દિયા મિર્ઝાના બંગલાની અંદરની તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો WOW, જેમાં ખાસ જોજો રૂમમાં મુકેલા ડિઝાઇનર સોફા

બૉલીવુડ અભિનેત્રી દિયા મિર્જા મા બનવાની છે. હાલના દિવસોમાં એ પોતાની પ્રેગ્નનસી એન્જોય કરી રહી છે. એ સાથે જ દિયા મિર્જા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ જોવા મળી રહી છે અને જાતે જ પોતાની સાથે જોડાયેલી અપડેટ આપતી રહે છે. દિયા મિર્જાના લગ્ન પણ એમની જેમ જ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. દિયા મિર્જાએ ઝીરો વેસ્ટ પોલિસી સાથે એમના લગ્ન સંપન્ન કર્યા હતા અને બિલ્ડીંગ કોમ્પ્લેક્સના ગાર્ડનમાં જ સમારોહનું આયોજન કર્યું હતું.

image source

એ સાથે જ મહિલા પુજારીએ એમના લગ્નની વિધિ પુરી કરાવી હતી અને વર્ષોથી ચાલી આવતી સામાજિક પરંપરાને તોડી નાખી હતી.ફેન્સ એનાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. દિયા મિર્જા ખુદ એક પર્યાવરણ કર્તા છે અને એની અસર એમના ઘરમાં પણ જોવા મળે છે. દિયા મિર્જાના ઘરમાં ખૂબ જ હરિયાળી છે. મુંબઈમાં રહેલા દિયા મિર્જાનું ઘર ખૂબ જ રસપ્રદ અને ખૂબ જ સુંદર છે. તો ચાલો એક નજર નાખીએ દિયા મિર્જાએ શેર કરેલા એમના ઘરના અમુક ફોટા પર.

image source

દિયા મિર્જા ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના મુંબઈ વાળા ઘરના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. દિયા મિર્જા શરૂથી જ ઇકો ફ્રેન્ડલી વસ્તુઓનો ઉપયોગ કરવાની હિમાયત કરતી આવી છે. એમના ઘરે પણ વુડન ફ્લોરિંગ છે જે બિલકુલ એવો જ અનુભવ કરાવે છે.

image source

દિયા મિર્જાએ પોતાના ઘરમાં લાઇટિંગ પર ખાસ ધ્યાન આપ્યું છે. મોટા મોટા લેમ્પ અને બલ્બ એમના આ ઘરને ખૂબ જ સુંદર બનાવે છે. દિયા મિર્જાએ પોતાના ઘરની દીવાલો પર વ્હાઇટ કલરનો પેઇન્ટ કરાવ્યો છે જે દર્શાવે છે કે દિયા મિર્જાને શાંતિ ગમે છે. દિયા મિર્જાને ફૂલ છોડ પણ ઘણા ગમે છે અને એ જ કારણ છે કે એમના ઘરમાં ઘણા બધા બાલ્કની ગાર્ડન છે જ્યાં જાત જાતના પ્લાન્ટ્સ લગાવેલા છે.

image source

દિયા મિર્જાએ પોતાના ઘરના દરેક ખૂણાનો ખુબ જ સરસ રીતે ઉપયોગ કર્યો છે. સીડી પાસે એમને પોતાના માટે એક નાની લાઈબ્રેરી પણ બનાવી છે. દિયા મિર્જાને પુસ્તકો વાંચવું પણ ખૂબ જ ગમે છે. આ જ કારણ છે કે એમના ઘરમાં પુસ્તકો માટે એક સ્પેશિયલ સેલ્ફ બનાવવામાં આવી છે જ્યાં ઢગલાબંધ સારી સારી બુક્સ મુકેલી છે.

image source

તમને જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ ફેબ્રુઆરીમાં બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા. આ દિયા મિર્જાના બીજા લગ્ન છે અને હાલ દિવા મિર્જા પ્રેગ્નેન્ટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *