59 વર્ષ પછી બની રહ્યો છે આ સંયોગ, થઇ શકે છે આવી અનેક ઉથલ-પાથલ, જાણો નહિં તો..

ફેબ્રુઆરી મહિનામાં 59 વર્ષ પછી ગ્રહોનો એક વિચિત્ર સંયોગ રચવા જઇ રહ્યો છે. 9 ફેબ્રુઆરીની રાત્રે, જ્યારે ચંદ્ર મકર રાશિમાં પ્રવેશ કરશે, ત્યાં એક મહાસયોગ હશે જે દુર્લભ અને આશ્ચર્યજનક છે. મેદિની જ્યોતિષ કહે છે કે જ્યારે 5 કે તેથી વધુ ગ્રહો કોઈ રાશિમાં આવે છે, ત્યારે દેશ અને વિશ્વમાં મોટા ભૌગોલિક રાજકીય પરિવર્તન આવે છે અને આ પરિવર્તનની અસર લાંબા સમય સુધી રહે છે. જ્યારે સૂર્ય, ગુરુ, શનિ, ચંદ્ર, બુધ અને શુક્ર વગેરે ગ્રહો એક રાશિમાં આવે છે, ત્યારે યુદ્ધ અથવા મોટી જન ચળવળ જેવી કટોકટીની પરિસ્થિતિ ઊભી થાય છે.

image source

આવો ઉલ્લેખ જ્યોતિષના પુસ્તકોમાં જોવા મળે છે. જ્યોતિષીઓએ 6 અશુભ ગ્રહોને લઈને ચેતવણી આપતાં કહ્યું છે કે પાણીવાળા વિસ્તારોમાં કહેર અને પ્રાકૃતિક મુશ્કેલીઓ આવશે. ઉત્તરાખંડના ચમૌલીમાં ગ્લેશિયર ફાટવાથી મોટી તબાહી આવી છે. ગ્લેશિયર તૂટવાથી ધૌલીગંગા નદીમાં પૂરની સ્થિતિ આવી છે. અને સાથે આ ઉગ્ર રૂપ લઈને પાણી ઝડપથી આગળ વધી રહ્યું છે. આ પ્રકારની ભયંકર પ્રાકૃતિક  આપદાઓને લઈને જ્યોતિષીઓએ ચિંતા વ્યક્ત કરી છે. આ ઘટનાને જ્યોતિષની દૃષ્ટિ એ સમજવાનો પ્રયાસ કરવાની સાથે તેઓએ ચેતવણી પણ આપી છે.

આ 6 ગ્રહોનો એક રાશિમાં સંયોગ છે અશુભ

image source

મળતી માહિતિ અનુસાર મકર રાશિમાં અત્યારે 5 ગ્રહ પહેલાંથી હાજરી આપી રહ્યા છે. જેમાં શનિ, ગુરુ, બુધ, શુક્ર અને સૂર્યનો સમાવેશ થઈ રહ્યો છે. આ સાથે આજે ચંદ્રનો પણ તેમાં સમાવેશ થઈ રહ્યો છે. એક રાશિમાં 5થી વધારે ગ્રહોની યુતિને ગોળ યોગ કહેવાય છે. જે અશુભ માનવામાં આવે છે.

59 વર્ષ બાદ બની છે આવી સ્થિતિ

image source

જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર 59 વર્ષ બાદ ગ્રહોની આવી સ્થિતિ બની છે. આ પહેલાં 1962માં મકર રાશિમાં એકસાથ 7 ગ્રહ આવ્યા હતા અને દેશ તથા દુનિયા મોટા સંકટમાંથી પસાર થઈ હતી. 26 ડિસેમ્બર ધનુ રાશિમાં 5 ગ્રહોનો યોગ બન્યો હતો અને આખી દુનિયા મહામારીના સંકટમાંથી પસાર થઈ હતી.

આજે બની રહ્યો છે ષટગ્રહી યોગ

image source

જ્યોતિષનું કહેવું છે કે જ્યારે કોઈ રાશિમાં એકસાથે 5 ગ્રહો આવે છે ત્યારે સંકટની સ્થિતિ સર્જાય છે. મકર રાશિમાં છઠ્ઠો ગ્રહ આવતા પહેલાં જ ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવો એ ભવિષ્યવાણીને મજબૂત કરે છે.

પૃથ્વી તત્વની રાશિ છે મકર

જ્યોતિષીઓએ કહ્યું કે મકર પૃથ્વી તત્વની રાશિ છે. આ માટે પૃથ્વી સાથે જોડાયેલી ઘટનાઓ ભૂકંર, પૂર, ઠંડી વધવી વગેરેની શક્યતાઓ રહે છે. કુલ મળીને પ્રાકૃતિક મુશ્કેલીઓ વધી શકે છે.

રાજકીય ક્ષેત્રે પણ થશે અસર

image source

આ ગોલ યોગની અસર રાજકીય ક્ષેત્રમાં પણ થશે. દેશમાં ચાલી રહેલું કિસાન આંદોલન ઉગ્ર બની શકે છે. રાજકીય ઉઠક પઠક પણ થઈ શકે છે. 9 તારીખે એટલે કે આજે શનિ ઉદય થશે અને મોટા નિર્ણયો આવી શકે છે. 14 ફેબ્રુઆરીએ ગુરુનો ઉદય થશે અને ફરી એકવાર મુશ્કેલીઓ વધી શકે છે. ઘન સંબંધી મુશ્કેલીઓ વધી શકે છે.
હવામાન પર પણ ગ્રહોની અસર કાયમ રહેશે.

ગ્રહોનો સંબંધ અને રાહુનું દૃષ્ટિ

રાહુના કારણે કુદરતી મુશ્કેલીઓ આવી પડશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ