તમે પણ ઘર અને ઓફિસમાં આ રીતે લગાવો ક્રિસ્ટલ બોલ, ચમકી જશે તમારું ભાગ્ય અને નહિં પડે ક્યારે પણ પૈસાની તકલીફ

વાસ્તુ શાસ્ત્રનો પ્રયોગ કરીને તમે નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં ફેરવીને તમારા જીવનની ઘણી તકલીફોમાંથી છુટકારો મેળવી શકો છો. વાસ્તુમાં દિશાઓનું ખાસ મહત્વ હોય છે. એટલે ઘરના નિર્માણ વખતે કે કોઈ વસ્તુ મૂકવી હોય તો દરેક વસ્તુને લઈને વાસ્તુમાં નિયમો જણાવવામાં આવ્યા છે. વાસ્તુ દોષ હોવાના કારણે નકારાત્મક ઉર્જા વધવા લાગે છે જેના કારણે નકારાત્મક ઉર્જાનો પ્રવાહ થવા લાગે છે. નકારાત્મક ઉર્જા તમારા જીવનમાં ઘણી બધી તકલીફો લાવી શકે છે. વાસ્તુમાં સકારાત્મક ઊર્જા વધારવા માટે ક્રિસ્ટલ બોલ લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એને ઘરમાં કે ઓફિસમાં લગાવવાથી તમારો ભાગ્યોદય થાય છે. પારિવારિક કલેશ દૂર થાય છે અને વેપારમાં લાભ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણી લઈએ ક્રિસ્ટલ બોલ લગાવવાથી બીજા ક્યાં ક્યાં ફાયદા થાય છે. વાસ્તુમાં ક્રિસ્ટલને નેગેટિવ એનર્જી દૂર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ક્રિસ્ટલ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા રહે છે.
એને ઘરના મુખ્ય દ્વાર પર લગાવવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

image source

જો તમારા ઘરમાં બાળકો છે અને એમનું અભ્યાસમાં મન ન લાગતું હોય તો ક્રિસ્ટલ બોલને એમના અભ્યાસના રૂમમાં લગાવી શકો છો. એનાથી બાળકની અભ્યાસ માટેની રુચિ વધશે.

image source

બેડરૂમમાં ક્રિસ્ટલ બોલ લગાવવાથી દામ્પત્ય જીવન પહેલા કરતા વધુ મધુર બને છે. જે પતિ પત્ની વચ્ચે વારંવાર ઝગડાની સ્થિતિ રહેતી હોય તો એમને પોતાના રૂમમાં ક્રિસ્ટલ બોલ અવશ્ય લગાવવો જોઈએ. આવું કરવાથી જલ્દી જ તમને સુધારો જોવા મળશે. ઘરની બાલ્કનીમાં ક્રિસ્ટલ બોલ એવી રીતે લગાવવો જોઈએ કે એના ઉપર સૂર્યનો પ્રકાશ પડતો રહે. આવું કરવાથી તમારા ઘરમાં કલેશ ઓછો થઈ જશે. ઘરના સભ્યોની વચ્ચે પ્રેમ અને સદભાવનાની ભાવના પણ વધે છે. જો ઘરમાં સૂરજના કિરણો નથી આવતા તો ક્રિસ્ટલ બોલને થોડા સમય તડકામાં મૂકી રાખ્યા બાદ લગાવો.

image source

જો તમે તમારા ઓફીસ, બિઝનેસ પ્લેસ પર ક્રિસ્ટલ લગાવો ચો તો તમારા માટે વેપાર અને નોકરીમાં ઉન્નતિ પણ પ્રાપ્ત થાય છે. વેપારમાં લાભ મેળવવા માટે પોતાના કાર્યસ્થળ પર ક્રિસ્ટલ બોલ લગાવવો જોઈએ.

કેવી રીતે લગાવશો ક્રિસ્ટલ બોલ.

image source

જ્યારે પણ તમારા ઘર કે ઓફિસમાં ક્રિસ્ટલ બોલ લગાવવાનો હોય તો એને થોડા દિવસો સુધી મીઠાના પાણીમાં ડુબાડીને રાખવો જોઈએ. એ પછી એને પાણીમાંથી કાઢીને બરાબર સાફ કરી લો અને સૂર્યના પ્રકાશમાં મૂકી દો. આવું કરવાથી શુભ પરિણામ પ્રાપ્ત થાય છે

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ