યવસ્થા ઉભી કરવાની ચાલી રહેલી કવાયતમાં સમય લાગી રહ્યો છે. જેનાં કારણે ઘણા નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

image source

દરેક રાજ્યમાં રાશન કાર્ડ બનાવવાની રીત અલગ અલગ હોય છે અને 3 પ્રકારમાં રાશન કાર્ડ બનાવાય છે. રાશન કાર્ડ  એક જરૂરી દસ્તાવેજ છે અને તેની મદદથી સરકારી વિતરણ પ્રણાલીના આધારે યોગ્ય દરે દુકાનોથી ઘઉં, ચોખા વગેરે બજાર ભાવથી ઓછા ભાવે ખરીદી શકાય છે. રાશન કાર્ડને 3 વર્ગોમાં વહેંચવામાં આવે છે અને તેના આધારે રાશન અપાય છે. દરેક રાજ્યમાં રાશન કાર્ડ બનાવાવની પ્રોસેસ અલગ અલગ હોય છે.

સરકારે વન નેશન વન રાશન કાર્ડ જાહેર કર્યા

image source

હાલમાં સરકારે વન નેશન વન રાશન કાર્ડની યોજના લાગૂ કરવાની જાહેરાત કરતાની સાથે તેને ખાસ ડોક્યૂમેન્ટ ગણવામાં આવી રહ્યો છે. તો જાણો કઈ રીતે બનાવી શકાય છે રાશન કાર્ડ.

રાશન કાર્ડના પ્રકાર

image source

રાશન કાર્ડના 3 પ્રકાર હોય છે. બીપીએલ, એપીએલ અને એએવાઈ વર્ગ. બીપીએલ એટલે કે બિલો પોવર્ટી લાઈન. આ કાર્ડ એ ગરીબ પરિવારોને આપવામાં આવે છે જે ગરીબી રેખાથી નીચે આવે છે. આ કાર્ડ ધારકોને સરકાર 25-35 કિલો અનાજ આપે છે. આ સાથે એપીએલ એટલે કે અબોવ પોવર્ટી લાઈન. આ કાર્ડ એ ગ્રાહકોને અપાય છે જે ગરીબી રેખાથી ઉપર છે. તેમાં સરકાર તમને 15 કિલો સુધી અનાજ આપે છે. ત્રીજું કાર્ડ છે એએવાઈ એટલે કે અંત્યોદયા કાર્ડ. આ કાર્ડ એ ગ્રાહકોને અપાય છે જેઓ બહુ જ ગરીબ છે અને ગરીબી રેખાથી પણ નીચે હોય છે. રાજય સરકાર આ પરિવારોને મહિને 35 કિલો અનાજ પૂરું પાડે છે.

કેવી રીતે બનાવાશે રાશન કાર્ડ

image source

રાશન કાર્ડ રાજ્ય સરકારનો તરફથી જાહેર કરાય છે. દરેક રાજ્યોમાં રાશન કાર્ડ બનાવવાની સિસ્ટમ અલગ અલગ હોય છે. તમે ઓફલાઈન પણ બનાવડાવી શકો છો. આ સિવાય યૂપીના નિવાસીઓ રાશન કાર્ડ માટે https://fcs.up.gov.in/FoodPortal.aspx અહીં ક્લિક કરી શકે છે. આ સાથે અહીં તમને એક્સેસ ફોર્મને ડાઉનલોડ કરવાનું રહે છે. તે પછી જે ડિટેલ્સ માંગી હોય તે ભરવાની રહે છે. જાણકારી ભર્યા બાદ તમારા વિસ્તારના ડીલર કે ખાદ્ય આપૂર્તિ વિભાગને આપી આવો. સાથે ફોર્મ સબમિટ કર્યા બાદ તેની રસીદ પણ લો.

રેશનકાર્ડ માટે ઓનલાઇન અરજી કરો

જો તમે ઓનલાઇન રેશનકાર્ડ માટે અરજી કરી રહ્યા છો, તો તમારે આ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે. પહેલા તમારે તમારા રાજ્યના આહાર અને લોજિસ્ટિક્સ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. અહીં તમારે તમારી ભાષા પસંદ કરવી પડશે. તે પછી કેટલીક વ્યક્તિગત માહિતી જેવી કે જિલ્લાનું નામ, વિસ્તારનું નામ, નગર, ગ્રામ પંચાયતનો ઉલ્લેખ કરવામાં આવશે. આગળ તમારે કાર્ડનો પ્રકાર (એપીએલ / બીપીએલ / અંતોદય) પસંદ કરવો પડશે. તમે આગળ વધશો ત્યારે તમને ઘણી માહિતી માટે પૂછવામાં આવશે જેમ કે તમારા પરિવારના વડાનું નામ, આધારકાર્ડ નંબર, મતદાર આઇટી, બેંક એકાઉન્ટ નંબર, મોબાઈલ નંબર વગેરે. બધી માહિતી ભર્યા પછી, તમારે છેવટે સબમિટ બટન પર ક્લિક કરવું પડશે. તે સાથે તેની પ્રિન્ટ કાઢીને તમારી સાથે રાખવાનું રહેશે.

આ ડોક્યૂમેન્ટ્સની રહેશે જરૂર

રાશન કાર્ડ બનાવવા માટે જે ડોક્યૂમેન્ટ્સની જરૂર રહે છે તેમાં આધાર કાર્ડ, વોટર આઈડી, પાસપોર્ટ, હેલ્થ કાર્ડ, આવરનું પ્રમાણપત્ર, એડ્રેસ પ્રૂફ, બેંકની પાસબુક, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ સાઈઝ ફોટો અને પાન કાર્ડની જરૂર રહે છે.

image source

આ લોકોને મળી શકે છે રાશન કાર્ડ

રાશન કાર્ડ બનાવવા માટે ભારતના નાગરિક હોવું જરૂરી છે.

અરજદાર પાસે કોઈ અન્ય રાશન કાર્ડ હોવું જોઈએ નહીં.

અરજદારની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ.

18 વર્ષથી નાની ઉંમરના બાળકોનું નામ માતા પિતાના રાશન કાર્ડમાં સામેલ કરી શકાય છે.

રાશન કાર્ડ પરિવારના મુખ્ય વ્યક્તિના નામે હોય છે.

રાશન કાર્ડમાં સામેલ સભ્યોનો ઘરના મુખ્ય વ્યક્તિ સાથે સંબંધ હોવો જરૂરી છે.  રાજ્યના નાગરિક પુરવઠા વિભાગે રેશનકાર્ડને લગતી કામગીરી માટેની સમયમર્યાદા નક્કી કરાઈ છે. જે મુજબ નવા રેશનકાર્ડ માટેના ફોર્મનો 15 દિવસમાં જ નિકાલ કરવાનો રહેશે. નાગરિકોને અરજી કર્યાના 15 દિવસમાં જ નવું રેશનકાર્ડ મળી જશે. આ સિવાય રેશનકાર્ડમાં નામ દાખલ કરવાની, નામ રદ કરવાની કે નામ-સરનામામાં સુધારા- વધારા કરવાની પ્રક્રિયા એક જ દિવસમાં એટલે કે ફોર્મ મળે તે જ દિવસે કરવામાં આવશે.

જેમની પાસે જૂનું રેશનકાર્ડ છે તેમણે નવું રેશનકાર્ડ બનાવવું પડશે નહીં

image source

કેન્દ્ર સરકારે વન નેશન વન કાર્ડ યોજનાની નવી સિસ્ટમમાં લાભાર્થીઓને સુવિધા પૂરી પાડી છે. જે મુજબ હવે જો લાભાર્થીઓ પાસે જુનું રેશનકાર્ડ હશે તો તેઓએ નવું રેશનકાર્ડ બનાવવું પડશે નહીં. દેશના કોઈપણ ભાગમાં, તેઓ ફક્ત જૂના રેશનકાર્ડ દ્વારા જ રેશન મેળવશે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે વન નેશન વન રેશનકાર્ડ યોજના લાગુ થયા પછી પણ જૂનું રેશનકાર્ડ ચાલુ રહેશે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે નવી યોજનામાં એક નવું કાર્ડ બનાવવામાં આવશે.

જુના કાર્ડધારકને પણ ગમે ત્યાં રેશન મળશે

જુના કાર્ડધારકને પણ ગમે ત્યાં રેશન મળશે. આ યોજનાના અમલ પછી, લાભાર્થીઓ દેશના કોઈપણ ભાગમાં કોઈપણ રેશન ડીલર પાસેથી તેમના કાર્ડ પર રેશન મેળવી શકશે. તેઓએ જુના રેશનકાર્ડને સોંપવું પડશે નહીં કે નવી જગ્યાએ રેશનકાર્ડ બનાવવું પડશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version