તમે પણ કિસાન યોજનાના સહભાગી છો તો કરી લો આ કામ, નહીં અટકે તમારો હપ્તો

સરકારની સૌથી મહાત્વાકાંક્ષી યોજના PM Kisan Samman Nidhiના આધારે મોદી સરકાર એપ્રિલ – જુલાઈનો 2000 રૂપિયાનો હપ્તો એટલે કે 10,34,32,471 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાવી ચૂકી છે. અત્યાર સુધી આ યોજનાના આધારે 2000 રૂપિયાના 8 હ્પ્તા ખેડૂતોના ખાતામાં પહોંચી ચૂક્યા છે. પરંતુ અનેક ખેડૂતો એવા છે જેમને હજુ સુધી એક પણ હપ્તો મળ્યો નથી. તેઓએ આ માટે અરજી પણ કરી દીદી છે. જો કો કૃષિ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને મોકલાયેલી કેટલીક અરજીમાંની PFMS દ્વારા ફંડ ટ્રાન્સફર સમયે અનેક ભૂલો હોવાના કારણે અટકાવી દેવામાં આવી છે. જેનાથી હપ્તાની રકમ ટ્રાન્સફર થઈ રહી નથી.

અરજીમાં થઈ છે ભૂલો

image source

આ અરજીમાં ખેડૂતનું નામ અંગ્રેજીમાં હોવું જરૂરી છે. આ માટે ખેડૂતનું નામ અરજીમાં હિન્દીમાં છે તે તમામ લોકો પોતાની ભૂલ સુધારે. નહીં તો તેમને આ યોજનાનો લાભ મળશે નહીં.

અરજીમાં અરજદારનું નામ અને બેંક એકાઉન્ટમાં નામ એકસરખું હોવું જોઈએ. જો આવું ન હોય તો તમે બેંક શાખામાં જઈને બેંકમાં નામ આધાર અને અરજીમાં અપાયેલા અનુસાક કરાવી લો.

બેંકના આઈએફએસસી કોડને લખવામાં ભૂલ થઈ હશે તો પણ તમારી અરજી માન્ય રહેશે નહીં.

બેંક એકાઉન્ટ નંબર પણ સાચો હોવો જરૂરી છે.

image source

ખેડૂત પોતાનું એડ્રેસ સાચી રીતે ચેક કરીને આવે કેમકે ગામનું નામ લખવામાં ભૂલ થશે તો તે પણ માન્ય રહેશે નહીં.

આ પ્રકારની કોઈ પણ ભૂલ તમે તમારી અરજીમાં કરી છે તો તેમાં સુધારો જરૂરી છે. નહીં તો તમારા ખાતામાં રૂપિયા આવશે નહીં. આ ભૂલોમાં સુધારો કરવા માટે તમે તેની ખરાઈ કરાવો તે જરૂરી છે. આધાર ખરાઈ માટે ખેડૂતે નજીકના સીએસસી/ વસુધા કેન્દ્ર/ સહજ કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે.

ઓનલાઈન પણ સુધારી શકાય છે ફોર્મમાં કરેલી ભૂલો

image source

આ માટે તમારે pmkisan.gov.in પર એટલે કે પીએમ કિસાન યોજનાની વેબસાઈટ પર લોગઈન કરવાનું રહે છે.

હવે તમે ઉપરની તરફ એક લિંક ફોર્મર્સ કોર્નર જોશો. તેની પર ક્લિક કરો.

હવે તમને આધાર ક્રેડિટની એક લિંક દેખાશે. તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે.

આ પછી તમારી સામે એક પેજ ખૂલશે. તેની પર તમે આધાર નંબરને કરેક્ટ કરી શકો છો.

image source

આ સિવાય ખાતા સંખ્યા ખોટી ભરી છે તો તમે તમારા ખાતા સંખ્યામાં કોઈ પરિવર્તન ઈચ્છો છો તો તમે કૃષિ વિભાગમાં લેખપાલનો સંપર્ક કરી શકો છો. તેમની પાસે યોગ્ય ડોક્યુમેન્ટ કે પાસબુક સાથે લઈ જઈને તમે તેને સુધરાવી શકો છો.

તો હવેથી જો તમે પણ PM Kisan Samman Yojanaમાં એપ્લાય કર્યું હોવા છતાં કોઈ હપ્તો મેળવી રહ્યા નથી તો તમે પહેલા તમારું ફોર્મ અને તેમાં કોઈ ભૂલ છે કે નહીં તે ચેક કરો. જો તમે આ કામ જાતે ન કરી શકતા હોવ તો અન્ય કોઈની મદદ લો અને ભૂલોને સુધારીને ફરીથી એપ્લાય કરો. આ કામ કર્યા બાદ તમને PM Kisan Samman Yojanaના હપ્તા મળવાનું શરૂ થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!