તમને જાણીને નવાઈ લાગશે કે તારક મહેતા…ની ગોકુલધામમાં નથી કોઈ ફ્લેટ, આ રીતે કરાય છે ઈનડોર શૂટિંગ

તારક મહેતા…ટેલિવૂડની આ સીરિયલ દરેક ઘરમાં ફેમસ છે અને તેના દરેક પાત્રો પણ લોકોમાં ઘણઆ લોકપ્રિય છે. આ ચર્ચિત શોની એક એવી ખાસિયત છે કે જે જાણીને તમને પણ નવાઈ લાગશે. શું તમે જાણો છો કે તારક મહેતા…ની ગોકુલધઆમ સોસાયટીમાં કોઈ ફ્લેટ છે જ નહીં. મોટાભાગે સોસાયટીના કમ્પાઉન્ડને શોમાં દેખાડવામાં આવે છે. મોટા ભાગનું શૂટિંગ બાલ્કનીમાં કરાયું છે.

ક્યાં બનેલો છે તારક મહેતા…નો સેટ

image source

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ગોકુલધામ સોસાયટીનો આખો સેટ મુંબઈના ગોરેગામ ફિલ્મ સીટીમાં તૈયાર કરાયો છે. આ સિરિયલ છેલ્લા 12 વર્ષથી ચાલી રહી છે. 12 વર્ષ પહેલાં આ સેટ તૈયાર કરાયો હતો. આજે પણ મોટાભાગનું શૂટિંગ અહીં દ કરવામાં આવે છે. વચ્ચે આ સોસાયટીના રિનોવેશનને પણ દેખાડાયં હતું. જે એપિસોડની એક સિરિઝ બનાવી દેવાઈ હતી.

ફક્ત બહારના ભાગમાં બાલ્કનીમાં કરાય છે શૂટિંગ

image source

તમને જાણીને નવાઈ લાગશે પણ આ સેટ પર ફક્ત કમ્પાઉન્ડ અને બાલ્કનીના ભાગનું જ શૂટિંગ કરાય છે. એટલે કે આઉટડોર શૂટિંગ કરવી હોય તો આ સેટ પર હોય છએ. આ સિવાય બાલ્કની અને કમ્પાઉન્ડનું નિર્માણ કરાયું છે. જ્યાં કોઈ ફ્લેટ નથી. જે શોમાં બતાવાય છે ત્યાં દરેક સભ્યનો ફ્લેટ છે પણ એવું છે નહીં. જો કે અહીં એક ગ્રાઉન્ડ અને મંદિરનો સેટ તૈયાર કરાયો છે.

ક્યાં થાય છે સિરિયલનું ઈનડોર શૂટિંગ

image source

ખાસ કરીને શોમાં જેઠાલાલ, ભિડે, અય્યર, પોપટલાલ, સોઢી, ડો. હાથી, તારક મહેતાના ઘરની અંદરના ભાગ પણ બતાવવામાં આવે છે પણ આ શૂટિંગ અહીં થતું નથી, હા મીડિયા રિપોર્ટસથી મળતી માહિતી અનુ સાર આ સેટ કાંદિવલીમાં તૈયાર કરાયો છે. અહીં સિરિયલનું ઈનડોર શૂટિંગ કરાય છે.

image source

જ્યારે પણ કોઈના ઘરની અંદરનો શૂટ આવે છે ત્યારે તે કાંદિવલીમાં કરવામાં આવે છે. છેલ્લા 12 વર્ષથી સતત આ સેટ પર હલચલ જોવા મળી રહી છે પણ લોકડાઉનનો સમય એવો રહ્યો છે જ્યાં કોઈ જોવા મળ્યું નથી. ગોકુલધામમાં રોનક ફરીથી જોવા મળી રહી છે. હવે આ સોસાયટી ફરી એકવાર હલચલ વાળી જોવા મળી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત