Site icon News Gujarat

તમે પણ વજન ઘટાડવા માટે ભૂખ્યા રહેતા હોય તો હવે ના રહેતા, આ 5 ટિપ્સથી મેદસ્વિતા થઈ જશે છુમંતર

સામાન્ય રીતે દરેક લોકોની એવી આશા હોય કે ફિટ દેખાઈ. કોઈને વધતું વજન અને વધતું શરીર પસંદ નથી આવતું. માટે જ લોકો સવારમાં વોકિંગ અને જમાવામાં ડાઈટિંગ કરતા નજરે પડે છે. પણ જો તમારે પણ એ મુસીબત થઈ ગઈ હોય અને તમે વજન ઘટાડવા માગો છો અને તેના માટે તમારે ભૂખ મારવાની કંઈ જરૂર નથી. કારણ કે એક સરળ ઉપાય છે કે તમે કેલરી ઓછી કરીને પણ વજન ઘટાડી શકો છો અને ફિટ રહી શકો છો. વાત કરીએ તો હાલમાં જ હેલ્થ લાઈન જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે, દરરોજ જેટલી કેલરી લેતાં હોઈએ તેમાંથી 500 કેલરી એક અઠવાડિયાં સુધી ઓછી કરવાથી 400 ગ્રામ વજન ઘટાડી શકાય છે. હવે આ રિપોર્ટ સામે આવતાની સાથે જ લોક આ ટિપ્સ ફોલો કરી રહ્યા છે અને પોતાની મુશ્કેલીમાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ કરે છે.

image source

વિગતે વાત કરીએ તો આહારમાં સિઝનલ લીલા શાકભાજીનો સમાવેશ કરો. વધુ ફેટવાળું દૂધ, માખણ અને પનીરનું સેવન કરવાનું ટાળો. જો તમે વજન ઘટાડવા માગો છો તો આ વાતો પર ધ્યાન આપો અને સરળતાથી શરીરને તંદુરસ્ત રાખી શકશો. આ સિવાય ઘણાં રિસર્ચમાં તો એ વાત સાબિત થઈ ચૂકી છે કે પાણીથી તમારું વજન કન્ટ્રોલ કરી શકાય છે. બીજા એક પબમેડ સેન્ટ્રલમાં પબ્લિશ થયેલાં રિસર્ચ પ્રમાણે, પ્રોટીન મેટાબોલિક રેટ વધારવાની સાથે ભૂખ પણ ઓછી કરે છે. એટલે કે પ્રોટીન લેવાથી પાચન શક્તિ વધારે સક્રિય બને છે. આમ પ્રોટીનની મદદથી અન્ય પાચનને લગતી સમસ્યાનું પણ સમાધાન મળે છે.

image source

નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસીનમાં પબ્લિશ થયેલાં રિસર્ચ ડેટા પણ એવું કહે છે કે દરરોજ આશરે 2 લિટર પાણી પીવાથી વધારાની 96 કેલરીનો નાશ કરી શકાય છે.

લિક્વિડના રૂપે લેવામાં આવતી કેલરીને સરળતાથી મગજ ઓળખી શકતું નથી એવી વાત વૈજ્ઞાનિકોએ કરી હતી અને આ સિવાય તેઓનું કહેવું છે કે સોડા, જ્યુસ, ચોકલેટ, મિલ્ક અને બીજા વધારે સુગરવાળા પીણાંથી શરીરમાં વધારે કેલરી જમા થાય છે. જો સરખી રીતે આ વાતનું ધ્યાન રાખવામાં આવે તો પણ વજન ઘટાડી શકાય છે. સામાન્ય રીતે ડોક્ટરોની સલાહ એવી હોય છે કે, મહિલાઓએ 2000 અને પુરુષોએ 2600 કેલરીનું માપદંડ ધ્યાનમાં લેવું જોઈએ.

image source

પણ તમારા માટે ફાયદાની એક વાત એ પણ છે કે જો મેદસ્વિતા સાથે જોડાયેલી આ 5 વાતો તમને ખબર હશે તો તમને આ કામ કરવામાં સરળતા રહેશે. તો આવો જાણી લઈએ કે શું છે આ 5 વાતો.

image source

પહેલા વાત કરીએ આહારની તો નાસ્તામાં ફણગાવેલાં અનાજ ખાઓ. એટલે કે મગ, ચણા અને સોયાબીનનું સેવન વધુ કરો. આ કરવાથી તેમાં રહેલા પોષક તત્ત્વોનું શરીરમાં પ્રમાણ વધે છે. પછી વાત કરીએ વજન વધવાની તો
માત્ર વજન વધવું તેને જ મેદસ્વિતા ના કહી શકાય. આ મુદ્દા પર જસલોક હોસ્પિટલના કન્સ્ટલટન્ટ બેરિયાટ્રિક સર્જન ડૉ. સંજય બોરુડેના જણાવ્યા પ્રમાણે, મેદસ્વિતા ત્રણ રીતે ચેક કરી શકાય. જેમાં પ્રથમ રીતમાં શરીરમાં ફેટ, મસલ્સ, હાડકાં અને બોડીમાં હાજર પાણીનું વજન માપવામાં આવે છે. બીજું બોડી માસ ઇન્ડેક્સ. ત્રીજી રીતમાં નિતંબ અને કમરનું કદ જોવામાં આવે છે.

image source

પછીના ઉપાય વિશે વાત કરતાં જાણવા મળે છે કે દરરોજ 30 મિનિટનું વોકિંગ, સીડી ચઢવી, રાત્રે હળવો ખોરાક લેવો અને ઘરના કામ કરીને પણ મેદસ્વિતા સરળતાથી ઘટાડી શકાય છે. જો ચેના કારણો વિશે પણ વાત કરીએ તો મેદસ્વિતા બે કારણોસર વધે છે. પહેલું જિનેટિકલી એટલે કે ફેમિલી હિસ્ટ્રીમાંથી મળતી મેદસ્વિતા છે. બીજું, બાહ્ય કારણોને લીધે વધતી મેદસ્વિતા છે. ઉદાહરણ તરીકે, એવો ખોરાક વધુ લેવો જે તળેલો હોય અથવા વધારે કેલરીયુક્ત હોય. જેમ કે, ફાસ્ટ અને જંક ફૂડ.

image source

મેદસ્વિતા વિશે જો સાદી ભાષામાં વાત કરીએ તો મોટાભાગના રોગોનો પાયો છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સાંધાનો દુખાવો અને કેન્સરનું કારણ ચરબી છે. ફેટ જ્યારે વધે છે તો એ શરીરના દરેક ભાગમાં વધે છે. તેથી, શરીરના દરેક અવયવો તેનાથી પ્રભાવિત થાય છે. આ સિવાય એક વાત કરીએ તો અમેરિકામાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનાં જણાવ્યા પ્રમાણે વાત કરીએ તો 26-50 વર્ષની એવરેજ એક્ટિવ મહિલાને વજન મેન્ટેન કરવા એવરેજ રોજ 2000 કેલરીની જરૂર પડે છે. જ્યારે એક એવરેજ એક્ટિવ 26-45 વર્ષના પુરુષને આશરે રોજ 2600 કેલરી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Exit mobile version