તમે પણ કરો છો આવું ડાયટ? તો ચેતી જજો નહિં તો ઇમ્યુનિટી સિસ્ટમ થઇ જશે આપોઆપ ઓછી

કોઈપણ પ્રકારના રોગથી દૂર રહેવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી જરૂરી છે. એક નવા અધ્યયનમાં દર્શાવવામાં આવ્યું છે કે ચોક્કસ પ્રકારનો ખોરાક રોગપ્રતિકારક શક્તિને બગાડવાનું કામ કરે છે. અધ્યયનમાં જણાવ્યા મુજબ, ફ્રેક્ટોઝ આહારની વધુ માત્રા રોગપ્રતિકારક શક્તિને યોગ્ય રીતે કાર્ય કરવાથી રોકે છે.

image source

ફ્રેક્ટોઝ સામાન્ય રીતે સ્વીટ ડ્રિંક્સ, મીઠાઈઓ અને પ્રોસેસ્ડ ફૂડમાં જોવા મળે છે. તેનો ઉપયોગ ખોરાકના ઉત્પાદનમાં ખૂબ થાય છે. તે જાડાપણા, ટાઇપ 2 ડાયાબિટીસ અને નોન-આલ્કોહોલિક ફૈટી લીવર સાથે સંકળાયેલ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, સમગ્ર વિશ્વમાં ફ્રુક્ટોઝ આહાર લેનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. લોકોને ફ્રુટોઝ વિશે બહુ ઓછી જાણકારી હોય છે.

image source

એક નવા અધ્યયનમાં જાણવા મળ્યું છે કે ફ્રેક્ટોઝ રોગપ્રતિકારક શક્તિમાં સોજાનું કારણ બને છે. આ સોજાના કારણે, રોગપ્રતિકારક શક્તિના કોષો અને પેશીઓ બગડવાનું શરૂ થાય છે અને આ કારણે શરીરના ભાગો અને શરીરની સિસ્ટમને ટેકો આપવામાં અસમર્થ હોય છે. રોગપ્રતિકારક શક્તિને યોગ્ય રીતે કાર્ય કરવામાં અસમર્થતાને કારણે શરીરને કોઈપણ રોગ સામે લડવામાં ઘણી મુશ્કેલી પડે છે. આ અધ્યયનમાં, ડાયાબિટીઝ અને જાડાપણાને ફ્રુક્ટોઝ આહાર સાથે જોડીને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

image source

પ્રોફેસરના જણાવ્યા મુજબ આહારના કેટલાક ઘટકો પર સંશોધન કરવાથી સોજા અને રોગનું કારણ શું છે, અને તે કેવી રીતે મટાડવામાં આવે છે તે જાણવા આપણને મદદ કરે છે.

ડોક્ટરોના જણાવ્યા મુજબ “અમારો અભ્યાસ એટલા માટે રસપ્રદ છે કારણ કે તે સમજાવે છે કે લોકો કેટલાક વિશેષ આહાર ખાધા પછી કેમ બીમાર પડે છે.” પ્રોસેસ્ડ ફૂડ અને મીઠાઇની ચીજો સિવાય ફ્રૂટટોઝ કુદરતી રીતે સફરજન, એપલ સાઇડર વિનેગર, સૂકા અંજીર, મધ, ગોળ, શતાવરી અને દરેક ડુંગળીમાં જોવા મળે છે. જો કે, કુદરતી ફ્રુટોઝ મર્યાદિત માત્રામાં શરીરને નુકસાન કરતું નથી, પરંતુ તેનું વધુ સેવન શરીરમાં રોગપ્રતિકારક શક્તિ નબળી બનાવે છે.

image source

તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા માટે તમારા આહારમાં આ ચીજો ઉમેરો –

હળદર

હળદરનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. હળદર એન્ટિસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. તેથી હળદરના સેવનથી શરદી, ઉધરસ અને તાવ જેવી સમસ્યાથી પણ બચી શકાય છે.

આમળા

image source

તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે આમળાનું સેવન એક રામબાણ ઈલાજ જેવું કામ કરે છે. કારણ કે આમળામાં વિટામિન સી સાથે વિટામિન એ, વિટામિન બી, કોમ્લેક્સ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન, ફાઈબર અને ડાયયૂરેટિક એસિડ જેવા તત્વો પણ જોવા મળે છે જે આપણને સ્વસ્થ રાખવામાં આપણી મદદ કરે છે.

મેથીના દાણા

image source

મેથીના દાણામાં રેસા વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, જે કબજિયાતને દૂર કરીને આંતરડાને સાફ રાખવામાં મદદ કરે છે. ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ મેથી ફાયદાકારક છે. આ ઉપરાંત મેથીનું સેવન કરવાથી મહિલાઓને પીરિયડ્સ દરમિયાન થતી પીડા પણ ઓછી થાય છે, સાથે આપણી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે.

બદામ

બદામમાં મેગ્નેશિયમ હોય છે જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવીને આપણા શરીરના રોગોને દૂર કરે છે. બદામ હાઈ બીપીવાળા દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નિયમિત પલાળેલી બદામ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું થાય છે.

image source

દાડમ

દાડમમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને તે મેટાબિલિઝમને પણ સુધારે છે. દાડમ ખાવાથી લાલ લોહીના કોષો વધે છે એટલે કે લાલ રક્ત શેલ, જે શરીરમાં આયરન પૂરું પડે છે અને શરીરના તમામ અવયવોની કામગીરીને સુનિશ્ચિત કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત