જો તમને અનુભવાય છે આ લક્ષણો તો હોઈ શકે છે આંતરડામાં ગરબડ, જાણીને રહો એલર્ટ

આજના સમયમાં અનેક લોકોને પાચન સંબંધી બીમારીઓ જોવા મળે છે. આજકાલ બેદરકારી ભરી જીવનશૈલી, ભાગદોડ ભરી લાઈફ અને ગમે તે સમયે ગમે તે ખાઈ લેવાની આદતના કારણે પાચનક્રિયા ખરાબ થઈ જાય છે. તેનાથી પેટની સાથે જોડાયેલી સમસ્યા જન્મે છે. અનિયમિત ખાન પાનની આદતો અને ખરાબ જીવનશેલી, પાચન શક્તિને નબળી કરે છે. તેનાથી પેટ અને આંતરડા નબળા પડવા લાગે છે અને સાથે પાચન સંબંધી સમસ્યા જન્મે છે.

image source

વ્યક્તિના શરીરમાં દરેક અંગનું અલગ મહત્વ છે. જે રીતે માણસનું મગજ કામ કરે છે તે રીતે વ્યક્તિના શરીરમાં આંતરડાનું મહત્વ હોય છે. એક રિપોર્ટ અનુસાર આંતરડાની દેખરેખ કરવાનો અર્થ છે શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આવું એટલા માટે કે 70 ટકાથી વધારે સેરોટોનિન કે હેપ્પીનેસ હોર્મોન હ્રદય કે મસ્તિષ્કમાં નહીં પણ આંતરડામાં બને છે.

image source

આયુર્વેદના અનુસાર સારો આહાર સારી હેલ્થની ચાવી છે. પાચનક્રિયા દુરસ્ત હોય તો શરીર અને મન બંને સારી રીતે કામ કરી શકે છે. સ્વસ્થ આંતરડા સારા સ્વાસ્થ્યની ચાવી માનવામાં આવે છે. આંતરડા ન ફક્ત ભોજનને પચાવે છે પણ સાથે ભાવનાઓને પણ પ્રોસેસ કરીને શરીરના અન્ય ભાગની દેખરેખ કરે છે. એટલું નહીં તે કહે છે કે અસ્વસ્થ આંતરડા દરેક બીમારીનું મૂળ કારણ હોય છે.

image source

ચિંતા, પૂરતું ખાવાનું ન મળવું અને સાથે વ્યાયામની ખામીના કારણે પણ આપણા આંતરડા ખરાબ થાય છે. આ સિવાય ભૂખ લાગે ત્યારે વધારે ખાઈ લેવું કે અનિયમિત ભોજન કરવું કે પછી કંઈ પણ ખાઈ લેવું એ ખરાબ પાચનનું કારણ હોઈ શકે છે. આ સિવાય લાંબા સમય સુધી ઉપવાસ રાખવાથી કે ભૂખ્યા રહેવાથી પણ આંતરડા પર ખરાબ અસર થાય છે. પોતાને સ્વસ્થ રાખવા છે તો આંતરડાનો ખ્યાલ રાખવો જરૂરી છે. જો કોઈ ભારે ફૂડ ખાઓ છો તો દિવસના સમયે ખાઓ જેથી તે પચી શકે.

image source

જો તમને આંતરડામાં ગરબડ હશે તો તમારું પેટ ભારે પણું અનુભવશે અને સાથે તે ફૂલેલું અનુભવાશે. કબજિયાત કે દિવસમાં 2 વાર મળત્યાગની સમસ્યા રહે છે. આ સિવાય શ્વાસમાં દુર્ગંધ આવી શકે છે. આનો અર્થ છે કે તમારા આંતરડા અસ્વસ્થ છે. જો તમે એનર્જીની અછત અનુભવો છો કે થાક લાગતો રહે છે તો તમારા આંતરડામાં સમસ્યા હોઈ શકે છે. આ સિવાય અનિયમિત મહાવારી, એક્ને જેવી સમસ્યા પણ આવી શકે છે.

image source

એક સ્વસ્થ આંતરડાથી તમને હેપ્પી હોર્મોન, ઓછી ચિંતા, પોષક તત્વો, સારી ઊંઘ, સારી યાદશક્તિ, ચમકતી સ્કીન, હેલ્ધી અને શાઈની વાળ, સ્વસ્થ આંતરડા અને અનેક ચીજો મળે છે. જીવનશૈલીમાં નાના સુધારા કરીને તમે હેલ્ધી રહી શકો છો. ખાનપાનની આદત, સૂવાની આદત, વ્યાયામ જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!