Site icon News Gujarat

સૂતા પહેલા 1 ચમચી વરિયાળી ગરમ દૂધમાં મિક્સ કરીને પીવો, મળશે તમને આ ફાયદા…

વરિયાળી ખાવાથી તમને ઘણી રીતે ફાયદો થાય છે, પરંતુ જો તમે દૂધમાં માત્ર એક ચપટી વરિયાળી મિક્સ કરીને પીશો તો તમને તેનાથી ઘણા વધુ સ્વાસ્થ્ય લાભ મળશે. દૂધ પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે, અને તેમાં રહેલા પોષક તત્વો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.

image source

બીજી બાજુ વરિયાળી ખાવાથી તમને પોષણ તો મળે જ છે, સાથે સાથે તમને અનેક રોગોથી પણ બચાવે છે. દૂધમાં પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. બીજી બાજુ, વરિયાળી કેલ્શિયમ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ થી પણ સમૃદ્ધ છે. તે હાડકાં અને દાંતને મજબૂત રાખે છે.

શ્વસન સ્વાસ્થ્ય સમસ્યાઓ :

જો તમને શ્વાસ સંબંધિત કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો વરિયાળી અને દૂધને એકસાથે પીવાથી તે મટી જશે. વરિયાળીને દૂધમાં ભેળવીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તેમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણ તમને અનેક રોગોથી બચાવે છે. વરિયાળીમાં ફાયટોન્યુટ્રિએન્ટ્સ હોય છે, જે શ્વસન રોગો સામે લડવામાં મદદ કરે છે.

ચયાપચયને વેગ આપવો :

image source

દૂધમાં વિવિધ પ્રકારની તંદુરસ્ત ચરબી, પ્રોટીન અને ખનિજો હોય છે અને જ્યારે તમે વરિયાળી સાથે દૂધ પીવો છો ત્યારે તમને વધુ ફાયદો થાય છે. વરિયાળી તમારા ચયાપચયને પણ વેગ આપે છે. તેનાથી હાડકાં પણ મજબૂત થાય છે.

પાચન માટે :

વરિયાળીનું દૂધ તમને પાચનમાં પણ મદદ કરે છે. વરિયાળી ચાવવાથી તેમાંથી તેલ નીકળે છે. આ તેલને લાળ સાથે ભેળવવાથી પાચન સુધરે છે. વરિયાળી ગેસ્ટ્રિક ઉત્સેચકો ની મદદથી ચયાપચય સુધારવા માટે પણ કામ કરે છે.

આંખના રોગોમાં રાહત મળે :

image soure

વરિયાળીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે આંખોને લગતી ઘણી સમસ્યાઓમાં ફાયદો કરે છે. આયુર્વેદ અનુસાર વરિયાળી અને બદામ સાથે દૂધ પીવાથી આંખોની રોશની સુધરે છે. તેમાં વિટામિન ઇ ભરપૂર માત્રામાં હોય છે, જે આંખના સ્વાસ્થ્ય માટે સારું છે.

યાદશક્તિ વધારવાં લાભદાયી છે :

એવું માનવામાં આવે છે કે વરિયાળી યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. જો વરિયાળી ને દૂધ માં મિક્સ કરી ને પીવામાં આવે તો તેના થી મન અને મગજ ફ્રેશ થાય છે. અને સાથે જ યાદશક્તિ પણ વધે છે.

કોલેસ્ટ્રોલ ને કન્ટ્રોલ કરી શકે છે :

image soure

આ કમાલનું પીણું ખરાબ કોલેસ્ટ્રોલ માં પણ રાહત આપવામાં ખુબ જ ફાયદા કારક છે. વરિયાળી વાળુ દૂધ કોલેસ્ટ્રોલ ને કન્ટ્રોલ કરવામાં વધારે લાભદાયક માનવામાં આવે છે. જો તમે આ પીણું રોજ પીવો છો તો તમને કોલેસ્ટ્રોલ લેવલ માપમાં રાખવામાં સરળતા થશે. કોલેસ્ટ્રોલ ની સમસ્યામાં આપને ડાયટ પર વધારે ધ્યાન આપવાની જરૂર હોય છે.

ઉધરસમાં ફાયદાકારક :

આજે બધા લોકો ને ઉધરસ નો પ્રોબ્લેમ થતો હોય છે, તો આમાં વરીયાળી ખુબ ફાયદો કરે છે. વરીયાળી ના આઠ ગ્રામ અર્ક ને મધ સાથે ભેળવી લો, તેનાથી ખાંસી આવવાનું બંધ થઇ જશે.

Exit mobile version