પાર્ટનરને ગિફ્ટ કરવા માટે ખાસ છે આ 5 ગેજેટ્સ, તમે પણ આજે જ ખરીદી લો

વેલેન્ટાઈન વીક પૂરું થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમે તમારા પાર્ટનરને ખાસ ગિફ્ટ આપીને તમારા પ્રેમનો એકરાર કરી શકો છો. એવામાં તમે હજુ સુધી કોઈ ગિફ્ટ પ્લાન નથી કરી તો તમે અહીં આપેલા ગેજેટ્સને ખરીદી શકો છો કે ઓનલાઈન પણ મંગાવીને પાર્ટનરને સરપ્રાઈઝ આપી શકો છો.

image source

આ ગેજેટ્સમાં હેડફોન, ઈયરબર્ડસ, સ્માર્ટવોચ, બ્લૂ ટ્રૂથ સ્પીકર જેવા ડિવાઈસનો સમાવેશ કરાયો છે. તે તમારા પાર્ટનરની ડેલી લાઈફમાં મદદ કરી શકે છે. અત્યારે આ ગેજેટ્સ પર સેલ ચાલી રહ્યું હોવાના કારણે તમને સસ્તામાં આ ગેજેટ્સ મળી શકે છે. તો તમે પણ કરી લો પાર્ટનર માટે વેલેન્ટાઈન ડેની ખાસ ગિફ્ટનો પ્લાન.

lenovo carme Smart Watch

image source

સ્માર્ટ વોચ ગિફ્ટ કરવાનો ઓપ્શન બેસ્ટ છે. પાર્ટનર કોઈ પણ હોય તમે આ ગિફટ ખરીદી શકો છો. તેમાં તમે સમય અને ફિટેસ સંબંધી કામ કરી શકો છો. ફોન કનેક્ટ રહેવાથી તમને સરળતા રહે છે. આ ગિફ્ટ તમે 2500 રૂપિયામાં ખરીદી શકો છો. આ વોચ આઈપી68 સર્ટિફાઈડ છે જે પાણી અને ધૂળમાં પણ સેફ રહે છે. તેમાં 8 સ્પોર્ટ્સ મોડ્સ હશે. આ સિવાય પેડોમીટર,અલાર્મ રિમાઈન્ડર, વેધર ફોરકાસ્ટ જેવા ફીચર્સ પણ છે. આ સ્માર્ટવોચ 24 કલાક હાર્ટ રેટને મોનિટર કરે છે. ફિઝિકલ એક્ટિવિટી અને સ્લીપ મોડને પણ ટ્રેક કરે છે. સ્માર્ટવોચ પર ફોન કોલ, મેસેજ અને અન્ય નોટિફિકેશન્સ પણ મળી જાય છે. એક વાર ચાર્જ કરવાથી તેની બેટરી 7 દિવસ સુધી ચાલે છે.

Xiaomi Mi Super Bass Wireless HeadPhone

image source

વાયરલેસ હેડફોન પણ ગિફ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે. માત્ર 1800 રૂપિયામાં તમે એમઆઈના સુપર બાસ વાયરલેસ બ્લૂટ્રૂથ હેડફોન પણ ગિફ્ટ કરી શકો છો. બ્લૂ ટ્રૂથ હેડફોનમાં 40એમએમનું ડાયનામિક ડ્રાઈવર છે. 2 કલાકમાં આ હેડફોન ચાર્જ કરીને તમે 20 કલાક સુધી મ્યુઝિક સાંભળી શકો છો. તેમાં 5.0 વર્ઝન છે અને તેની રેન્જ 10 મીટરની છે.

BOAtAirdopes 201

image source

આજકાલ ઈયર ડ્રોપ પણ ફેશનમાં છે. એવા હેડફોનને ઈયરબર્ડ્સ કહેવાય છે. વધારે ફોન કરનારા લોકોને માટે આ સારો ગિફ્ટ ઓપ્શન છે. તમે તેને 2500 રૂપિયામાં ખરીદી શકો છો. તેમાં 10 એમએમના ડાયનેમિક ડ્રાઈવર છે. કનેક્ટિવિટી માટે બ્લૂટ્રૂથનું 5.0 વર્ઝન અપાયું છે. એક વાર ચાર્જ કરીને 3 કલાક સુધી તેને વાપરી શકાય છે.

UBON Sp – 6680- UBON Sp-6680

image source

આ એક કોમ્પેક્ટ અને સ્ટાઈલિશ વાયરલેસ સ્પીકર છે તેની કિંમત 2500 રૂપિયાની છે. ગિફ્ટ કરવા માટે આ સારો ઓપ્શન છે આ સ્પીકરમાં 2.0 ચેનલ આઉટપુટની સાથે બાસનો સપોર્ટ પણ છે તેનાથી સાઉન્ડ ક્વોલિટી સારી રહે છે. આ વાયરલેસ સ્પીકરનું વજન ઘણું ઓછું છે. આ સ્પીકરમાં ચાર્જિંગ માટે માઈક્રોયૂએસબી પોર્ટ અપાયું છે. કોલ રિસિવ કરવા માટે તેમાં કંટ્રોલ બટન અપાયું છે તેમાં મ્યુઝિક પ્લે અને પોઝ કરવા માટે પણ બટન અપાયા છે.

VingaJoy FuelBar VB power Bank

image source

ફોનના વધતા ઉપયોગના કારણે પાવરબેંક પણ એક જરૂરી સાધન બન્યું છે. એવામાં આ બેસ્ટ ગિફ્ટ બની શકે છે. તેની કિંમત 2500 રૂપિયાની છે. આ પાવર બેંક વજનમાં હલકું અને કોમ્પેક્ટ છે. તેને કેરી કરવાનું સરળ છે. આ પાવડર બેંકમાં એલઈડી ડિજિટલ બેટરી ઈન્ડિકેટર આપી રખાયું છે તેનાથી પાવર બેંકના ચાર્જિંગ લેવલનો પણ ખ્યાલ આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!