પાણીપુરી તો ખાધી હશે પણ આ પાણીપુરીનો ભાવ સાંભળી મોં ખાટુ થઈ જશે

દરેક ભારતીયને જમવામાં ગળ્યાની જેમ ચટપટું ભોજન પણ પ્રિય હોય છે અને એમાંય વાત પાણીપુરીની આવે પછી તો પૂછવું જ શું? વળી મહિલાઓ તો પાણીપુરીની દિવાની હોય જ છે પણ બાળકો અને અમુક પૂરુષો પણ આ ચટપટી વાનગીના આશિક હોય છે. દરેક રાજ્યમાં પાણીપુરીને અલગ અલગ નામ અને સ્વાદથી ઓળખવામાં આવે છે પણ તેનો ખાટો મીઠો તીખો ગળ્યો સ્વાદ તો સ્વાદરસિયાઓના મોંમાં વર્ષો સુધી એવોનો એવો જ રહે છે.

પાણીપુરના અલગ અલગ નામ

image source

ઘણા રાજ્યોમાં પાણીપુરીને ગોલગપ્પાના નામથી ઓળખવામાં આવે છે તો ઘણી જગ્યાએ પુચકે અને બતાશાના નામથી પણ પાણીપુરી ફેમસ છે. ગુજરાતમાં જ પાણીપુરીને પકોડી પણ કહેવામાં આવે છે. એવી જ રીતે તેના મસાલામાં પણ ફેર હોય છે જેમ કે, મુંબઈમાં મગ બટાકાનો મસાલો પુરીમાં ભરવામાં આવે છે. તો વળી ક્યાંક સફેદ ચણા અને ક્યાંક વટાણા પણ વપરાય છે.

જાહેર રસ્તામાં ક્યાંય પણ પાણીપુરીની લારી કે ખુમચો લગાવી શકાય છે. સામાન્ય રીતે 10 રૂપિયાની એક પ્લેટમાં પાંચ કે છ પાણીપુરી મળતી હોય છે પણ આજે તમે જાણીને ચોંકી જશો કે દિલ્હીના એક રેસ્ટોરેન્ટમાં 800 રૂપિયામાં 6 પાણીપુરી આપવામાં આવે છે. ત્યારે સામાન્ય રીતે પ્રશ્ન થાય કે એવું તે એ પાણીપુરીમાં શું હશે કે તેની એક પ્લેટનો ભાવ 800 રુપિયા હશે?

image source

દિલ્હીના લોધી રોડ પર આવેલ એક ઈન્ડિયન રેસ્ટોરેન્ટ 800 રૂપિયાની 6 પાણીપુરીની પ્લેટ વેચે છે. આ છ પાણીપુરીમાં ફ્લેવર વાળુ પાણી ાપવામાં આવે છે. પાણીપુરીને મેન્યુમાં એડ કરવાનો આઈડિયા આ હોટેલના સેફ મનિષ મલ્હોત્રાનો હતો. તેમનું કહેવું હતુ કે, હાઈજીન અને સ્વાસ્થ્યની દરકારને કારણે લોકો લારી પર અને જાહેર રોજ પર મળતી પાણીપુરી ખાવામાં ખચકાંટ અનુભવતા હોય છે ત્યારે હોટેલમાં પાણીપુરીની પ્લેટની જયાફત ઉડાવવાની એક અલગ જ મજા છે.

800 રુપિયાની એક પ્લેટ પાણીપુરીમાં શું છે ખાસ?

image source

સેફ મનીષ મલ્હોત્રા જણાવે છે કે, આ 800 રૂપિયાની એક પ્લેટ પાણીપુરીમાં 6 પ્રકારના અલગ અલગ પાણી પીરસવામાં આવે છે.

1 ફુદીનાનું પાણી

image source

ફુદીના ફ્લેવરના પાણીમાં થોડીક ગળાશ અને સૂંઠ મેળવીને એકદમ રીચ ફ્લેવર આપવામાં આવે છે. આવું પાણી જે એકવાર ખાય તે કાયમી ઘરાક બની જાય છે.

2 આમલીનું પાણી

બીજી ફ્લેવરની ખાસિયત છે આમલી, અમલીના ખાટા મીઠા પાણીનો ટેસ્ટ તમારી જીભને ટેસડો પાડી છે અને લોકો ચટકારા લઈને આમલીના પાણીની જયાફત ઉઠાવે છે. બટાકાના માવાની સાથે આમલીનો ટેસ્ટ ભળે પછી પૂછવું જ શું?

3 પાઈનેપલનું પાણી

image source

આ ફ્લેવરની પોતાની જ એક મજા છે. આ પાણીમાં કાચી કેરોનો રસ ઉમેરવામાં આવે છે. જેને કારણે તેનો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે અને પાણીપુરીના રસિયાઓ આ ટેસ્ટને સૌથી વધુ પસંદ કરે છે.

4 દાઢમનું પાણી

image source

દાઢમના જ્યૂસમાં પણ ખાટીમીઠી ફ્લેવર રહેલી છે. આ પાણી ખાસ કરીને પાણીપુરીમાં મીઠી પાણીપુરી ખાવાવાળા ચટકારા લોકોને વધુ પસંદ આવે છે.

5 દહીં અને લસણનું પાણી

800 રૂપિયાની પાણીપુરીની પ્લેટમાં પાંચમું પાણી દહીં અને લસણનું છે જે તીખું ખાવાના શોખીનોને ખુબજ ભાવે છે.

6. ટામેટાનું પાણી

image source

ટામેટાનું પાણી કંઈક ઔર જ ટેસ્ટ ક્રિએટ કરે છે. પાણીપુરીમાં આ ઈનોવેટીવ આઈડિયા પાણીપુરી રસીકોને ખૂબ પસંદ આવે છે અને જે એકવાર આ પાણી સાથે પાણીપુરી ખાય એટલે ફરીથી ચોક્કસ આ પાણીની ડિમાન્ડ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત