Site icon News Gujarat

તમે પણ પ્લેનમાં કરી શકો છો બર્થ ડે સેલિબ્રેશન, આપવું પડશે આટલું ભાડૂં

સુરતના લોકો મોજ મસ્તી સાથે જિંદગી જીવવામાં જાણીતા છે. કઈ પણ અલગ કરવાનું હોય ત્યારે સુરતી લોકો હંમેશા આગળ રહે છે. આ પહેલા પણ આપણે ઘણા કિસ્સા જોઈ ચુક્યા છીએ. સમગ્ર વિશ્વમાં પોતાની અનોખી લાઈફ સ્ટાઈલ માટે સુરતી લાલા જાણીતા છે. નોંધનિય છે કે સુરતીઓએ જન્મદિવસ, લગ્નની એનિવર્સરી જેવા પ્રસંગો ઉજવવા માટે છેલ્લા 8 મહિનામાં 62 વખત ચાર્ટર્ડ પ્લેન ભાડે કર્યા હતાં. આ ઉપરાંત પ્રપોઝ કરવા માટે પણ 4 હજાર ફૂટની ઊંચાઈએ આકાશમાં ઉડનારા સુરતીઓ પણ છે.

image source

આ અંગે સુરતની વેન્ચુરા એર કનેક્ટ એરલાઇન્સના સીએફઓ મયંક મહેતાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન પછીની થોડી ઘણી છૂટછાટમાં સુરતીઓ બર્થ ડે પાર્ટી, મેરેજ એનિવર્સરી જેવા પ્રસંગો સેલિબ્રેશન યોગ્ય રીતે કરી શકતા ન હતા. પંરતુ અનલૉક થયા બાદ થોડી ઘણી છૂટ આપવામ આવી જેનો લાભ સુરતના લોકોએ ભરપૂર લીધો છે. સુરતમાં જોયરાઇડનો ક્રેઝ દિવસેને દિવસે વધતો જાય છે. તમને જણાવી દઈએ કે, ફક્ત અમીર લોકો જ નહી પરંતુ મધ્યમ વર્ગના લોકો પણ જોયરાઇડ સેવાનો લાભ લઈ રહ્યા છે.

image source

આ અંગે તેમણે કહ્યું કે, ઓગસ્ટ-2020થી માર્ચ-2021 દરમિયાન અમારી 62 ફ્લાઇટ જોયરાઇડ માટે બુક થઈ હતી. જેમાં દર વર્ષની જેમ આ વખતે પણ ડિસેમ્બર અને ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધારે બુકિંગ કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, જોયરાઇડમાં અમે ફ્લાઇટને 4 હજાર ફૂટની ઉચાઈ સુધી ઉડાવીએ છીએ. 30 મિનિટના અમે 30 હજાર રૂપિયા ભાડુ વસુલ કરીએ છે અને તેમાં 9 મુસાફરો બેસી શકે છે. તેમણે વધુમાં માહિતી આપતા કહ્યું કે, જે લોકોએ ઉજવણી માટે ફ્લાઇટ બુક કરી હતી તેમાં માત્ર પૈસાદાર વર્ગના લોકો નહીં પરંતુ સામાન્ય વર્ગના પરિવારો પણ સામેલ હતા.

image source

આ અંગે તેમણે વધુ માહિતા આપતા વેન્ચુરા એર કનેક્ટના સીએફઓ મયંક મહેતાએ જણાવ્યું કે, સુરત દર્શન માટે શરૂ કરવામાં આવેલી ફ્લાઇટને પણ સારો પ્રતિસાદ મળી છે અને અનેક લોકો તેનો લાભ પણ લીધો છે. આ ઉપરાંત સુરતના એક કાપડ વેપારી જગદીશ ગજેરાએ જણાવ્યું હતું કે, તેમની દીકરી રૂદ્રાનો બર્થ ડે કઈક અલગ રીતે સેલિબ્રેટ કરવા માટે વિચારતો હતા. નોંધનિય છે કે આમ તો દર વર્ષે હોટલમાં ઉજવણી કરતા હોઈએ છી. પરંતુ જગદીશભાઈ ઈચ્છા આ વર્ષે કઈક જુદી હતી તેમના મતેએવી રીતે દીકરીના જન્મ દિવસની ઉજવણી કરવી છે જેનાથી મારી દિકરીને તે લાઈફ ટાઈમ યાદ રહે.

image source

આ પછી તેમણે જોયરાઇડમાં જન્મ દિવસ ઉજવવાનું નક્કી કર્યું. તેમણે કહ્યું કે, મારી દીકરી સાથે તેની બહેનપણી પણ આવી હતી અને તે આ સરપ્રાઇઝ જોઇ ચોંકી ગઇ હતી. તેમણે વધુમાં કહ્યું કે, આ ફ્લાઇટ અમારા ઘરની ઉપરથી બે વખત પસાર થઈ હતી. તો બીજી તરફ વેન્ચુરા એર કનેક્ટના સીએફઓ મયંક મહેતાએ વધુમાં કહ્યું કે, અમે સુરત દર્શન સર્વિસ પણ શરૂ કરી છે. આ સર્વિસમાં ફ્લાઇટમાં પાયલોટ સાથે અમારો એક ગાઇડ બેસે છે અને પછી 4 હજાર ફૂટ સુધીની ઉંચાઇએ લઇ જઇ સુરતમાં આવેલા ભવ્ય કિલ્લા સહિતની ફેમસ જગ્યાઓના લોકોને દર્શન કરાવીયે છીએ. જો કે તેમણે એક વાતની સ્પષ્ટતા કરતા કહ્યું કે સુરત દર્શનની ફ્લાઇટ 9 પેસેન્જર થાય તો જ ઉડાડવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version