ભારતમાં ફેમસ છે આ ગુરુ શિષ્યની જોડી, તમને જાણીને લાગશે નવાઈ

શાસ્ત્રોમાં ગુરુને ભગવાન કરતા ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. કારણ કે ફક્ત ગુરુ જ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. તેથી વ્યક્તિએ હંમેશાં શિક્ષકોને માન આપવું જોઈએ. આ સિવાય સાચા માર્ગ તરફ દોરવામાં મદદ કરનાર માતા-પિતા, ભાઈ-બહેન કે આવી કોઈ પણ વ્યક્તિ આપણા માટે આદરણીય છે અને ગુરુ સમાન છે. દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. તો ચાલો આજે જાણી લઈએ ઇતિહાસની એ જાણીતી ગુરુ શિષ્યની જોડી વિશે.

દ્રોણાચાર્ય અને અર્જુન.

image source

મહાભારતના સૌથી ચર્ચિત પાત્ર અર્જુન અને દ્રોણાચાર્યને કોઈ ભૂલી નથી શકતું. આ ગુરુ શિષ્યની જોડીએ એ કારનામો કરીને બતાવ્યો જે એક ઇતિહાસ બની ગયો. દ્રોણાચાર્ય કૌરવો અને પાંડવોના રાજગુરુ હતા. દ્રોણાચાર્યએ એમને બાળપણમાં શિક્ષા આપવાનું શરૂ કરી દીધું હતું. આમ તક દ્રોણાચાર્યએ કૌરવો અને પાંડવોમાં કોઈ ભેદ નથી કર્યો પણ તો ય અર્જુન એમનો પ્રિય શિષ્ય બની ગયો. અર્જુન સૌથી સારો ધનુર્ધારી હતો. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું તો અર્જુન એ સમયે સંકટમાં ફસાઈ ગયા જ્યારે એમના ગુરુ દ્રોણાચાર્ય એમની વિરોધી સેનામાં ઉભા હતા. જો કે ત્યારે શ્રીકૃષ્ણએ અર્જુનને આ દુવિધાનું સમાધાન કાઢ્યું અને પાંડવો આ યુદ્ધ જીતી ગયા. પણ અર્જુન અને દ્રોણાચાર્યની ગુરુ શિષ્યની જોડી પ્રખ્યાત થઈ ગઈ.

ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય.

image source

પ્રાચીન ભારતમાં 322 ઇસ પૂર્વે મૌર્ય રાજવંશ હતું. જેને 138 વર્ષ સુધી ભારતમાં રાજ કર્યું. એની સ્થાપનાનો શ્રેય મૌર્ય વંશના પહેલા શાસક ચંદ્રગુપ્ત મૌર્ય અને એમના મંત્રી કૌટીલય એટલે કે ચાણક્યને જાય છે. જેમને નંદ વંશના સમ્રાટ ધનાનંદને પરાજિત કરીને મૌર્ય રાજા બનાવ્યા હતા. આ જોડી પણ ગુરુ શિષ્ય તરીકે ખૂબ જ પ્રસિદ્ધ હતી.ચાણક્યને સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ માનવામાં આવતા હતા. એમના દ્વારા રચિત અર્થશાસ્ત્ર, રાજીનીતિ, અર્થનીતિ, કૃષિ, સમાજનીતિ વગેરે મહાન ગ્રંથ વિશ્વ વિખ્યાત છે. ચંદ્રગુપ્તએ ચાણક્ય પાસે ઘણું બધું શીખ્યું, ચાણક્ય રાજસી ઠાઠમાઠથી દુર એક નાનકડી ઝૂંપડીમાં રહેતા હતા.

દાદાભાઈ નવરોજી અને મહાત્મા ગાંધી

image source

દેશની આઝાડીમાં મહાન યોગદાન આપનાર મહાત્મા ગાંધીને જો રાષ્ટ્રપિતા કહેવામાં આવે છે તો એમના ગુરુ દાદા ભાઈ નવરોજીને ભારતીય રાજનીતિના પિતામહ કહેવામાં આવે છે. એ દિગગજ રાજનેતા, બિઝનેસમેન, શિક્ષાવિદ અને મહાન વિચારક હતા. મહાત્મા ગાંધીએ દાદાભાઈ નવરોજી પાસે ઘણું બધું શીખ્યું. એનું એ પરિણામ આવ્યું કે મહાત્મા ગાંધીએ ભારતને એક સ્વતંત્ર રાષ્ટ્ર બનાવીને જ દમ લીધો.

રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ.

image source

19મી સદીમાં પોતાનું આખું જીવન દુઃખી, કમજોર અને નિઃસહાય લોકોની સેવામાં અર્પિત કરનાર સ્વામી વિવેકાનંદ સાચા અર્થમ યુગપુરુષ હતા. પણ એમના આ મહાન કામો પાછળ એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસનું અમૂલ્ય યોગદાન હતું. એક દિવસ કોઈ પડોશીના ઘરે નરેન્દ્રનાથ એટલે કે વિવેકાનંદની મુલાકાત રામકૃષ્ણ પરમહંસ સાથે થઈ. જ્યારે નરેન્દ્રનાથ દક્ષિણેશ્વર ગયા તો વાતચીત દરમિયાન જ એમને રામકૃષ્ણજીને સવાલ કરીને પૂછ્યું કે શું ઈશ્વરને જોઈ શકાય છે? રામકૃષ્ણજીએ ઉત્તર આપ્યો કે કેમ નહિ એમને પણ એવી જ રીતે જોઈ શકાય છે જેમ હું તને જોઈ રહ્યો છું. પણ આ લોકોમાં આવું કરવા કોણ માંગે છે. સ્ત્રી, પુત્ર માટે લોકો આંસુ વહાવે છે ,ધન દોલત માટે રોજ રડે છે પણ ભગવાનની પ્રાપ્તિ ન થવા પર કેટલા લોકો રડે છે?

રામકૃષ્ણના આ ઉત્તરથી નરેન્દ્રનાથ ખૂબ જ પ્રભાવીત થયા અને ઘણીવાર દક્ષિણેશ્વર જવા લાગ્યા. મનમાં ને મનમાં વિવેકાનંદજઈએ સ્વામી રામકૃષ્ણને પોતના ગુરુ માની લીધા. એ પછી રામકૃષ્ણના આદર્શોને વિવેકાનંદે આત્મસાત કરીને પોતાનું જીવન સારા કામોમાં લગાવી દીધું.

બૈરમ ખાન અને અકબર

image source

અકબર એક ઉમદા શાસક તો હતા પણ એમની પાછળ એક એવો ચહેરો ઉભો હતો જેને અકબરને મહાન બનવાનો મોકો આપ્યો. એ વ્યક્તિ હતા બૈરમ ખાન બૈરમ ખાને અકબરને બાળપણથી ઉછેર્યા હતા. બૈરમ ખાન અકબરના સંરક્ષક, અભિભાવકનો શિક્ષક બધું જ હતા. બાઇરમખાં જ એકબરને રાજનીતિ અને રણનીતિમાં કુશળ બનાવ્યા હેના કારણે ઘણા યુદ્ધમાં અકબરને સફળતા મળી. જો કે પછી અકબરના કેટલાક નજીકના લોકોએ એમને બૈરમ ખાન વિરુદ્ધ ભડકાવી દીધા અને એ પછી સ્થિતિ બગડતી ગઈ.