જો તમારી ઇચ્છા પણ કોવિશિલ્ડ રસી લેવાની હોય તો આ માહિતી ખાસ તમારા માટે જ છે, જાણો લેટેસ્ટ અપડેટ તમે પણ

કોવિશિલ્ડનો હજી નહી લાગે સિંગલ ડોઝ, જુલાઈ- ઓગસ્ટ મહિનાથી જ રોજ લગાવી શકાશે એક કરોડ લોકોને વેક્સિન, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી જાણકારી.

કોરોના વાયરસ વેક્સિન કોવિશિલ્ડના ડોઝમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી, એના બે ડોઝ લગાવવામાં આવે છે અને એટલા જ લાગશે. પહેલો ડોઝ લગાવી દીધા બાદ બીજો ડોઝ ૧૨ અઠવાડિયા પછી લગાવવામાં આવશે. કોવેક્સિનની સાથે પણ આવું જ છે. એના પણ બે ડોઝ જ લગાવવામાં આવશે. આ વાત સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આ અવસરે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે, હજી પ્રોટોકોલમાં બે વેક્સિનને મળીને એક વેક્સિન બનાવવા પર વિચાર કરવામાં આવ્યો નથી.

image source

હજી પણ બે વેક્સિન કોવિશિલ્ડ અને કોવેક્સિન લગાવવામાં આવી રહી છે.

જુલાઈ અને ઓગસ્ટ મહિનાથી પ્રતિદિન એક કરોડ નાગરિકોને આપવામાં આવશે વેક્સિન.

ICMRના બલરામ ભાર્ગવએ કહ્યું છે કે, દેશમાં કોરોના વેક્સિનની કોઈ અછત છે નહી. જુલાઈ અને ઓગસ્ટ મહિના સુધી દેશમાં વેક્સિનના પર્યાપ્ત ડોઝ ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. ત્યાર બાદ પ્રતિદિન એક કરોડ નાગરિકોને વેક્સિન આપવાનો લક્ષ્ય પૂરો કરવામાં આવશે. અમને પૂરી આશા છે કે, ડીસેમ્બર મહિના સુધીમાં દેશની તમામ જનસંખ્યાને કોરોના વાયરસની વેક્સિન આપી દેવામાં આવશે.

image source

બાળકોમાં ખુબ જ ઓછા જોવા મળે છે કોરોના વાયરસના લક્ષણ.

નીતિ આયોગના સભ્ય ડૉ. વી. કે. પોલએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે, હજી અમારું ધ્યાન બાળકોમાં કોરોના વાયરસ સંક્રમણની અસર પર છે. મોટાભાગે એવું જોવા મળ્યું છે કે, બાળકોમાં કોરોના વાયરસના લક્ષણ ઓછા જોવા મળી રહ્યા છે. બાળકોમાં કોરોના વાયરસ સંક્રમણ હોવા છતાં કોરોના વાયરસ સંક્રમણના લક્ષણો ઓછા જોવા મળી રહ્યા છે કે પછી જોવા મળી રહ્યા નથી. અત્યાર સુધી બાળકોમાં કોરોના વાયરસ સંક્રમણએ ગંભીર રૂપ ધારણ કર્યું છે નહી.

image source

દેશમાં કોરોના વાયરસ સંક્રમણથી રીકવરી રેટ ૯૨% છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલએ કહ્યું છે કે, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસ સંક્રમણના ૧,૨૭ હજાર કેસ નોંધવામાં આવ્યા છે, આ કોરોના વાયરસ સંક્રમણમાં ઘટાડો થવા તરફ ઈશારો કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે, તા. ૨૮ મે, ૨૦૨૧ના રોજ દેશમાં બે લાખ કરતા ઓછા કેસ નોંધવામાં આવ્યા છે.

image source

કોરોના વાયરસ સંક્રમણના સક્રિય કેસમાં ૫૦% ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સ્વસ્થ થનાર દર્દીઓની સંખ્યા સક્રિય કેસ કરતા વધારે થઈ ગઈ છે. દેશમાં કોરોના વાયરસથી રીકવરી રેટ વધીને ૯૨% થઈ ગયો છે. પ્રતિ સપ્તાહ અંદાજીત ૨૦ ટેસ્ટીંગ સરેરાશ થઈ રહી છે.

image source

અત્યાર સુધી દેશમાં ૨૧.૬૦ કરોડ નાગરિકોને કોરોના વાયરસની વેક્સિન આપી દેવામાં આવી છે. જેમાંથી 1.૬૭ કરોડ હેલ્થ વર્કરને, ૨.૪૨ કરોડ ફ્રંટલાઈન વર્કરને, ૧૫.૪૮ કરોડ ૪૫ વર્ષ કરતા વધારે વય ધરાવતા નાગરિકોને અને ૨.૦૩ કરોડ ડોઝ ૧૮ વર્ષ કરતા વધારે વય ધરાવતા નાગરિકોને આપવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *