Site icon News Gujarat

બાળકોને ખરાબ નજરથી બચાવવા માટે કાળું ટપકું લગાવવા પાછળ આ છે માન્યતા, શું તમે જાણો છો આ વિશે?

મોટાભાગના લોકો નાના બાળકોને ખરાબ નજરથી બચાવવા માટે એમના માથા પર કે પછી કાન પાછળ કે પછી હથેળી કે પગના તળિયે કાળું ટપકું કરે છે. આ અંગે પ્રશ્ન એ ઉભો થાય કે, શુ ખરેખર કોઈની ખરાબ નજર લાગે છે? શું ખરેખર ખરાબ નજર જેવું કંઈ હોય છે?

image source

થોડા સમય પહેલા સારા અલી ખાન પોતાના ભાઈ ઇબ્રાહિમ અલી ખાન સાથે એક મેગેઝીન માટે શૂટ કરી રહી હતી. શૂટિંગ દરમિયાન સારા અલી ખાન અને એમના ભાઈ ઇબ્રાહિમ અલી ખાન સાથે એમની માતા અમૃતા સિંહ પણ ત્યાં હાજર હતી. સારા અલી ખાન અને એમના ભાઈ ઇબ્રાહિમ અલી ખાને શૂટિંગ માટે સફેદ રંગના કપડાં પહેર્યા હતા અને સારા અલી ખાન આ સફેદ કપડામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. એવામાં માતા અમૃતા સિંહે પોતાની દીકરી સારા અલી ખાનને ખરાબ નજરથી બચાવવા માટે કાળું ટપકું લગાવ્યું હતું. સારા અલી ખાન, ઇબ્રાહિમ અલી ખાન અને એમની માતા અમૃતા સિંહનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.

image source

એવામાં સવાલ એ ઉભો થાય છે કે શું ખરેખર ખરાબ નજર લાગે છે? ખરાબ નજરથી બચવા માટે કાળું ટપકું કેમ લગાવવામાં આવે છે? ખરાબ નજરથી બચવા માટે કાળું ટપકું લગાવવાની માન્યતા અને હકીકત વિશે આજે અમે તમને જણાવીશું.

બાળકોને ખરાબ નજરથી બચાવવા માટે કાળું ટપકું લગાવવા પાછળ આ છે માન્યતા.

image source

તમે ઘણીવાર એ અનુભવ્યું હશે કે જ્યારે આપણે કોઈ વ્યક્તિને મળીએ છીએ તો એને મળતી વખતે કે એની સાથે વાત કરતી વખતે કાં તો આપણે સારું અનુભવીએ છીએ કે પછી કઈ જ નથી અનુભવતા કે પછી ખૂબ જ ખરાબ અનુભવીએ છીએ. જે લોકોને મળીને આપણને ખિન્નતા અને ભારેપણું લાગતું હોય એને આપના વડીલો નજર લાગવી કહે છે.કાળો રંગ નકારાત્મક ઉર્જાને પોતાની અંદર સમાવી લે છે. જેના કારણે આપણે નકારાત્મકતાથી બચી જઈએ છીએ અને આ નકારાત્મક ઉર્જાને આપણાથી દૂર રાખવા માટે જ આપણા વડીલો આપણને કાળું ટપકું કે પછી કાળો દોરો બાંધવાની સલાહ આપે છે. અને એટલે જ દરેક માતા પોતાના બાળકને ખરાબ નજરથી બચાવવા એના કપાળ પર કે પછી કાન પાછળ કાળું ટપકું કરે છે.

image source

તમે પણ જોઈ લો સારા અલી ખાન, ઇબ્રાહિમ અલી ખાન અને એમની માતા અમૃતા સિંહનો આ ફોટો જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version