તમે પણ રાખો છોને બેન્કના લોકરમાં કિંમતી સામાન? તો જરૂર જાણી લો આ વાતો, નહિં તો પાછળથી આવશે રોવાનો વારો

અત્યારના સમયને ધ્યાનમાં રાખતા મોટાભાગની વ્યક્તિઓ પોતાના કીમતી સામાનને ઘરમાં રાખવાને બદલે બેંક લોકરમાં રાખવાનું વધારે
પસંદ કરવા લાગ્યા છે. ત્યારે મોટાભાગની બેંકની શાખાઓ (Bank Branches) ખાતાધારકોને તેમના કીમતી સામાન જ્વેલરી, અગત્યના
દસ્તાવેજ જેવી વસ્તુઓને સુરક્ષિત રાખવા માટે સલામત ડીપોઝીટ લોકર (Safe Deposite Locker) ની સર્વિસ ઉપલબ્ધ કરાવે છે. બેન્કિંગ સિસ્ટમમાં, આ લોકર (Locker) એવી સુવિધા છે જેનો ઉપયોગ મોટાભાગના મધ્યમ વર્ગના પરિવાર દ્વારા કરવામાં આવે છે. ઘણા
બધા વ્યક્તિઓ પોતાની કીમતી વસ્તુઓ જેવી કે, દાગીના, અગત્યના દસ્તાવેજોને સુરક્ષિત જગ્યાએ રાખવા માટે બેંકમાં લોકર લેતા હોય છે.

સરકારી અને ખાનગી બેંકોમાં લોકર સુવિધા ઉપલબ્ધ છે.

image source

અત્યારના સમયમાં સરકારી અને ખાનગી બેંક એમ બંને બેંક પોતાના ખાતાધારકોને લોકરની ફેસીલીટી ઉપલબ્ધ કરાવે છે. આપે લોકર
ખોલાવતા પહેલા એ બેંકની બ્રાંચમાં જવું જ્યાં આપનું સેવિંગ એકાઉન્ટ ધરાવતા હોવ. જો કે, આપ બેંકની કોઇપણ શાખામાં જઈને સંપર્ક
કરી શકો છો. જો કે, બેંકની પાસે સીમિત સંખ્યામાં લોકર ઉપલબ્ધ હોવાના લીધે બેંકો પણ સહેલાઈથી લોકર ખાતા ખોલી દેવામાં આવતી
નથી. જયારે ઘણી બધી બેંકો દ્વારા સ્પષ્ટપણે ઈન્કાર કરી દેવામાં આવે છે. જયારે કેટલીક બેંકો દ્વારા વેઈટિંગ વિષે જણાવવામાં આવે છે
અને આવી સ્થિતિ મોટાભાગે જાહેર ક્ષેત્રની બેન્કોમાં થાય છે.

બેંક લોકરની સુવિધા કોણ મેળવી શકે છે?

image source

સામાન્ય રીતે બેંક પોતાના વર્તમાન સમયના ગ્રાહકોને લોકર સુવિધા ઉપલબ્ધ કરાવે છે. પણ જો આપ બેંકની શાખામાં સેવિંગ એકાઉન્ટ
ખોલાવ્યા વગર લોકરની સુવિધા ઈચ્છો છો તો એના માટે આપે તે બેંકમાં બેંક દ્વારા નક્કી કરવામાં વેલ રકમની ફિક્સ ડીપોઝીટ (FD)
કરાવવાની રહેશે. FD કરાવવાની રકમ બેંક અને આપને જરૂરિયાતના બેંક લોકરની સાઈઝ પર આધાર રાખે છે. આ સાથે જ એફડીની રકમ પણ બેંક પ્રમાણે અલગ અલગ હોય છે.

આપે લોકર મેળવવા માટે શું કરવાનું રહેશે?

image source

આપે લોકરની સુવિધા આપની નજીકમાં આવેલ બેંકની બ્રાંચમાં લેવાનું હિતાવહ રહે છે. જ્યાં આપનું સેવિંગ એકાઉન્ટ હોય છે. હાલની
સ્થિતિને ધ્યાનમાં રાખતા બેંક લોકરની માંગ વધી જવાના લીધે બેંકમાં લોકર મેળવવા માટે આપે બેંકને અરજી કરવાની રહે છે. જો બેંકમાં
લોકર ઉપલબ્ધ હોય છે તો બેંક અને લોકર લેનાર વ્યક્તિની વચ્ચે ભાડા કરાર કરવામાં આવે છે આ ભાડા કરારમાં બેંક અને ગ્રાહકોની વચ્ચે
કેટલાક નિયમો અને શરતો વિષે જણાવવામાં આવે છે અને કરાર કરવામાં આવે છે.

Maintenance માટે આપે શું કરવાનું રહેશે?

image source

તમામ બેંક ખાતાધારકને લોકરની સુવિધા પૂરી પાડવા માટે દર મહીને એક નિશ્ચિત રકમ ભાડા તરીકે વસુલ કરે છે. પ્રત્યેક બેંકની ભાડાનો દર અલગ અલગ હોઈ શકે છે. જયારે ખાતાધારક બેંકમાં લોકર લે છે તે સમયે જ બેંક અને ખાતાધારકની વચ્ચે ભાડા સહિત તમામ અન્ય
બાબતો પણ નક્કી કરી લેવામાં આવે છે કે, લોકરનું ભાડું પ્રતિ માસ કેટલું આપવાનું રહેશે. લોકરના ભાડાની રકમ લોકરના કદ અને કઈ
જગ્યાએ લો છો તેની પર આધાર રાખે છે. મોટા કદના લોકરની સુવિધા પ્રાપ્ત કરવા માટે આપે વધારે ફી ચુકવવાની રહે છે. આ સાથે જ
ખાતાધારકે પોતાના એકાઉન્ટમાં પુરતું બેલેન્સ જાળવી રાખવાની જરૂરિયાત રહેશે જેથી કરીને ડાયરેક્ટ વાર્ષિક ભાડું ડેબિટ કાર્ડની મદદથી ભરી દેવામાં આવે. સરકારી બેંક દ્વારા એક લોકર માટે વાર્ષિક ભાડા તરીકે ૧૦૦૦ રૂપિયાથી લઈને ૭૦૦૦ રૂપિયા સુધીની ફી લેવામાં આવે છે. જયારે ખાનગી બેંક દ્વારા લોકરના વાર્ષિક ભાડા તરીકે રૂ. ૩૦૦૦થી લઈને રૂ. ૨૦૦૦૦ સુધીની ફી વસુલવામાં આવે છે. બેંક મુજબ તેની ફી વધારે કે પછી ઓછી હોઈ શકે છે.

૧૮ વર્ષ કરતા વધારે વય ધરાવતી વ્યક્તિઓ લોકર લઈ શકે છે.

image source

બેંકમાં લોકર મેળવવા માટે આપની ઉમર ૧૮ વર્ષ કરતા વધારે હોવી જરૂરી છે એટલું જ નહી, કેટલીક બેંક આપને તેમની બેંકમાં સેવિંગ
એકાઉન્ટ ખોલાવવાનું પણ કહી શકે છે. આપે આપની આવશ્યકતા મુજબ લોકરને પસંદ કરવાનું રહે છે. આની સાથે જ આપે લોકર લેવા
માટે નોમિનેશન કે પછી જોઈન્ટ ઓનરશિપ હોવી ફરજીયાત છે. આપે એકવાર નોમિની બનાવી દીધા પછી પણ આપ આપના નોમિનીને
બદલી શકો છો. ખાતાધારક વ્યક્તિના મૃત્યુ થઈ ગયા પછી જે નોમિની હોય છે તે વ્યક્તિને ખાતાધારકનું મૃત્યુનું પ્રમાણપત્ર અને ઓળખ
અક્ર્દ જમા કરાવીને લોકર ખોલવાનો હક પ્રાપ્ત કરી શકે છે.

બેંકમાં લોકર લેતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખવું.

જો લોકરમાં આપની કીમતી વસ્તુઓ હોય તો આપે ખાતરી કરી લેવી જોઈએ કે, બેંકમાં એલાર્મ સિસ્ટમ, લોખંડના દરવાજા ધરાવતો રૂમ,
સીસીટીવીની મદદથી ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ સહિત તમામ સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા છે કે નહી તે જાણી લેવું. આ વાત પણ મહત્વની
છે કે, આપે સમયે સમયે આપના બેંક લોકરની તપાસ કરતા રહેવું. બેંક લોકરનું સંચાલન કરવા માટે આપની પાસે બે ચાવી હોય છે જેમાંથી
એક ચાવી બેંક પોતાની પાસે રાખે છે જયારે બીજી ચાવી લોકરના માલિકને આપવામાં આવે છે. આપની ગેરહાજરીમાં બેંક નહી તો લોકરને
ખોલી શકે છે અને નહી જ અન્ય કોઈને આપનું લોકર ખોલવાની મંજુરી આપી શકે છે. આપને જણાવીએ કે, બેંક પાસે હોય તે ચાવી અને
લોકરના માલિક પાસે હોય તે બંને ચાવી લગાવી દીધા પછી જ લોકર ખુલી શકે છે. એનો મતલબ એવો થાય છે કે, ગ્રાહક જયારે પણ પોતાનું લોકર ખોલવા ઈચ્છે છે ત્યારે તેણે બેંકની શાખાને જાણ કરવાની જરૂરિયાત પડશે.

image source

બેંકની સાથે આપે જાતે પણ લોકરની સુરક્ષા માટે પણ સાવધાન રહેવાની જરૂરિયાત છે. નિષ્ણાતોના મત મુજબ બેંકના લોકરમાં મુકવામાં
આવેલ તમામ સામાનની એક નકલ આપે ઘરમાં અને લોકરમાં પણ મૂકી દેવી જોઈએ. આની સાથે આપે બેંકના લોકરમાં જરૂરી દસ્તાવેજોને લેમિનેશન કરાવી લીધા પછી જ મુકવા જોઈએ. આપ જયારે બેંકમાં લોકર ખોલવા માટે જાવ છો તો આપે આપની આજુબાજુ કોઈ અન્ય વ્યક્તિ ના હોય તેનું ધ્યાન રાખવું તેમજ આપે કેટલીવાર લોકર ખોલ્યું છે તેના વિશેની વિગતો પણ રાખવી તેમજ આપે બેંકના લોકર રૂમને છોડતા પહેલા ખાતરી કરી લેવી જોઈએ કે, આપે આપનું લોકર બરાબર રીતે બંધ કર્યું છે કે નહી. નિષ્ણાતોના મત મુજબ, આપે બેંકમાં લીધેલ લોકરને વર્ષ દરમિયાન ઓછામાં ઓછું એકવાર જરૂરથી ખોલવા માટે જવું જોઈએ. ભારતીય રીઝર્વ બેંક દ્વારા તમામ બેંકને સત્તા આપી દેવામાં આવી છે કે, જો એક વર્ષ માટે હાઈ રિસ્ક ધરાવતા લોકરને એક વર્ષ દરમિયાન ખોલવામાં ના આવે તો બેંક પોતે જ તે લોકરને તોડીને ખોલી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!