રાશન કાર્ડ ઘારકો માટે મોટા સમાચાર, 30 જાન્યુઆરી પહેલાં કરી લો આ કામ

દેશના અનેક રાજ્યોમાં નવા રાશન કાર્ડ બનાવવાનું કામ ચાલુ થયું છે. નવા રાશન કાર્ડની સાથે જૂના કાર્ડમાં પણ નામ જોડવાનું અને હટાવવાનું કામ ચાલી રહ્યું છે. એવામાં જો તમારું રાશન કાર્ડ થોડા દિવસોથી સસ્પેન્ડ થયું છે કે પછી કોઈ કારણસર રદ્દ થયું છે તો તમે તેને ફરીથી ચાલુ કરાવી શકો છો. બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ સહિતના અનેક રાજ્યોમાં આ કામ હજુ પણ ચાલી કગ્યું છે. તમે 30 જાન્યુઆરી સુધી આ માટે કાર્યાલયમાં અરજી કરી શકો છો. બિહાર અને ઉત્તરપ્રદેશના પણ કાર્યાલયોમાં તથા ઓનલાઈન પણ આ કામ પૂરું કરી શકાય છે.

સસ્પેન્ડ થયેલા રાશન કાર્ડ કેવી રીતે બનશે

image source

ઉલ્લેખનીય છે કે આ વર્ષે આખા દેશમાં વન નેશન વન રાશન કાર્ડની યોજના લાગૂ થવા જઈ રહી છે. એવામાં અનેક રાજ્યોએ રાશન કાર્ડમાં પરિવારના દરેક સભ્યોના આધાર કાર્ડ પૂર્તિ વિભાગમાં નામ લખાવ્યા નથી. તેનાથી અનેક રાશન કાર્ડ ધારકોના કાર્ડ સસ્પેન્ડ કરાયા છે. અધૂરા ડોક્યૂમેન્ટ્સના કારણે પણ અનેક લોકોના રાશન કાર્ડ જાતે જ સસ્પેન્ડ થઈ ગયા છે. અનેક લોકો એવા છે જેઓે રાશન અનેક મહીનાઓથી મળ્યું નથી. આ રીતે તેઓના કાર્ડ પણ ફરીથી તૈયાર કરવાનો આ છેલ્લો અવસર આપવામાં આવી રહ્યો છે.

કેન્દ્ર સરકારના આદેશ પર નકલી રાશન કાર્ડ ધારકો પર નિશાન

image source

છેલ્લા અનેક દિવસોથી દેશમાં કેન્દ્ર સરકારના આદેશ અનુસાર નકલી રાશન કાર્ડ ઘારકો પર શિકંજો કસવાનું શરૂ કરાયું છે. અનેક રાજ્યોએ નકલી રાશન કાર્ડધારકોના આવેદનને રદ્દ કરવાનું પણ શરૂ કર્યું છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ઝારખંડની સરકારે 2 લાખ 85 હજાર 299 ગ્રીન રાશન કાર્ડના આવેદન રદ્દ કર્યા હતા. આ આવેદન એવા લોકોના હતા જેઓ યોગ્ય ન હતા. ગ્રીન કાર્ડના આવેદન કરનારા લોકો પાસે પાકું મકાન, ગાડી, પરિવારની અનેક સભ્યોની સરકારી નોકરીની સાથે પેન્શન ધારકો પણ હતા. તપાસમાં આ વાતો સામે આવી અને સાથે અન્ય અનેક ચોંકાવનારી વાતો પણ.

આ રાજ્યોમાં ચાલી રહ્યું છે રાશન કાર્ડ બનાવવાનું કામ

image source

ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઉત્તરાખંડમાં હાલમાં રાશન કાર્ડ બનાવવાનું કામ જોર શોરથી ચાલી રહ્યું છે. તમે આ સમયે કેન્દ્રો પર ડોક્યૂમેન્ટ્સ સાથે જાઓ અને જે નામ ઉમેરાવવાનું હોય અને જે નામ હટાવવાનું હોય તેની પર કાર્યવાહી કરાવી લો. અહીં આ માટેના ફોર્મ મળી રહ્યા છે.

image source

તેને ભરીને કાર્યવાહી પૂરી કરો. આ કામ તમે ઓનલાઈન પણ કરી શકો છો. તમારે અહીં આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, બેંક ખાતાની ડિટેલ્સ, આવાસીય અને વોટર આઈઢી કાર્ડની સાથે સ્થાનિક સ્તરના કાગળ પણ જમા કરાવવાના રહે છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત