અજમાવો આ 6 ઉપાયો, ક્યારે નહિં પહોંચે કિડનીને નુકસાન, સાથે જાણો કઇ વસ્તુઓનું ના કરવું જોઇએ સેવન

કિડનીના રોગો અત્યંત ગંભીર હોવાથી તે કિડનીની કાર્યક્ષમતામાં પ્રગતિશીલ ઘટાડો કરી શકે છે. આ તબક્કે ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટેશન સામાન્ય જીવન જીવવા માટે અગત્ય બની જાય છે. કિડનીના ઘણા રોગો અત્યંત ગંભીર હોય છે અને તેનું નિદાન મોડું થાય તો તે તબક્કે કોઈ સારવાર અસરકારક નીવડતી નથી. ક્રોનિક કિડની ફેલ્યર જેવા ન મટી શકે તેવા રોગના છેલ્લાં તબક્કાની સારવાર (જેમ કે ડાયાલિસિસ તથા કિડની ટ્રાન્સપ્લાન્ટેશન) અત્યંત ખર્ચાળ છે અને બધી જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ નથી. વિકાસશીલ દેશોમાં ફક્ત ૫ – ૧૦ % દર્દીઓને જ આ સારવાર પરવડે છે. જયારે બાકીના દર્દીઓનું જીવન ઈશ્વર ઈચ્છાને આધીન હોય છે. વહેલાસર નિદાન દ્વારા સે.કે.ડી.મા કિડની વધુ બગડતી અટકાવી શકાય છે અને ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ની જરૂર પડે તે તબક્કાને દુર ઠેલી શકાય છે.આ કારણસર “Prevention is better than cure” કહેવતને અનુસરવું ખુબ જ જરૂરી છે.

image source

કિડની બગડતી અટકાવવાના સુચનો વિશે દરેક વ્યક્તિને માહિતી હોવી જરૂરી છે,સારા સ્વાસ્થ્ય માટે તમારે તમારી કિડનીને હેલ્ધી રાખવાના ઉપાયને લઇને પણ સંકલ્પ લેવો જોઇએ. કિડની આપણા શરીરમાં સૌથી મહત્ત્વપૂર્ણ અંગોમાંથી એક છે. મોટાભાગે આપણે કિડનીનું હેલ્થ સાચવવા પર ધ્યાન આપતા નથી. કિડનીના સ્વાસ્થ્યને જાળવી રાખવું તે શરીરના અન્ય અંગોની દેખરેખ કરવા જેટલું જ મહત્ત્વપૂર્ણ છે.

image source

કિડનીની બીમારીઓથી સંપૂર્ણ શરીર અસ્વસ્થ થઇ શકે છે પરંતુ તેમ છતાં પણ તમે કિડનીની ફંકશનિંગને નજરઅંદાજ કરીને સતત કિડનીને નુકશાન પહોંચાડવાનું કામ કરો છો. હેલ્ધી કિડની માટે ડાયેટ ઘણું મહત્વ ધરાવે છે.

image source

એક તંદુરસ્ત કિડની શરીરના કચરાને સારી રીતે અલગ કરે છે અને હૉર્મોનનું ઉત્પાદન સારી રીતે કરવામાં મદદ કરે છે જે તેના સંચાલનને સુનિશ્ચિત કરે છે. તમે કિડની મજબૂત કરવાના ઘરેલૂ ઉપાય પણ કરી શકો છો, પરંતુ તમારે સૌથી પહેલા પોતાની લાઇફસ્ટાઇલમાં કેટલાક જરૂરી ફેરફાર કરવાની જરૂર છે.

કિડનીને હેલ્ધી અને મજબૂત રાખવાના ઉપાય

1. હાઇડ્રેશનનું ધ્યાન રાખો

image source

આપણે બધા જાણીએ છીએ કે પીવાનું પાણી સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે પરંતુ ખૂબ જ વધારે પાણી પીવાથી સમસ્યા થઇ શકે છે જેમ કે ખૂબ જ ઓછું પાણી પીવાથી, ખાસ કરીને જો કિડની ફેલ થવાની સમસ્યા છે. એટલા માટે ખૂબ જ પાણી પીઓ લગભગ એક દિવસમાં 3 થી 4 લીટર પાણીનું સેવન કરો. તેનાથી તમને હેલ્ધી કિડની મેળવવામાં મદદ મળી શકે છે.

2. હેલ્ધી કિડની માટે ડાયેટનું ધ્યાન રાખો

image source

ડાયાબિટીસ અને હાઇ બ્લડ પ્રેશર કિડનીની બીમારીનું પ્રમુખ કારણ છે એટલા માટે સ્વસ્થ, ઓછું સોડિયમ, ઓછું કોલેસ્ટ્રોલ ધરાવતા ખાદ્ય પદાર્થ પસંદ કરવા જે આ પરિસ્થિતિઓને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પોતાના પોષક તત્ત્વોનું ધ્યાન રાખો અને હંમેશા બેલેન્સ ડાયેટ લો. પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, ફાઇબરનું સેવન કરો.

3. પોતાની જાતને હંમેશા એક્ટિવ રાખો

એક નિયમિત કસરત તમને સ્વસ્થ બનાવી રાખવા, ડાયાબિટીસ અને હૃદય રોગને રોકવા અને બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરશે. કસરત ન માત્ર તમારી કિડનીને મજબૂત રાખવામાં મદદ કરી શકે છે પરંતુ સંપૂર્ણ સ્વાસ્થ્યને હેલ્ધી રાખી શકે છે.

4. આ વસ્તુઓનું સેવન ન કરશો

image source

કિડની બ્લડમાંથી હાનિકારક પદાર્થોને હટાવવા માટે જવાબદાર છે. એવામાં જો તમે ધૂમ્રપાન અને દારૂનું સેવન કરો છો તો તમે કિડનીને પણ વીક બનાવી રહ્યા છો. એટલા માટે તમે તેને એક આરામ આપો. કિડની ઓવર-ધ-કાઉન્ટર દવાઓને પણ ફિલ્ટર કરે છે, એટલા માટે ક્યારેય વધારે દવા ન લેશો અને એવી દવાઓ લેવાનું ટાળો જેની તમને જરૂર નથી.

5. પોતાની કિડની પ્રોફાઇલ પર વિચાર કરો

કેટલાક લોકોને કિડનીની બીમારી હોવાની શક્યતાઓ વધારે હોય છે અને દેખરેખ માટે તેમણે વધારે પરિશ્રમ કરવાની જરૂર હોય છે. આપણે જાણીએ છીએ ડાયાબિટીસ અને હાઇ બ્લડ પ્રેશર સૌથી મોટા લાલ ઝંડા છે, પરંતુ વિચાર કરવા માટે કેટલાય અન્ય પરિબળ છે. હૃદય રોગ, વધુ વજન અને ધૂમ્રપાન પણ ઉંમર અને પરિવારના ઇતિહાસની સાથે યાદીમાં સૌથી ઉપર છે.

6. સમય-સમય પર કિડનીની તપાસ કરાવતા રહો

image source

કિડનીની બીમારીને ‘સાઇલેન્ટ કિલર’ સ્વરૂપે માનવામાં આવે છે, કારણ કે દર્દી લક્ષણો દેખાય ત્યાં સુધીમાં કિડનીનું કાર્ય કેટલાય ટકાવારી સુધી ઓછું થઇ ગયું હોય છે. તેનાથી બચવા માટે તમારે કિડનીનું સતત ચેકઅપ કરાવવાની જરૂર હોય છે. જો તમને કિડનીની સમસ્યાઓ છે તો તમારે તેને જરા પણ અવગણવી ન જોઇએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત