વજન ઘટાડવા માટે આજે જ અજમાવી જુઓ આ રામબાણ ઉપાય, કરો આમળા સાથે જીરાના પાણીનું સેવન…

મિત્રો, મેદસ્વિતા અને સ્થૂળતાની સમસ્યાથી ભારત સહિત સમગ્ર વિશ્વમા અનેકવિધ લોકો પીડાય છે. વિશેષ તો આ સમસ્યાનો શિકાર એવા લોકો વધુ પડતા બને છે કે, જેમની આખો દિવસની દિનચર્યા એક જ જગ્યાએ બેસી રહેવાની હોય અથવા તો ઘણીવાર આનુવાંશિક ખામીના કારણે પણ લોકો મોટાપાની સમસ્યાનો શિકાર બને છે.

image source

હાલ, પ્રવર્તમાન સમય એટલો બધો આધુનિક અને વ્યસ્તતા ભરેલો બની ચુક્યો છે કે તેના કારણે માનવીની જીવનશૈલી પણ અસ્ત- વ્યસ્ત થવા લાગી છે અને પરિણામે તમારા વજનમા પણ વૃદ્ધિ થવા લાગે છે. અમુક નિષ્ણાતો આ મોટાપાની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે આમળા અને જીરાના ગરમ પાણીને રામબાણ ઈલાજ સમજે છે. તો કેવી રીતે બને છે આ પાણી અને તેનાથી ક્યાં-ક્યાં લાભ થાય છે, તેના વિશે આજે આ લેખમા આપણે માહિતી મેળવીશુ.

image source

સૌથી પહેલા તો એક પાત્રમા બે-ત્રણ નંગ આમળા લઇ લો. ત્યારબાદ આ આમળાને મિક્સરમા યોગ્ય રીતે ક્રશ કરી લો. ત્યારબાદ આ મિશ્રણને એક બાઉલમા સાઈડમા રાખી મુકો. ત્યારબાદ બે ચમચી જીરાને મિક્સરમા ક્રશ કરી લો અને આ જીરા પાવડરને એક બાઉલમા કાઢી લો. હવે ગેસ પર એક પાત્રમા એક ગ્લાસ પાણી ગરમ થવા માટે મુકો. ત્યારબાદ તેમા આમળાનુ ક્રશ કરેલુ મિશ્રણ અને જીરા પાવડર ઉમેરો.

image source

આ પાણીને ત્યા સુધી ઉકાળો કે જ્યા સુધી આ બધી જ વસ્તુઓ યોગ્ય રીતે મિક્સ ના થઇ જાય. આ બધી વસ્તુઓ યોગ્ય રીતે મિક્સ થઇ જાય એટલે ગેસ પરથી આ પાત્રને ઉતારી તેને થોડીવાર માટે ઠંડું થવા રાખી મુકો. ત્યારબાદ તેનુ સેવન કરી લો. જો તમે નિયમિત આ ઉપાય અજમાવો છો તો થોડા જ દિવસોમા તમને તમારા શરીરમા ફરક અનુભવાશે.

image source

આ ઉપાય અજમાવવાની સાથે તમે જ તમારે તમારા રૂટીનમા થોડા અન્ય ફેરફાર પણ લાવવા પડશે. આખા અઠવાડિયા દરમિયાન તમારે જુદા-જુદા પ્રકારના ભોજનનુ સેવન કરવુ પડશે જેમકે, વેજિટેબલ પોહા, વેજીટેબલ ડાલિયા ખિચડી, વેજીટેબલ ઉપમા, વેજ સેન્ડવિચ, પનીર વેજ કચુંબર, ઓટ્સ, મગદાળ, ચિલા વગેરેનુ સેવન કરી શકો છો. જો તમે આમલા-જીરાના પાણી સાથે આ વસ્તુઓનુ પણ સેવન કરો તો તમે તમારુ વજન ખુબ જ ઓછા સમયમા નિયંત્રણમા આવી જશે.

image source

આ સિવાય જો તમે વહેલી સવારે એક કપ ગ્રીન ટી અને સૂકા મેવા , બપોરે જમવામા બે રોટલી, એક વાટકી લીલોતરી સબ્જી, દહી અને સલાડ તથા રાત્રે જમવામા હળવુ સલાડ અને ખીચડી તેમજ કસરત પહેલા એક કપ બ્લેક કોફીનુ સેવન કરો તો તે તમારા શરીરમા રહેલા વધારાના ફેટને તુરંત ઓગાળી નાખે છે અને તમારુ શરીર સ્લીમ અને ફીટ બની રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત