પતંગ ચગાવતા પહેલા ખાસ રાખો આ બાબતોનું ધ્યાન, નહિં તો પરિવારને આવશે રોવાનો વારો

ઉત્તરાયણનું નામ આવતાં જ અન્ય ચીજો તો નહીં પણ પતંગ અને ફીકરી પહેલાં યાદ આવી જોય છે. જો કે ગુજરાતમાં તો આ તહેવારની શરુઆત જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ થઈ જાય છે. જૂના પતંગો માળિયા પરથી કાીને છોકરાઓ ધાબા પર ચઢી જાય છે. ઉત્તરાયણ પહેલાંના રવિવાર તો ધાબા પર મીની ઉત્તરાયણ હોય એવું જ લાગે. જો કે આ વર્ષે કોરોના મહામારી તેના પર ભારે થઈ શકે તેવું બની શકે. આ સિવાય અનેક ઘરમો અનેક પ્રકારની ચીકી બનાવવાની અને સાથે જ વસાણા અનેક અલગ અલગ પ્રકારના અને ગાજરનો હલવો..આ વાનગીઓ અવારનવાર બનવા લાગે છે.

image source

મકર સંક્રાંતિના આ તહેવારમાં અનેક લોકો પોતાના જીવ પણ ગુમાલે છે.કોઈ પતંગના આનંદમાં ધાબાની સીમા ભૂલી જાય છે પડી જાય છે.કોઈના ગળા દોરીઓથી કપાઈ જાય છે અને તેઓએ જીવ ખોવવો પડી શકે છે. તો તમે પણ આ વાતોનું ધ્યાન રાખો અને સેફ ઉત્તરાયણ મનાવો તેવો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. નાની અને થોડી સાવધાની સાથે તમે સારી ઉત્તરાયણ મનાવી શકો છો. તો જાણો કઈ વાતોનું ધ્યાન આ ઉત્તરાયણમાં રાખશો.

image source

પતંગ ઉડાડતી સમયે રાખઈ લો આ ખાસ સાવધાની

– પતંગ ચઢાવવવા માટે ક્યારેય ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરો. તે તમારા માટે અને પક્ષીઓ માટે ખૂબ જ નુકસાનદાયી રહે છે.

– કોઈ સુરક્ષિત જગ્યાએ ઊભા રહીને પતંગ ચઢાવો કે પછી ખુલ્લા મેદાનમાં જઈને પતંગ ચઢાવો. બાળકોને લઈને ધાબા પર ચઢો તો પતંગની સાથે તેમનું પણ ખાસ ધ્યાન રાખો તે જરૂરી છે.

– સ્વદેશી માંજાનો જ ઉપયોગ કરો. કેમકે આ ચાઈનીની દોરી તમારા સ્વાસ્થ્યને માટે હાનિકારક છે. તમે સાંકળ 8 કે સુરતી બરેલી માંજો યૂઝ કરી શકો છો.

image source

– તમે જ્યારે પતંગ ચઢાવો છો ત્યારે તમારી પતંગની દોરીથી કોઈ પક્ષીઓ આકાશમાં ઘાયલ ન થાય તેનું પણ ધ્યાન રાખો. આકાશમાં ઉડતા પક્ષીઓની સંખ્યા આ દિવસે ખઆસ વધી જતી હોય છે. કોઈ પક્ષીઓ તમારી દોરીમાં ફસાઈ જાય તો પતંગનો મોહ છોડીને તમારી દોરી તરત કાપી દો. જેથી પક્ષી તેની સાથે ઘસાશે નહીં અને તેની ઓછી ઈજા થશએ. તેનો જીવ બચી જશે.

image source

– જો તમારો પતંગ કપાઈ જાય છે તો તમે તેની દોરીને ખેંચતી સમયે ખઆસ ધ્યાન રાખો. શક્ય છે કે તે આગળના ધાબા પરની કોઈ વ્યક્તિને નુકસાન કરી શકે છે.

-નાના બાળકોથી માંજો દૂર રાખો તો જરૂરી છે. તેના કેમિકલ તેમને નુકસાન કરી શકે છે.

image source

– જ્યારે પણ તમે પતંગ ઉજાવો છો ત્યારે ફીરકી પકડનાર અને પતંગ ચઢાવનારની વચ્ચે તાલમેલ હોવો જરૂરી છે. તેનાથી ઉત્તરાયણની મજા વધી જાય છે.

– જો પતંગ ચઢાવતી સમયે તમે ધાબા પર તડકામાં રહો છો તો તેનાથી તમારી આંખો, સ્કીન વગેરેને નુકસાન થઈ શકે છે. અનેક લોકોને આ કારણે સનબર્નની સમસ્યા પણ થાય છે.

image source

-જ્યારે પણ પતંગ ચઢાવવા જાઓ તે પહેલાં હાથ, ફએસ પર સારી ક્વોલિટીનીનું સનસ્ક્રીન લગાવી લો. તેનાથી તમારી સ્કીનને નુકસાન થશે નહીં.નહીં તો બીજા દિવેસ તમારો ચહેરો કાળો જોવા મળશે.

– જો કદાચ પણ સનબર્નની સમસ્યા થાય અને સ્કીન કલરમાં ફેરફાર આવે તો ગભરાઓ નહીં. બેસન, હળદર અને દહીંને મિક્સ કરીને તેનાથી ચહેરા પર દિવસમાં 2 વાર માલિશ કરો અને સારી રીતે ફેસ ધોઈ લો. 2 દિવસમાં તમારી સ્કીન પહેલાં જેવી થઈ જશે.

– જ્યારે પણ તમે પતંગ ચઢાવો છો ત્યારે આંખને સૂર્યના તડકાથી બચાવવા માટે સનગ્લાસનો ઉપયોગ કરો. એટલે કે તમે ગોગ્લસનો ઉપયોગ કરો. કહેવાય છે કે સૂર્યની સીધી રોશની આંખ અને આસપાસની ત્વચાને નુકસાન કરે છે.

image source

– પતંગ ચઢાવવા જાઓ ત્યારે સવારથી જ આંગળીઓમાં ટેપ લગાવી લો અથવા તો ગ્લવ્ઝ પહેરો. પણ ગ્લવ્ઝથી તમને પતંગ ચઢાવવામાં મુશ્કેલી રહેશે. જ્યારે તમે આંગળી પર ટેપ લગાવો છો ત્યારે પતંગની દોરી તમારી આંગળી પર સીધી રીતે ઘસાતી નથી અને આંગળીઓ કપાઈને તેના દર્દ થવાની શક્યતા ઘટે છે.

image source

– જો પતંગ ચઢાવતી સમયે કોઈ કારણસર તમારી આંગળી કપાઈ પણ જાય તો ડરો નહીં તમે તેની પર સૌ પહેલાં હળદર ભરી લો. તેનાથી લોહી નીકળતું અટકશે અને દર્દ પણ ઘટશે. આ સાથે જો ઘા ઘેરો હોય તો ડોક્ટરની સલાહ લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત