તમે ક્યારે નહિં જાણ્યું હોય અંતિમ સંસ્કારની આવી પરંપરા વિશે…

આ જનજાતિમાં નિભાવવામાં આવે છે અંતિમ સંસ્કારની આવી પરંપરા, જાણીને તમે ચોંકી જશો.

image source

આપણે સૌ જાણીએ જ છીએ કે જેને આ સંસાર બનાવ્યો છે એ જ આપણો રચનાકાર છે અને જે જન્મ લે છે એનું મૃત્યુ એક ને એક દિવસે નક્કી હોય જ છે. અને આ જગતનો એક સનાતન નિયમ છે. આ નિયમમાં આપણે કોઈ ફેરફાર નથી કરી શકતા. હા, આ અંગે અલગ અલગ ધર્મની માન્યતાઓ જરૂર જુદી જુદી હોય છે. આખી દુનિયામાં ઘણા બધા ધર્મના લોકો વસે છે અને દરેક ધર્મના પોતાના અલગ અલગ રિવાજો હોય છે.

image source

લગ્ન કરવાનો રિવાજ અલગ, બાળકો પેદા કરવાનું રિવાજ અલગ, તહેવાર ઉજવવાનો રિવાજ અલગ હોય છે. આ બધાની જેમ જ મૃત્યુ પછી પણ દરેક ધર્મનો માણસના અંતિમ સંસ્કાર માટેના રિવાજો પણ અલગ અલગ હોય છે. કેટલાક લોકો મૃત શરીરને દફનાવી દે છે તો કેટલાક લોકો આ મૃત શરીરને સળગાવે છે, પણ અમને અમુક એવી પ્રથાઓ વિશે જાણકારી મળી છે જે આ બધા કરતા સાવ અજીબ જ છે.

image source

એ પ્રથાઓમાંથી અમુક પ્રથા વર્ષો પહેલા થતી હતી અને અમુક એવી પ્રથાઓ છે જે હજી પણ જેમની તેમ જ છે. તો ચાલો આજે અમને તમને જણાવીએ અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી આવી જ કેટલીક પરંપરાઓ વિશે. તમને જણાવી દઈએ કે અમે વાત કરી રહ્યા છે સંથાલ જનજાતિ વિશે. આ જનજાતિ એવી છે જેમાં પરંપરાઓને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે.

image source

સમાજમાં મૃત્યુ સંસ્કારમાં પણ જીવનની આશ દેખાય છે. અહીંયા મૃતકને દફનાવવાની દિશાનું મહત્વપૂર્ણ સ્થાન હે તો એ પણ જાણવાની કોશિશ કરવામાં આવે છે એનો પછીનો જન્મ કઈ યોનિમાં થશે. આ જનજાતિના લોકો મૃતકને દફનાવતી વખતે એનું માથું ઉત્તર દિશામાં રાખે છે. દફનાવ્યાના બીજા દિવસે જ સમાજના લોકો મુંડન કરાવે છે. મુંડન ક્રિયા કબરની પાસે જ મોટો પથ્થર મૂકીને કરવામાં આવે છે.

image source

આ સમાજમાં દફનાવવાની સાથે સાથે બાળવાની પરંપરા પણ છે, જેમાં સળગાવ્યાના બીજા દિવસે અડધા સળગેલા હાડકાઓને ઘડામાં ભરીને દફનાવવામાં આવે છે. કેટલાક લોકો એને ગંગામાં પ્રવાહિત કરે છે. એ દરમિયાન મૃતકનું શરીર દક્ષિણ દિશામાં રાખવામાં આવે છે.આ સમાજમાં લોકો શબને ઘરની બહાર કાઢ્યા બાદ એના સ્થાને રાખ મૂકી દે ક્ષહે, જેને શબને દફનાવીને આવ્યા બાદ જોવામાં આવે છે.

image source

એવું માનવામાં આવે છે કે એ રાખમાં જેના પગની છાપ હોય છે, મરનાર વ્યક્તિ હવે પછીના જન્મમાં એ યોનિમાં જન્મ લેશે. આ સમાજના લોકો શબને દફનાવ્યાં બાદ શુદ્ધિકરણ હેતુ ચોખાના ભુસાની આગમાં તેલ નાખી ધુમાડો લે છે. દસ દિવસ સુધી છુત માનવામાં આવે છે. એ દરમિયાન સમાજના લોકો નવા કાર્યની શરૂઆત નથી કરતા.

image source

સંથાલ જનજાતિ સમાજમાં શબને દફનાવવા અને સદગાવવાની પરંપરા છે. ઘરના સૌથી મોટા દીકરા દ્વારા જ મુખગ્નિ આપવામાં આવે છે. અસ્થિ પ્રવાહ હેતુ કોઈ નદી કે તળાવને પસંદ કરવામાં આવે છે. આ પરંપરાને જોડા-બાહા કહેવામાં આવે છે.આ સિવાય અન્ય કેટલીક જનજાતિ સમાજોમાં મૃત્યુ સંસ્કારની પોતાની અલગ અલગ પરંપરા હોય છે પણ બધામાં જ આસ્થા અને પરંપરાની ઝલક સાફ જોઈ શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત