Site icon News Gujarat

અનેક રહસ્યોથી ભરેલુ છે આ હિલ સ્ટેશન, અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો રોકાયા હતા અહીં

ચીખલદરા હિલ સ્ટેશન મહારાષ્ટ્રના વિદર્ભમાં આવેલું છે. તે મેલઘાટ ટાઇગર રિઝર્વની નજીક આવેલુ છે અને સાથે તે બૃહદ સાતપુડા પર્વતમાળાઓનો જ એક ભાગ છે. એવું માનવામાં આવે છે કે મહાભારત દરમિયાન પાંડવોએ અજ્ઞાત દરમિયાન થોડો સમય અહીં વિતાવ્યો હતો અને આ જ અજ્ઞાતવાસના સમયગાળા દરમિયાન મહાભારતના કીચક નામના પાત્રએ દ્રૌપદી સાથે દુર્વ્યવહાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના પર ભીમ ગુસ્સે થયો હતો અને તેણે કીચકની હત્યા કરી તેને આ જ ખાઈમાં ફેંકી દીધો હતો. અહીં આવનારા પર્યટકોને મહાભારત સાથે જોડાયેલી ઘણી રસપ્રદ માહિતી પણ મળે છે.

image source

ચીખલદરા હિલ સ્ટેશન: ચીખલદરા હિલ સ્ટેશન તેની મનોહર સુંદરતા તેમજ પૌરાણિક સ્થળો માટે પણ પ્રખ્યાત છે. પૌરાણિક સમયમાં ચિખલદરા વિરાટ નગર તરીકે પણ જાણીતું હતું. અજ્ઞાતવાસ દરમિયાન અહીંયાના રાજા વિરાટની રાણી સુદેષ્ણાએ દ્રોપદી અને પાંડવોને પોતાના મહેલમાં કામે રાખ્યા હતા. કીચક રાણી સુદેષ્ણાનો ભાઈ હતો, જેમણે દ્રૌપદી સાથે અનૈતિક વ્યવહાર કરવાનો પ્રયાસ કર્યો હતો. કીચકના વધ બાદ આ સ્થળનું નામ ચીખલદરા રાખવામાં આવ્યું હતું. આજે પણ આ ખાઈ મહાભારત કાળની સાક્ષી છે, પ્રવાસીઓને તે સમયની નિશાનીઓ હજુ પણ અહીં મળે છે.

image source

ચીખલદરાની સુંદરતા શું છે ? ચીખલદરા સુંદર મનોહર દ્રશ્યો તેમજ સુંદર સરોવરો, પ્રાચીન કિલ્લા અને વન્યપ્રાણી સૃષ્ટિ માટે પ્રખ્યાત છે. પ્રવાસીઓ વરસાદની ઋતુમાં અહીં ઉંડી અને ખાડીખીણમાં અનેક ધોધને આકાર પામતા જોઈ શકે છે. આ સીઝનમાં, ચીખલદરા પ્રકૃતિપ્રેમીઓ માટે સ્વર્ગથી કંઇ ઓછું નથી હોતું.

image source

ચીખલદરાની વિશેષતા: આ હિલ સ્ટેશનની શોધ 1823 માં હૈદરાબાદ રેજિમેન્ટના કેપ્ટન રોબિન્સન દ્વારા કરવામાં આવી હતી. બ્રિટિશ લોકોએ તેને ‘કોફી પ્લાન્ટેશન’ અને આરોગ્ય લાભો મેળવવા માટે આ સ્થળ વિકસાવ્યું હતું. ચીખલદારા તેના મનોહર દ્રશ્યો, વન્યપ્રાણી અભયારણ્ય અને ઐતિહાસિક કિલ્લા માટે પ્રખ્યાત છે.

આસ્થા અને આકર્ષણનું કેન્દ્ર ભીમકુંડ: અહીં ભીમકુંડ આવેલ છે જેનુ નામ મહાભારતના પાત્ર ભીમના કારણે જ પડ્યું છે. તે આશરે 3,500 ફૂટ ઉંડો છે. અહીં તમે એક ભવ્ય ધોધ જોઈ શકો છો.

image source

ભીમકુંડ કીચકદારા: માન્યતાઓ અનુસાર કીચકની હત્યા કર્યા પછી આ ધોધમાં ભીમે સ્નાન કર્યું હતું. વરસાદની ઋતુમાં આ સ્થાન ઘણા ધોધ અને જલધારાથી અતિસુંદર લાગે છે.

પંચબોલ પોઇન્ટ: પંચબોલ પોઇન્ટ તેની સુંદરતા માટે પ્રખ્યાત છે. અહીં ઘણા બગીચા આવેલા છે. તો વળી, ઉંડી ખીણમાં સ્થિત પાંચ ટેકરીઓની શ્રેણી અને તેમાંથી પડતા ઘણા ધોધ પણ જોવા મળે છે.

image source

દેવી પોઇન્ટ: અહીં વરસાદી મોસમમાં ઘણા બધા ધોધ અને અન્ય સુંદર નદીઓ જોવા મળે છે. આની નજીક જ સ્થાનિક દેવી માતાનું મંદિર છે. આ મંદિરમાં આખા વર્ષ દરમિયાન એક જલધારા વહેતી રહે છે.

ગવિલગઢ કિલ્લો: અમરાવતી જિલ્લામાં સ્થિત આ કિલ્લાને 300 વર્ષ પહેલા ગવળીના રાજા દ્વારા બનાવવામાં આવ્યો હતો. પ્રવાસીઓ અહીં કરેલી કોતરણીઓ અને લોખંડ, કાંસા અને તાંબાથી બનેલી તોપ જોઈ શકે છે.

ક્યાં રોકાશો: અહીં મહારાષ્ટ્ર પર્યટન વિભાગ સંચાલિત એક હોટલ છે. આ સિવાય ઘણી ખાનગી હોટલો પણ વ્યાજબી ભાડા પર ઉપલબ્ધ છે.

કેવી રીતે પહોંચવું: સૌથી નજીકનું એરપોર્ટ 240 કિમી દૂર નાગપુર છે. નજીકનું રેલ્વે સ્ટેશન અમરાવતી છે, જે 100 કિ.મી. દૂર છે.

image source

શું ખાશો: અહીં તમે એક સાથે વિશિષ્ટ મહારાષ્ટ્રિયન ભોજનનો આનંદ લઈ શકો છો. તેમ છતાં અન્ય પ્રકારની વાનગીઓ પણ અહીંની હોટલોમાં ઉપલબ્ધ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version