તમારામાં આ 6 લક્ષણો દેખાય તો ના કરો ભૂલથી પણ નજરઅંદાજ, હોઇ શકે છે આ મોટી બીમારી

આયોડિન શરીરના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આયોડિન એ આપણા આહારમાં એક મુખ્ય પોષક તત્વમાનુ એક છે અને તેની ઉણપ મગજ અને શરીરના વિકાસથી સંબંધિત અનેક રોગોનું કારણ બને છે. આમ તો મીઠું હવે આયોડાઇઝ મળે છે. પરંતુ હજી પણ ઘણા લોકોમાં આયોડિનની ઉણપ દેખાય છે.

image source

આવી સ્થિતિમાં, આજે અમે તમને આયોડિનની કમી દર્શાવતા લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે આ લક્ષણો તમારા શરીરમાં પણ જુઓ છો, તો સમજી લો કે તમારા શરીરમાં આયોડિનની કમી છે. ચાલો જાણીએ તેના લક્ષણો.

image source

થાક: આયોડિન વ્યક્તિના શરીરના દરેક પેશીઓમાં જોવા મળે છે. આયોડિન આપણી થાઇરોઇડ ગ્રંથિ સાથે જોડાયેલ છે. શરીરમાં આયોડિનની ઉણપને કારણે ગ્રંથિ થાઇરોઇડ હોર્મોન યોગ્ય રીતે ઉત્પન્ન કરી શકતી નથી. જેના કારણે શરીરમાં એનર્જીનો અભાવ જોવા મળે છે. જેના કારણે વ્યક્તિને થાક વગેરેની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

image source

સુતા સમયે ગભરામણ થવી અને ગોઇટરના કારણે શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઈ શકે છે. અમેરિકન થાઇરોઇડ એસોસિએશન અનુસાર, સુતી વખતે તમને એવુ લાગશે કે તમને ગૂંગળામણ થઈ રહી છે.

વાળ ખરવા- ચામડી ડ્રાઈ થવી, વાળ ખરવા એ આયોડિનની ઉણપનું લક્ષણ છે. થાઇરોઇડ હોર્મોનને કારણે જ શરીરમાં નવા વાળ ઉગે છે. પરંતુ તેના અભાવને લીધે, વાળ ખરવાનું શરૂ થાય છે અને સાથે ત્વચા પર પોપડો જામે છે

એકાગ્રતાની કમી- આયોડિનની ઉણપ મગજના કાર્યને પણ અસર કરે છે, જેમાં ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બને છે, એટલે કે દર્દીઓ ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. જો આ લક્ષણ અન્ય સંકેતો સાથે દેખાય છે, તો પછી આયોડિનની ઉણપ માટે પરીક્ષણ કરાવવું જોઈએ.

image source

ગળામાં સોજો- આયોડિનની ઉણપથી ગળાની બળતરા થઈ શકે છે. આ થાઇરોઇડ ગ્રંથિના વધતા કદને કારણે થાય છે. જ્યારે ગ્રંથિને પૂરતા પ્રમાણમાં આયોડિન મળતું નથી ત્યારે તે ખોરાકમાંથી વધુ માત્રામાં આયોડિન શોષવાનો પ્રયત્ન કરે છે. આને કારણે ગ્રંથિનું કદ વધે છે અને ગરદન પર સોજો આવે છે.

image source

ઠંડી લાગવી- આયોડિનની ઉણપને કારણે મેટાબોલિક રેટ ઘટવાનું શરૂ થાય છે અને ઉર્જા ઓછી થાય છે. જેના કારણે શરીર નબળાઇ અનુભવે છે અને ઠંડી વધુ લાગે છે.

image source

ગર્ભાવસ્થા : ગર્ભાવસ્થા દરમિયાન શરીરને થાઇરોઇડ હોર્મોનની જરૂર પડે છે અને આ માટે આયોડિનની પૂરતી માત્રા જરૂરી છે. આ થાઇરોઇડ હોર્મોન્સ માયલિન બનાવે છે, જે ચેતા કોશિકાઓનું રક્ષણ કરે છે, જો આયોડિનની તીવ્ર ઉણપ હોય તો કસુવાવડ થવાનું જોખમ પણ હોઈ શકે છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત