તારક મહેેતાા…માં દયાભાભીની થઇ શકે છે એન્ટ્રી, અસિત મોદીએ કહ્યું કે…

તારક મહેતા કા ઉલટા ચશ્માં શો એના ફેન્સનું વર્ષોથી મનોરંજન કરતો આવ્યો છે. એની લોકપ્રિયતા પાછળ એક મોટું કારણ શોમાં કામ કરનાર કલાકારો અને એ કલાકારોનો દમદાર અભિનય છે. તો શોમાં મનગમતા પાત્ર દિશા વકાણી શોમાં પરત ફરે એ વાતને લઈને છેલ્લા કેટલાક સમયથી જાતજાતની અટકળો લગાવવામાં આવી રહી છે. એટલે સુધી કે થોડા સમય પહેલા ખબર હતી કે હવે દયાબેન શોમાં પરત નહિ ફરે. પણ શોના પ્રોડ્યુસર અસિત મોદીએ આ વાત પર મૌન તોડ્યું છે અને દિશા વકાણીના પરત ફરવાને લઈને આ વાત કહી છે.

image source

વાત જાણે એમ છે કે એક ઇન્ટરવ્યૂ દરમિયાન અસિત મોદીએ કહ્યું કે “હું સમજી શકું છું કે હવે દર્શક પણ દયાબેનની રાહ જોઈ જોઈને થાકી ગયા છે. એ પણ એવું ઈચ્છે છે કે દયાબેન શોમાં પરત ફરે અને હું એમની ભાવનાઓને સમજુ છું. હું પણ એમને શોમાં ફરી એકવાર જોવા માંગુ છું. એક દર્શકની દ્રષ્ટિથી કહું તો હું પણ દયાબેનનો ફરી શોમાં જોવા માંગુ છું પણ આ મહામારી દરમિયાન અમુક વસ્તુઓ શક્ય નથી થઈ શકતી. લોકોને હજી બે ત્રણ મહિના સુધી મારો સાથ આપવો પડશે. હું એમને વિનંતી કરું છું કે એ મારી તકલીફ સમજે”

image source

તો થોડા દિવસ પહેલા એવી પણ ખબર આવી હતી કે શોમાં રિપીટ કન્ટેન્ટ બતાવવામાં આવી રહ્યું છે. એ વિશે અસિત મોદીએ કહ્યું કે “જ્યારે કોઈ શો કે પછી કોઈ સેલિબ્રિટી લોકો વચ્ચે લોકપ્રિય થઈ જાય છે તો એના સમર્થક અને એને નફરત કરનાર બંને હોય છે. હું અને મારા લેખક રાત દિવસ મહેનત કરીને સારી સ્ટોરી લખવાની કોશિશ કરીએ છીએ. અમે અમારી સ્ટોરીમાં પુનરાવર્તન નથી કરી રહ્યા અને આ જ કારણ છે કે શો છેલ્લા 13 વર્ષથી હિટ છે.

image source

તમને જણાવી દઈએ કે દિશા વકાણીનું પાત્ર દયાબેનને દર્શકોનો ઘણો બધો પ્રેમ મળ્યો છે. દિશા સપ્ટેમ્બર 2017માં મેટરનીટી બ્રેક પર ગઈ હતી અને એ પછી એ શોમાં પરત નથી ફરી. ફેન્સ દયાબેનનો વર્ષોથી ઇન્તજાર કરી રહ્યા છે પણ એ ઘણા લાંબા સમયથી શોમાંથી બહાર છે.

image source

એ દરમિયાન ઘણીવાર દિશાને રિપ્લેસ કરવાની ખબરો પણ આવી હતી પણ બધી અફવા જ હતી. એ પણ ખુલાસો થયો હતો કે મેકર્સે દયાબેનના પાત્ર માટે ઘણી અભિનેત્રીઓની શોધ કરી પણ કોઈના પણ દયાબેન જેવી વાત ન દેખાઈ. પણ હવે એ જોવાનું રસપ્રદ થશે કે દિશા વકાણીની એન્ટ્રી ક્યારે અને ક્યાં અંદાજમાં થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *