તમે પણ બ્લડ પ્રેશર માપતી સમયે કરો છો આ ભૂલ તો જાણી લો તેનાથી થતા નુકસાન વિશે

બ્લડ પ્રેશરને સાયલન્ટ કિલર માનવામાં આવે છે. જ્યારે પણ બ્લડ પ્રેશરને નિયમિત રીતે માપવામાં આવે છે ત્યારે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. બ્લડ પ્રેશર માપતી સમયે હાથના ઉપરના ભાગને હ્રદય પર રાખો. પહેલી વાર બ્લડ પ્રેશર ચેક કરાવો છો તો હાઈ કે લો આવે તો સતત 3 દિવસ સુધી તપાસ કરાવો. બ્લડ પ્રેશર ચેક કરવાના અડધા કલાક પહેલાં ચા કે કોફી કંઈ ન પીઓ અને ન સ્મોકિંગ કરો.

image source

બ્લડ પ્રેશર એ આજકાલ એક સામાન્ય સમસ્યા બની છે. તેનો પ્રભાવ મોટાથી લઈને નાના સુધી થાય છે. આ સિવાય બાળકો પર પણ આ સમસ્યાની અસર જોવા મળે છે. બ્લડ પ્રેશરને સાયલન્ટ કિલરના રૂપમાં જોવામાં આવે છે. તેના કોઈ લક્ષણો હોતા નથી અને સાથે તે ચૂપચાપ તમારા હ્રદય પર હાવિ થઈ જાય છે.

image source

બ્લડ પ્રેશર હાઈ અને લો બંને પ્રકારના હોય છે. હાઈ બ્લડ પ્રેશર સીધું હ્રદય પર એટેક કરે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે બ્લડ પ્રેશરની તપાસ કરાવવી. આ સાથે ધ્યાન રાખવું કે તમે બ્લડ પ્રેશર માપવામાં કોઈ ભૂલ ન કરો. કારણ કે ખોટું રીડિંગ પણ તમને મુશ્કેલ સ્થિતિમાં રાખી લે છે.

ન પીઓ કોફી અને ન કરો સ્મોકિંગ

image source

એક રિપોર્ટ અનુસાર જો તમે પહેલીવાર બીપી ચેક કરાવો છો તો ગભરાઓ નહીં. તમે તેને અન્ય દિવસે પણ ચેક કરો. આમ સતત 3 દિવસ સુધી બીપી ચેક કરતા રહો. ત્યારબાદ પણ જો રીડિંગ વધારે કે ઓછું રહે છે તો તમારે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. ધ્યાન રાખો કે તમે જ્યારે બીપી ચેક કરવાના હોવ તેના અડધા કલાક પહેલાં તમે સ્મોકિંગ ન કર્યું હોય કે ન તો કોફી પીધી હોય. આવી સ્થિતિમાં તમારું બીપી લેવલ યોગ્ય રીતે ડિટેક્ટ થઈ શકતું નથી.

હાથની પોઝિશન

image source

બ્લડ પ્રેશર માપતી સમયે તમારા હાથને કોઈ ટેબલના સપોર્ટ વાળી જગ્યાએ ન રાથો. તેનાથી બ્લડ પ્રેશરનું રીડિંગ ખોટું આવી શકે છે. હાથનો ઉપરનો ભાગ તમારા હ્રદયના લેવલ પર હોય અને સાથે જ આ પોઝિશનમાં તમારા બીપીનું રીડિંગ યોગ્ય આવશે. જ્યારે પણ બીપી માપવાનું હોય ત્યારે ખુરશી પર સીધા બેસો. આ સમયે પગને જમીન પર રાખો, પગને એકમેકની ઉપર ન ચઢાવો. જ્યારે પણ બ્લડ પ્રેશર માપવાનું હોય ત્યારે રીડિંગ વધારે કે ઓછું આવે તો હાઈ અને લો બીપીના સમયે બંને ભુજાઓથી બીપીને માપો. આ સમયે બંને બાજુઓ વચ્ચેનં અંતર 10 કે તેનાથી વધારે રહે છે તો હાર્ટ એટેકનો ખતર વધારે રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત