શું તમે ભારતના આ સ્થાને ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? તો પહેલા વાંચી લો ‘આ’, નહિં તો પસ્તાશો

ભારતમાં હરવા ફરવા માટે અનેક સ્થાનો છે. જો એમ કહીએ કે ભારત ફરવાના શોખીનો માટે ખુલ્લા આકાશ સમાન છે તો પણ કઇં ખોટું ન કહેવાય. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં અનેક જગ્યાઓ એવી પણ છે જ્યાં ફરવા જવું એટલે સામેથી મુસીબતને બોલાવવી. કારણ કે આ જગ્યાઓ એવી છે જ્યાં જો તમે થોડી પણ બેદરકારી દાખવી તો તમારી સાથે દુર્ઘટના ઘટતા વાર નહિ લાગે. એટલા માટે આ જગ્યાઓએ જવાની કોઈ પરિવારજન, મિત્ર સલાહ નથી આપતા. હા એ પણ ખરું કે આ જગ્યાઓએ એવી ખાસ વિશેષતાઓ પણ છે જે તેને પ્રખ્યાત બનાવે છે. તો કઈ કઈ છે એ જગ્યાઓ ચાલો જાણીએ.

ચંબલ ઘાટી

यहां सैर करना किसी बुरे स्वप्न जैसा है
image source

ચંબલ ઘાટીનું નામ તો આપણે ફિલ્મોમાં અને સમાચારોમાં જોઈએ જ છીએ. ભારતના કુખ્યાતથી કુખ્યાત ડાકુઓ આ જગ્યાએ છુપાઈને રહે છે. ચંબલ ઘાટીની બાજુમાં જ ચંબલ નદી વહે છે જે જળચર જીવો જેમ કે મગરમચ્છ વગેરેનું નિવાસ સ્થાન પણ છે. અહીં મગરમચ્છ સંતાઈને જ રહે છે અને જેવા કોઈ માણસ કે પ્રાણી નજીક આવે તો તેના પર હુમલો કરી દે છે. આ ઘાટીમાં અનેક વિસ્મયજનક ગુફાઓ પણ છે જેના કારણે અહીં લોકો ફરવા જવાથી બચે છે.

સ્તોક કાંગડી માર્ગ

image source

લદ્દાખમાં આવેલો સ્તોક કાંગડી માર્ગ ભારતના સૌથી મુશ્કેલ માર્ગો પૈકી એક ગણાય છે. 6100 મીટરની ઊંચાઈ પર આવેલા આ માર્ગમાં તમને બધા પ્રકારની મુશ્કેલીઓનો ભેટો થઇ જશે કારણ કે આ માર્ગ પર ઉભું ચઢાણ, હવામાં ઓછો ઓક્સિજન, સૂકો પ્રદેશ, ખતરનાક ગ્લેશિયર અને ગતિશીલ વહેણ ધરાવતી નદીઓ છે. આ કારણે જ અહીં અનુભવી લોકો સિવાય અન્ય કોઈ યાત્રા કરવા નથી ઇચ્છતું.

સિજુ

मेघालय
image source

મેઘાલયમાં આવેલું સિજુ પ્રથમ દ્રષ્ટિએ તો ખુબ મનમોહક પર્યટન સ્થળ દેખાય છે જો કે આ સુંદરતા જ લોકોને ક્યારેક ડરાવી પણ છે કારણ કે અહીં બે ઊંચી ટેકરીઓ વચ્ચે ઝૂલતો એક પુલ છે જે દોરડાંઓ અને લાકડા દ્વારા બનેલો છે. જો તમે અહીં ફરવા ઈચ્છો છો તો એ તો નક્કી છે કે તમારે આ ખતરનાક પુલને પાર કરવો પડશે અને તેના માટે તમારામાં ખરેખર હિંમત હોવી આવશ્યક છે. સાથે જ અહીં કેટલીક રહસ્યમયી ગુફાઓ પણ આવેલી છે.

થાર રણપ્રદેશ

थार रेगिस्तान 
image source

ભારતમાં આવેલા થાર રણપ્રદેશને ખતરનાક પર્યટન ક્ષેત્ર માનવામા આવે છે કારણ કે અહીં દૂર દૂર સુધી કોઈ નજરે નથી પડતું. માત્ર રેતાળ હવાઓનો જ અનુભવ થાય છે. એ સિવાય સ્થાન સૂકું અને ગરમ હોવાથી અહીં સો સ્કેલ્ડ વાઈપર, થે લાર્જ રેટ સ્નેક, બ્લેક કોબ્રા, સેન્ડ બોઆ જેવા ખતરનાક સાપો પણ રહે છે. આ શાનદાર રણપ્રદેશમાં સાપોની સાથે સાથે કીડી-મકોડાની ખતરનાક જાતો પણ છુપાયેલી હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત