તમે પણ સોજાની સમસ્યાથી પરેશાન છો તો રસોઈના આ 9 મસાલા કરશે તમારી મદદ

આપણે જે ખોરાક લઈએ છીએ તેની અસર આપણી હેલ્થ પર થાય છે. તેમાં અનેક મસાલા પણ સામેલ છે, કેટલાક લોકોને હંમેશા છાતીમાં બળતરા, શરીરમાં સોજા અને પેટની ગરબડ રહે છે. પણ શું તમે જાણો છો કે અનેક મસાલા છે જે ડાયટમાં સામેલ કરવાથી શરીરમાં સોજાની તકલીફને ઓછી કરે છે. તો જાણ ોકયા મસાલાથી શું ફાયદો થાય છે.

image source

આદુ

શરદી, ખાંસી, માઈગ્રેન, મતલી, ગઠિયા કે હાઈ બ્લડપ્રેશરની સમસ્યામાં આદુનો ઉપયોગ કરવામાં આવે છે. આદુ સોજાને દૂર કરવામાં તમારી મદદ કરે છે.

લસણ

image source

લસણને પણ કારગર ઉપાય માનવામાં આવ્યો છે. ગઠિયા, ખાંસી, કબજિયાત, સંક્રમણ, દાંતનો દુખાવો કે અન્ય તકલીફઓમાં તે રાહત આપે છે. આ સાથે તેમાં રહેલા એલિસિન, ડાયલીલ ડાઈ સલ્ફાઈડ અને એસ એલિલિસિસ્ટીન જેવા સલ્ફર કમ્પાઉન્ડ્સ મળે છે. તેનાથી શરીરમાં વધતા સોજાને રોકી શકાય છે.

હળદર

image source

હળદરને સર્વગુણ સંપન્ન માનવામાં આવે છે. તેમાં કરકક્યૂમિનનું એન્ટી ઓક્સીડન્ટ છે જે શરીરને ફાયદો કરે છે. એવા તત્વને ઘટાડે છે જે સોજાને વધારવાનું કામ કરે છે. રોજ હળદરના સેવનથી સોજા, ઓસ્ટિયો આર્થરાઈટિસ અને સાથે જ અન્ય અનેક નાની મોટી બીમારીમાં રાહત મળે છે.

નાની એલચી

મોઢાનો સ્વાદ વધારવા, બેડ સ્મેલ દૂર કરવા અને સાથે શાકનો ટેસ્ટ વધારવા માટે તેનો ઉપયોગ કરાય છે. એક એલચીમાં Inflammatory Markers જેવા સીઆરીપ, આઈએલ-6, ટીએનએફ-એ અને એમડીએ ઘટે છે. તેનાથી સોજના નિશાન પણ ઘટે છે.

કાળા મરી

image source

કાળા મરીને મસાલાનો રાજા કહેવાય છે. લોકો અસ્થમા અને ગેસ્ટ્રિક બીમારીમાં તેનો ઉપયોગ કરે છે. તેમાં રહેલું પિપેરિન શરીરમાં સોજા ઘટાડે છે.

ગ્રીન ટી

image source

આ એક હર્બલ ચા છે. તે આંત્ર રોગ, અલ્સરેટિવ કોલાઈટિસ અને ક્રોહન રોગના સોજાને ઘટાડે છે. ગ્રીન ટી પોલિફિનોલ્સ પણ ઓસ્ટિયો આર્થરાઈટિસ , રૂમેટીઈડ ગઠિયા, અલ્ઝાઈમર રોગ, પેઢાની બીમારીની સાથે કેન્સરમાં પણ ફાયદો કરે છે.

રોઝમેરી

આ સ્વાદિષ્ટ અને સુગંધિત જડીબુટ્ટી છે. તે સોજા ઘટાડવાની સાથે ઘૂંટણમાં ગતિશીલતા વધારે છે. તેની ચા પીવાથી દર્દ અને જકડનમાં રાહતમ ળે છે. સાતે જ એટોપિલ જિલ્દના સોડા, જૂનો ઓસ્ટિયો આર્થરાઈટિસ, અસ્થમા, પેઢાની બીમારી અને અન્ય માર્કરોમાં ઘટાડો આવે છે.

તજ

image source

તજ એક સ્વાદિષ્ટ મસાલો છે. તેનો સ્વાદ અને સ્મેલ બંને કમાલ છે તે સોજા ઘટાડવાનું કામ કરે છે અને સાથે જ શરીરના એન્ટી ઓક્સીડન્ટનું લેવલ વધારે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત