માફી માગ્યા બાદ તાંડવ વેબ સિરિઝ પર બોલ્યા મેકર્સ, જલદીથી થશે સમસ્યાનું સમાધાન

અલી અબ્બાસ ઝફરની વેબ સીરીઝ ‘તાંડવ’ ને લઈને હોબાળો મચી ગયો છે. વેબ સીરીઝ ‘તાંડવ’ માં હિન્દુ દેવતાઓના અપમાનને લઈને થયેલા વિવાદ બાદ સોમવારે ફિલ્મના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે સોશ્યલ મીડિયા પર માફી માંગી હતી.

image source

જે બાદ તેને મંગળવારે એક ટ્વીટ પણ કર્યું છે. તેમણે પોતાના ટ્વિટમાં કહ્યું કે તેમની ટીમ માહિતી અને પ્રસારણ મંત્રાલય સાથે વાત કરી રહી છે. તેમણે પ્રેક્ષકોને કહ્યું કે તે જલ્દીથી આ સમસ્યા હલ કરશે.

અલી અબ્બાસ ઝફરે ટ્વીટ કર્યું છે

અલી અબ્બાસ ઝફરે ટિ્‌વટ કર્યું હતું કે, “અમે તમારા બધા સાથે એક અપડેટ શેર કરવા માંગીએ છીએ. અમે તે ચિંતાને દૂર કરવા માટે સતત માહિતી અને પ્રસારણ મંત્રાલય સાથે વાતચિત કરી રહ્યા છીએ. અમે તમારા સમર્થનની કદર કરીએ છીએ અને જલ્દીથી કોઈ સમાધાન શોધીશું છે. અલી અબ્બાસ ઝફરના આ ટ્વિટ પર કેટલાક લોકો તેની વિરુદ્ધ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને કેટલાક લોકો તેની સાથે ઉભા જોવા મળ્યા છે.

અલી અબ્બાસ ઝફરે સોમવારે પણ એક ટ્વીટ કર્યું હતુ

પોતાના ટ્વીટ પહેલા અલી અબ્બાસ ઝફરે સોમવારે પણ એક ટ્વીટ કર્યું હતુ. જેમાં તેણે તેની સંપૂર્ણ કાસ્ટ વતી માફી માંગી હતી, અમને ખબર પડી કે વેબસીરીઝના કેટલાક સીનથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તમને હું જણાવી દઉ કે આ વેબ સીરીઝની વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને અમારી ટીમના કોઈપણ સભ્યનો હેતુ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. અમે તાંડવના કલાકારો, ક્રૂ અને પ્રેક્ષકોની ચિંતાઓને ધ્યાનમાં રાખીને માફી માંગીએ છીએ.

આ સીનને લઈને થયો વિરોધ

image source

તમને જણાવી દઈએ કે અલી અબ્બાસ ઝફરની વેબ સિરીઝ ‘તાંડવ’ 15 જાન્યુઆરી 2021 ના રોજ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રીલિઝ થઈ હતી. આ સિરીઝની રજૂઆત બાદ તેનો એક સીન સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો, જેમાં અભિનેતા મોહમ્મદ ઝીશન અયુબ રમૂજી શૈલીમાં ભગવાન શિવની ભૂમિકા નિભાવતો નજરે પડે છે. ઝીશાન શિવના રોલમાં અપશબ્દ બોલતા નજરે પડે છે. સૈફ અલી ખાન આ વેબ સિરીઝમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ સિવાય ડિમ્પલ કાપડિયા, મોહમ્મદ ઝીશન અયુબ, સુનીલ ગ્રોવર અને કૃતીકા કામરાએ પણ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી.

પોલીસ ફરિયાદ થઈ હતી

image source

તમને જણાવી દઈએ કે લખનઉમાં એમેઝોન પ્રાઈમ ઇન્ડિયાનાં ઓરિજિનલ કન્ટેન્ટ હેડ અપર્ણા પુરોહિત સામે FIR નોંધાઈ હતી. આ FIRમાં સિરીઝના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર, પ્રોડ્યુસર હિમાંશુ ક્રિશ્ના મેહરા, રાઈટર ગૌરવ સોલંકી અને અન્ય લોકોનાં નામ પણ સામેલ છે. આ બધા લોકો સામે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. ભારતીય બંધારણની કલમ 153A, 295, 505 (1)(b), 505(2), 469, 66, 66F, 67 હેઠળ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ વેબ સિરીઝને લઈને ઘણા રાજકીય નેતાઓ પણ વિરોધમાં આવ્યા હતા. ખાસ કરીને ભાજપના ઘણા નેતાઓએ આ વેબ સિરિઝનો વિરોધ કર્યો હતો. તો બીજી તરફ બહુજન સમાજ પાર્ટીએ પણ સિરીઝના આપત્તિજનક સીન હટાવવાની માગણી કરી હતી. બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ કહ્યું હતું કે વેબ સિરીઝમાં ધાર્મિક તથા જાતિ અંગેની વાત કહીને ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી છે. આ દૃશ્યોને હટાવી દેવા જોઈએ, જેથી દેશમાં શાંતિ, સૌહાર્દ તથા ભાઈચારાનું વાતાવરણ ખરાબ ના થાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત