Alert! તમારું ખાતુ પણ SBIમાં છે તો 30 જૂન પહેલા કરી લેજો આ કામ, નહીંતર…

આજે અમે તમારા માટે ખૂબ જ અગત્યની જાણકારી લઈને આવ્યા છે. તમને જણાવી દઈએ કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે પાન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2021 નક્કી કરી છે.

image source

જો તમે 30 જૂન સુધી આ કામ પૂરું નહી કરો તો તમને જણાવી દઈએ કે તમારુ પાનકાર્ડ નિષ્ક્રિય થઇ જશે અને એ પછી તમે જ્યારે ફરી એને એક્ટિવેટ કરાવવા જશો તો તમારે 1000 રૂપિયા દંડ આપવો પડશે.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ આ વાત પર ટ્વિટ કર્યુ છે અને કહ્યું છે કે અમે પોતાના ગ્રાહકોને સલાહ આપીએ છીએ કે, કોઇ પણ અસુવિધાથી બચવા માટે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દો અને બેન્ક સેવાનો આનંદ લેતા રહો.

જો તમે કરવા માંગતા હોય પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક તો આ રહી એની રીત.

સૌથી પહેલા તો તમારે ઇન્કમ ટેક્સની ઓફિશીયલ સાઇટ પર જવું પડશે અને એ પછી લિંક આધાર પર ક્લિક કરો

એ પછી ક્લિક હિયર પર ક્લિક કરો અને નીચે આપેલા બોક્સમાં પાન કાર્ડ નંબર, આધાર નંબર અને આપેલ કેપ્ચા ટાઇપ કરો

image source

બધા જ બોકસમાં માહિતી ભર્યા બાદ લિંક આધાર પર ક્લિક કરો

યાદ રાખો કે આ પ્રોસેસમાં નામ કે નંબરમાં કોઇ પણ પ્રકારની ભૂલ ન કરશો.

આ સિવાય પૅન સેન્ટર પર જઇને પણ તમે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરાવી શકો છો. જેના માટે 25 રૂપિયાથી લઇને 110 રૂપિયા સુધી પૈસા લાગી શકે છે.

જો આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક ન થયું તો પાન કાર્ડ થઇ જશે ઇનવેલિડ

image source

તમને જણાવી દઈએ કે પાન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવું ખૂબ જ જરૂરી છે જો તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહી કરાવો તો તમારા પૅન કાર્ડને ઇનવેલિડ કરી દેવામાં આવશે. અને જો આવું થશે તો તમારા ઘણા બધા કામ અટકી જવાની સંભાવનાઓ વધી જશે. તમારી પાસે પૅન કાર્ડ હોવા છતાં તમે કોઇ જ કામ નહી કરી શકો.

તમને જણાવી દઈએ કે આ અગાઉ પાન અને આધાર લિંક ન હોવા બદલ દંડ નહોતો પરંતુ નિષ્ક્રિય પેન માટે પહેલેથી જ દંડ છે.

image source

નિષ્ક્રિય પાન દ્વારા વ્યક્તિ આવા નાણાકીય વ્યવહારો કરી શકશે નહીં, જ્યાં પાનકાર્ડનો ઉલ્લેખ કરવો જરૂરી છે જેમ કે બેંક ખાતું ખોલવું, આઈટીઆર ફાઇલિંગ વગેરે. આ સિવાય વધુ ટીડીએસ પણ ભરવાના રહેશે. ઉપરાંત નિયમો મુજબ, જો તમારું પાનકાર્ડ નિષ્ક્રિય થઈ ગયું છે, તો પછી એમ માનવામાં આવશે કે પાન કાયદા અનુસાર ફર્નિશ્ડ /કોટ કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં તમને આવકવેરા કાયદાની કલમ 272 બી હેઠળ 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!