તમે પણ ટૂથબ્રશ કરતી સમયે કરો છો આ ભૂલો, જાણો બ્રશિંગની યોગ્ય રીત અને સમય

આપણા દરેકના ફેસમાં દાંતને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. કોઈ પણ વ્યકિતની વાતચીત સમયે તેના ફેસ અને એક્સપ્રેશનની સાથે સાથે તેની સ્માઇલને પણ ખાસ મહત્વ અપાય છે. જો તમે શ્વાસની બદબૂથી પરેશાન છો તો તમારે જલ્દી જ તેનો ઉપાય શોધી લેવાની જરૂર છે. નહીં તો તમારી ઈમેજ ખરાબ થઈ શકે છે.

image source

તમારા મોઢામાંથી આવતી બેડ સ્મેલ તમારી ઈમેજને ખરાબ કરે છે. તેનું એક કારણ બ્રશિંગની સાથેની કેટલીક ભૂલો છે. બ્રશ તો રોજ દરેક વ્યક્તિ કરે છે પણ દાંતની સુંદરતા અને હેલ્થ જાળવી રાખવા માટે દિવસમાં કેટલી વાર, કેટલા સમય સુધી બ્રશ કરવું તે જાણી લેવું જરૂરી છે. આ સાથે કઈ ટૂથપેસ્ટ વાપરવી તે જાણવું પણ ખાદાંત મજબૂત બની રહે. સ મહત્વનું છે. આ સવાલોના આજે અમે તમને જવાબ આપીશું જેથી તમે સરળતાથી તમારા દાંતની કેર કરી શકો. તમારા શ્વાસમાંથી સ્મેલ ન આવે અને સાથે જ તમને બ્રશિંગની ખાસ રીત પણ જણાવીશું જેથી તમારું કામ સરળ રહેશે.

image source

રોજ બ્રશ કરવાથી થાય છે આ ફાયદા

રોજ બ્રશ કરવાથી દાંતમાં પ્લાકની સમસ્યા આવતી નથી.

રોજ બ્રશ કરવાથી દાંતમાં કેવિટી થતી નથી.

પેઢા સાથેની બીમારીઓનો ખતરો ઓછો રહે છે.

ઓરલ કેન્સરનું જોખમ પણ ઘટે છે.

કેટલી વાર સુધી બ્રશ કરવું યોગ્ય છે

image source

એક રિપોર્ટ અનુસાર વ્યક્તિએ રોજ દિવસમાં 2 વાર બ્રશ કરવું. બ્રશ કરવાનો સમય પણ 2 મિનિટનો હોય તે જરૂરી છે. 2 મિનિટથી ઓછું બ્રશ કરવાથી દાંતમાં જમા થયેલા પ્લાક હટતા નથી. જ્યારે 2 મિનિટ સુધી તમે બ્રશ કરો છો તો દાંતને ઘસવાથી તેના ઈનેમલ ખરાબ થઈ જાય છે.

કેવું હોવું જોઈએ ટૂથબ્રશ

image source

દાંતને સાફ રાખવા માટે હંમેશા સોફ્ટ બ્રિસલ્સના ટૂથબ્રશનો ઉપયોગ કરો. હાર્ડ બ્રિસલ્સના બ્રશ દાંતને સાફ તો કરે છે પણ સાથે જ તેના ઈનેમલને ડેમેજ પણ કરે છે. તે પેઢા સાથેની સમસ્યાઓને પણ ઊભી કરે છે.

કેવી ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો

બ્રશ કરવા માટે તમારે એવી ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો જેમાં ફ્લોરાઈડનું પ્રમાણ યોગ્ય હોય. વયસ્ક માટે ટૂથપેસ્ટમાં 1350 પીપીએમ ફ્લોરાઈડ તો 6 વર્ષથી નાના બાળકો માટે ટૂથપેસ્ટમાં 1000 પીપીએમ ફ્લોરાઈડ હોવું જોઈએ. 3-6 વર્ષના બાળકો માટે વટાણાના દાણા જેટલી ટૂથપેસ્ટનો ઉપયોગ યોગ્ય માનવામાં આવે છે.

બ્રશ કરવાનો યોગ્ય સમય

image source

ડેન્ટિસ્ટ વ્યક્તિને દિવસમાં 2 વાર બ્રશ કરવાની સલાહ આપે છે. સૂઈને ઉઠીને અને રાતે સૂતા પહેલાં. આ સિવાય ધ્યાન રાખો કે કોઈ પણ પ્રકારના એસિડિક ફૂડ કે ડ્રિંકનું સેવન કર્યા બાદ તરત બ્રશ કરવું નહીં. આમ કરવાથી એસિડના કારણે દાંતના ઇનેમલ નબળા પડે છે અને બ્રશ કરતી સમયે તે તરત હટી જાય છે. જેથી તમને નુકસાન થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત