ભાગ્યે જ જાણતા હશો ઉત્તરાયણ સાથે જોડાયેલા વૈજ્ઞાનિક મહત્વ વિશે, જાણીને કરો આ કામ

નવું વર્ષ એટલે કે 2021 નવા મહિનાની શરૂઆત સારી લઈને આવ્યું છે એવું જ્યોતિષિઓનું માનવું છ. વર્ષના પહેલા મહિને જ જાન્યુઆરી મહિનો અનેક ખુશીઓ, તહેવારો અને જયંતિઓ લઈને આવ્યો છો. 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ જયંતિ. 13 જાન્યુઆરીએ લોહડીનો તહેવાર, 14 જાન્યુઆરીએ ઉત્તરાયણનો તહેવાર, આ હિંદુઓનો ખાસ તહેવાર માનવામાં આવે છે. તેનું ધાર્મિક મહત્વ તો છે જ અને સાથે જ વૈજ્ઞાનિક મહત્વ પણ છે. તો જાણો ભાગ્યે જ જાણતા હોય તેવી આ ખાસ તહેવાર સાથેની અજાણી વાતોને.

image source

કહેવાય છે કે આ દિવસે સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશે છે તો મકર સંક્રાંતિ યોગ બને છે. આ સિવાય પણ અનેક ફેરફાર જોવા મળે છે. મકર સંક્રાંતિનો સંબંધ ફક્ત ધર્મ સાથે નથી પણ અન્ય ચીજો સાથે પણ છે. તો જાણો તેની સાથેના વૈજ્ઞાનિક કારણોને પણ.

image source

ઉત્તરાયણના સમયે નદીઓમાં વાષ્પન ક્રિયા થાય છે. આમ થવાથી તમામ રોગથી દૂર રહી શકાય છે. આ દિવસે નદીઓમાં સ્ન્નાનનું વિશેષ મહત્વ હોય છે.

મકર સંક્રાંતિના દિવસે ઉત્તર ભારતમાં ઠંડીની સીઝન રહે છે. આ સીઝનમાં તલ અને ગોળનું સેવન હેલ્થ માટે લાભદાયી રહે છે. આ ચિકિત્સા વિજ્ઞાન પણ કહેવાય છે. તેનાથી શરીરને ઉર્જા મળે છે. આ ઉર્જા શિયાળામાં શરીરની રક્ષા કરે છે.

image source

આ દિવસે ખીચડી ખાવાનું પણ વૈજ્ઞાનિક કારણ છે. ખીચડી પાચન સુધારે છે. આદુ અને વટાણા મિક્સ કરીને ખીચડી બનાવવાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. આ સિવાય બેક્ટેરિયા સામે લડવામાં પણ મદદ મળે છે.

image source

પુરાણો અને વિજ્ઞાન બંનેમાં સૂર્યની ઉતરાયણની સ્થિતિનું ખાસ મહત્વ છે. સૂર્યના ઉત્તરાયણ થવા સમયે દિવસ મોટો હોય છે તેનાથી મનુષ્યની કાર્યક્ષમતામાં વૃદ્ધિ થાય છે. માનવ પ્રગતિ અને અગ્રેસર રહે છે. પ્રકાશમાં વૃદ્ધિના કારણે મનુષ્યની શક્તિમાં પણ વધારો થાય છે.

image source

આ દિવસે દિવસ કરતાં રાત નાની હોય છે. આ દિવસથી દિવસ મોટો થવા લાગે છે. સૂર્યની રોશની પણ વધારે રહેશે અને રાત નાની હોવાથી અંધારું ઘટશે. આ માટે મકર સંક્રાંતિએ સૂર્યની રાશિમાં થયેલા પરિવર્તનને અંધકારથી પ્રકાશની તરફ અગ્રેસર માનવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ