આનંદો: હવે IRCTCની વેબસાઇટ પરથી બસથી લઇને બીજી આટલી બધી ટિકિટો પણ કરાવી શકશો બુક, બસ ફોલો કરો આ સ્ટેપ્સ

ભારતીય નાગરિક હવે આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી બસની ટિકિટ પણ બુક કરાવી શકશે. આઈઆરસીટીસીએ યાત્રીઓ માટે ઓનલાઈન બસ બુકિંગ સેવા શરુ કરી છે. અત્યાર સુધી મુસાફરો વેબસાઈટ પરથી ટ્રેન સિવાય ફ્લાઈટની ટિકિટ બુક કરાવી શકતા હતા પરંતુ હવે બસની ટિકિટ પણ બુક કરાવી શકશે. એટલે કે હવે લોકો એક જ વેબસાઈટ પરથી ટ્રેન, ફ્લાઈટ અને બસની પણ ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકે છે.

image source

આઈઆરસીટીસી દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર ઓનલાઈન બસ બુકિંગ સર્વિસનું ઈંટીગ્રેશન આઈઆરસીટીસીની મોબાઈલ એપ પર માર્ચના પહેલા સપ્તાહમાં થવાની આશા છે. આ સુવિધા શરુ થવાથી યાત્રીઓ મોબાઈલ એપની મદદથી બસ ટિકિટ પણ બુક કરાવી શકશે.

image source

આઈઆરસીટીસીનું કહેવું છે કે આ નવી સુવિધાથી યાત્રીઓ માટે લાસ્ટ માઈલ કનેક્ટિવિટી વધુ સારી થઈ જશે. જેઓ પહેલાથી આ એપ વડે રેલ્વે અને ફ્લાઈટ ટિકિટ બુક કરાવતા હતા. આ અંગે જણાવવામાં આવ્યું છે કે બસ ટિકિટ બુકીંગ માટે નવી માઈક્રોસોફ્ટ વેબસાઈટ www.bus.irctc.co.in શરુ કરવામાં આવી છે. યાત્રી અહીંથી ઘરે બેઠાં બેઠા પોતાની પસંદની બસમાં પોતાની મનપસંદ સીટ બુક કરાવવાથી લઈ અન્ય સુવિધાઓનું બુકીંગ પણ કરાવી શકે છે. આઈઆરસીટીસીએ ઓનલાઈન બસ ટિકિટ બુકીંગ સર્વિસ પુરી પાડવા માટે 22 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોને કવર કરનાર 50,000થી વધુ રાજ્ય રસ્તા પરિવહન અને પ્રાઈવેટ બસ ઓપરેટર્સ સાથે ભાગીદારી કરી છે.

image source

યાત્રીઓ માટે બસનો રુટ, સુવિધા, રિવ્યૂ, રેટિંગ અને તસવીરો ઉપલબ્ધ હશે. જેના આધારે યાત્રીઓ પોતાની પસંદની બસને બુક કરાવી શકશે. યાત્રી બસમાં યાત્રા કરવા માટે પિક અપ અને ડ્રોપ પોઈંટ તેમજ ટાઈમિંગને પણ પસંદ કરી શકે છે અને ઉચિત ભાવમાં બસ ટિકિટ બુક કરાવી શકશે. આઈઆરસીટીસી ઓનલાઈન બસ ટિકિટ બુકીંગ પર બેંકો અને ઈ-વોલેટ વડે ડિસ્કાઉંટ પણ ઉપલબ્ધ રહેશે. હવે તમારા મનમાં જો પ્રશ્ન હોય કે બુકીંગ કેવી રીતે કરવું તો તેના સ્ટેપ્સ વિશે પણ જાણી લો.

image source

1. સૌથી પહેલા વેબસાઈટ પર જાઓ. અહીં તમારી યાત્રા ક્યાંથી શરુ કરવાની છે અને ક્યાં પુરી તે જગ્યાના નામ ઉમેરો. યાત્રાની તારીખ પસંદ કરો. ત્યારબાદ તમારી સામે આવશે તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટેની બસના વિકલ્પો. તેમાંથી તમારી ઈચ્છા અનુસાર બસ પસંદ કરો. તેમાં તમે ટિકિટની કીમત અને કેટલી સીટ બાકી છે તે પણ જોઈ શકશો. યાત્રી અહીં સીટર, સ્લીપર, એસી, નોન એસી બસ સિલેક્ટ કરી શકે છે. સીટના સીલેકશન પછી પ્રોસીડ ટુ બુક પર ક્લિક કરો. અહીં તમને લોગઈન કરવાનું કહેવામાં આવશે. લોગઈન કર્યા બાદ ટિકિટનું પેમેન્ટ કરવાની પ્રોસેસ પુરી કરો અને બસ તમારી બસની ટિકિટ બુક થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત