વીડિયો જોઈને તમારા પેટનું પાણી હલી જશે, અપહરણ થયેલ દીકરીની શોધ માટે પોલીસે માતા પાસે કરી આવી માગણી

ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક અપંગ મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેણે સ્થાનિક પોલીસની ગાડીમાં 10 થી 15 હજાર રૂપિયાનું ડીઝલ નાંખી દીધુંલ હતું કે જેથી તેની અપહરણ કરાયેલી દીકરીને પોલીસ શોધે, કે જેનું અપહરણ ગયા મહિને જ સગા વ્હાલાએ કર્યું હતું. બૈસાખીની મદદથી ચાલતી એક મહિલા સોમવારે તે પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ લઈને કાનપુર પોલીસ વડા પાસે પહોંચી હતી. કમિશનર કચેરીની બહાર સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં ગુડિયા નામની વિધવાએ જણાવ્યું હતું કે તેણે ગયા મહિને પુત્રીના ગાયબ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસ તેમની મદદ કરી રહી નથી.

image source

મહિલાએ કહ્યું કે પોલીસ કહેતા રહે છે કે અમે શોધી રહ્યા છીએ. ઘણી વાર તેઓએ મારું અપમાન કર્યું, મારી દીકરીના ચરિત્ર પર પણ સવાલ કર્યા અને કહ્યું કે તે તેની ભૂલ હશે. પોલીસવાળાઓ કહે છે કે, અમારી ગાડીમાં ડીઝલ પુરાવી દો અમે તમારી પુત્રીને શોધવા જઈશું. તેમજ પીડિત મહિલાએ કહ્યું, ‘ઘણી વખત તેઓ કહે છે કે અહીથી જતી રે. મેં પોલીસને લાંચ આપી નથી, હું જૂઠ બોલીશ નહીં. પરંતુ હા, મે તેમની ગાડીઓમાં ડીઝલ ભરાવ્યું છે. મેં તેમને 3-4 વખત પૈસા આપ્યા છે. તે પોલીસ ચોકી પર બે પોલીસકર્મીઓ છે. તેમાંથી એક મને મદદ કરી રહ્યો છે, અને બીજો નથી કરી રહ્યો.

image source

તેણે કહ્યું કે ડીઝલ માટેની રકમની વ્યવસ્થા કરવા માટે તેણે કોઈ સબંધી પાસેથી પૈસા ઉધાર લીધા હતા. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું, ‘મેં પોલીસ વડાને કહ્યું હતું કે મેં ડીઝલ માટે 10-15 હજાર રૂપિયાની વ્યવસ્થા કરી છે. પણ હવે બાકીના પૈસા ક્યાંથી આપવા. મહિલાનો વીડિયો વાયરલ થયા પછી કાનપુર પોલીસે ટ્વિટ કર્યું છે કે સંબંધિત પોલીસ ચોકીનો હવાલો હટાવવામાં આવ્યો છે અને આ કેસની તપાસ માટે વિભાગીય તપાસના આદેશ અપાયા છે. પોલીસના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં એક વૃદ્ધ મહિલા પોલીસ સ્ટેશનને કમિશનર કચેરીમાં લાવતા બતાવવામાં આવી છે. ટ્વીટમાં જણાવાયું છે કે મહિલાની પુત્રીને શોધવા માટે ચાર ટીમો બનાવવામાં આવી છે.

કાનપુરના વરિષ્ઠ પોલીસ અધિકારી બ્રજેશકુમાર શ્રીવાસ્તવે મીડિયાને જણાવ્યું, ‘અમે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું છે. મહિલા દ્વારા કરાયેલા તમામ આરોપોની તપાસ કરવામાં આવશે અને જો કોઈ દોષી સાબિત થશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત