Site icon News Gujarat

તમે પણ એક વાર ફોલો કરો આ ટિપ્સ, આ 10 સ્કિન પ્રોબ્લેમ્સ ચપટીમાં જ થઇ જશે છૂ

ટોપ 10 બ્યુટી પ્રોબ્લેમ્સના ઇઝી સોલ્યુશન તમને રોજની બ્યુટી પ્રોબ્લેમ્સથી છુટકારો અપાવશે. દરેકની બ્યુટી પ્રોબ્લેમ્સ અલગ હોય છે અને એના સોલ્યુશન પણ અલગ હોય છે. જો તમને તમારી બ્યુટી પ્રોબ્લેમ્સનું સરખું સોલ્યુશન મળી જાય તો તમે હંમેશા સુંદર અને ગોર્જીયસ દેખાશો. તમને મિસ બ્યુટીફૂલ બનાવવા માટે અમે લઈને આવ્યા છે ટોપ 10 બ્યુટી પ્રોબ્લેમ્સના ઇઝી સોલ્યુશન. આ બ્યુટી સોલ્યુશન અપનાવીને તમે સરળતાથી બ્યુટી પ્રોબલમસથી છુટકારો મેળવી શકો છો.

image source

1. બ્યુટી પ્રોબ્લમ- હાથ અને પગના નખ ક્યારેક ક્યારેક એટલા કડક થઇ જાય છે કે એમને કાપવા કે સરખો શેપ આપવું મુશ્કેલ થઈ જાય છે.

સોલ્યુશન- નખને સરખો શેપ આપવો હોય તો ન્હાયા પછી તરત કે પછી લાંબા સમય સુધી પાણીમાં કામ કર્યા પછી નખ કાપો, પાણીના સંપર્કમાં આવવાથી નખ નરમ અને નાજુક થઈ જાય છે, જેનાથી નખને સરખો શેપ આપવો સરળ થઈ જાય છે.

સ્માર્ટ ટીપ- બહુ વધારે સમય સુધી નખને પાણીના સંપર્કમાં ન રાખો, નહિ તો નખ જાતે જ તૂટી શકે છે.

2. બ્યુટી પ્રોબ્લમ- વેક્સિંગ પછી આપણા હાથ નરમ અને મુલાયમ દેખાય છે પણ વેક્સિંગ પછી સ્કિનમાં થતી બળતરાથી બચવું શક્ય
છે?

સોલ્યુશન- વેક્સિંગ પછી સ્કિનમાં થતી બળતરાથી બચવુ હોય તો ભૂલથી પણ પીરિયડ્સ દરમિયાન વેક્સિંગ ન કરાવો. બ્યુટી એક્સપર્ટ અનુસાર પીરિયડ્સ દરમિયાન ખાસ કરીને શરૂઆતના ત્રણ દિવસમાં સ્કિન ઘણી જ સેન્સેટિવ થઈ જાય છે, જેનાથી ન ફક્ત વેક્સિંગ દરમિયાન પણ વેક્સિંગ પછી પણ સ્કિનમાં બળતરા થાય છે.
સ્માર્ટ ટીપ- વેક્સિંગ પછી હાથમાં કોલ્ડ ક્રીમ લગાવો, બળતરાથી રાહત મળશે.

image source

3. બ્યુટી પ્રોબ્લમ-ચહેરાની સ્કિન ઘણી જ સેન્સેટિવ હોય છે એટલે ફેશિયલ પછી ચહેરો લાલ થઈ જાય છે કે પછી ચહેરા પર લાલ ચકામાં પડી જાય છે.

સોલ્યુશન- જો તમારી સાથે પણ એવું થતું હોય તો ફેશિયલ પછી તરત પોતાનો ચહેરો ઠંડા પાણીથી ધુઓ કે પછી સ્પ્રે બોટલમાં ઠંડુ પાણી ભરીને ચહેરા પર સ્પ્રે કરો, એવું કરવાથી ફેશિયલ પછી ન ચહેરો લાલ થશે અને ન તો ચહેરા પર લાલ ચકામાં પડશે .
સ્માર્ટ ટીપ- ફેશિયલ પછી ચેહરા પર બરફ લગાવવો પણ ફાયદાકારક હોય છે.

4. બ્યુટી પ્રોબ્લમ- નેલ પોલીસ લગાવવું તો ખૂબ જ સરળ છે પણ એ સુકાય ત્યાં સુધી રાહ જોવી અઘરી હોય છે.

સોલ્યુશન- એવામાં ઝટપટ નેલ પોલિશ સૂકવવા માટે નખ પર નેલ પોલિશનો પહેલો કોટ લગાવો. પછી બે મિનિટ માટે ઠંડા પાણીથી ભરેલા બાઉલમાં પોતાની આંગળીઓ ડુબાડી રાખો. પછી બીજો કોટ લગાવો. હવે કુલ ત્રણ મિનિટ માટે બાઉલમાં આંગળીઓ ડુબાડી રાખો. એવી જ રીતે નેલ પોલિશ સૂકવવા માટે તમે હેર ડ્રાયરનો પણ ઉપયોગ કરી શકો છો. હેર ડ્રાઈરનો ઉપયોગથી પણ નેલ પોલિશ ઓછા સમયમાં જલ્દી સુકાઈ જાય છે.

સ્માર્ટ ટીપ- નેલ પોલિશ સુકવતી વખતે હેર ડ્રાયર કુલ મોડ પર રાખો.

image source

5. બ્યુટી પ્રોબ્લમ- ક્યારેક ક્યારેક આપણા ફક્ત એક બે વાળ સફેદ થઈ જાય છે જેને આપણે તરત પાર્લરમાં જઈને કલર નથી કરાવી
શકતા.

સોલ્યુશન- એવામાં મસ્કરાની મદદથી ગમે તમારા આ એક બે સફેદ વાળને સરળતાથી કાળા કરી શકો છો.

સ્માર્ટ ટીપ- વાળ સફેદ હોવાની સાથે જ લાંબા પણ છે તો પહેલા એને કાતરથી કાપી લો. એનાથી વાળને રંગવામાં સરળતા થશે.

6. બ્યુટી પ્રોબ્લમ-લાંબા ઘાટા વાળને ન ફક્ત સાચવવા જ મુશ્કેલ હોય છે પણ એને સૂકવવા માટે ઘણી જ તકલીફ પડે છે.

સોલ્યુશન- વાળને સૂકવવા માટે હેર ડ્રાયરનો યુઝ કરો. પહેલા વાળના અંદરના ભાગમાં સુકવો, એ પછી બહારની તરફ હેર ડ્રાયર ફેરવો. એવી રીતે વાળ સંપૂર્ણપણે તેમજ સારી રીતે સુકાઈ જશે. ધ્યાન રાખો કે હેર ડ્રાયરને વધુ ગરમ ન થવા દો, નહિ તો તમારા વાળ રુસ્ક થઈ શકે છે.

સ્માર્ટ ટીપ- વાળને ટુવાલથી થપથપાવીને સુકવવાથી પણ વાળ જલ્દી સુકાઈ જાય છે.

7. બ્યુટી પ્રોબ્લમ- સારા એવા પાર્લરમાં જઈને હેર કટ કરાવ્યા પછી પણ ક્યારેક ક્યારેક આપણે શેપલેસ હેર કટનો શિકાર થઈ જઈએ
છીએ.

image source

સોલ્યુશન- એવામાં તમે હેર બેન્ડ, હેર કલીપ કે પછી કોઈ ખાસ એસેસરીઝ વાળમાં લગાવીને પોતાના શેપલેસ હેર કટને સરળતાથી
છુપાવી શકો છો. એવું કરવાથી લોકોની નજર તમારી એસેસરીઝ પર અટકી જશે અને ખરાબ હેર કટ પર કોઇની નજર નહીં પડે.

સ્માર્ટ ટીપ- હાઈ બન કે લો બન હેર સ્ટાઇલ પણ તમારા શેપલેસ હેર કટ છુપાવી શકો છો

8. બ્યુટી પ્રોબ્લમ- રાત્રે સૂતી વખતે ઓશિકાથી દબાઈને આપણી સ્કિન દબાયેલી દેખાય છે કે ચાદરના દબાણથી પણ લાઈનો ઉપસી
આવે છે.

સોલ્યુશન- ચહેરા પર ઉપસેલી આ લાઇન્સને દૂર કરવા માટે હુંફાળા પાણીના છાંટા ચહેરા પર મારો, પછી થોડી કોલ્ડ ક્રીમ હાથમાં લઈને પ્રભાવિત જગ્યા પર લગાવો તેમજ હળવા હાથે મસાજ કરો. એવું કરવાથી દબાયેલી સ્કિન કે સ્કિન પર ઉપસેલી લાઇન ફરી પહેલા જેવી સ્થિતિમાં આવી જશે.

સ્માર્ટ ટીપ- કોટનને બદલે સાટીનના ઓશિકાનો ઉપયોગ કરો, એનાથી ચહેરા પર નિશાન નહિ પડે.

9. બ્યુટી પ્રોબ્લમ- વધુ વાર સુધી સૂવાથી સુજી ગયેલી આંખો આપણી સુંદરતાને સંપૂર્ણપણે બગાડી નાખે છે.

image source

સોલ્યુશન- આંખોના સોજા ઓછા કરવા માટે નાની પ્લાસ્ટિક બેગમાં બરફના થોડા ટુકડા ભરો અને 10 15 મિનિટ સુધી આંખો પર મૂકી દો અને ધીમે ધીમે આંખોની આજુબાજુ ફેરવતા રહો. એવું કરવાથી આંખોના સોજા ઓછા થઈ જશે.

સ્માર્ટ ટીપ- ખુલ્લી આંખોમાં ઠંડા પાણીના છાંટા મારવાથી પણ આંખોના સોજા ઓછા થઈ જશે.

10. બ્યુટી પ્રોબ્લમ- જરૂરી નથી કે આપણી આઈબ્રોઝ હંમેશા શેપમાં જ રહે, ક્યારેક ક્યારેક આઈબ્રોઝનો શેપ બગડી પણ જાય છે. સોલ્યુશન- એવામાં હેવી આઇ મેકઅપ બગડેલી આઈબ્રોઝ છુપાવવાનું કામ કરી શકે છે. એવું કરવાથી એટ્રેકટિવ આઈ મેકઅપ પર લોકોની નજર અટકી જશે અને શેપલેસ આઈબ્રોઝ તરફ કોઈનું ધ્યાન નહિ પડે.

સ્માર્ટ ટીપ- પાતળી આઈબ્રોઝને આઈબ્રો પેન્સિલ દ્વારા પણ તમે કુલર લુક આપી શકો છો.

Exit mobile version