તારક મહેતા..નો આ દિગ્ગજ કલાકાર એક મહિનાથી બેઠો છે ઘરે, હવે નહિં જોવા મળે શોમાં?

છેલ્લા એકવર્ષથી સમગ્ર દેશ કોરોનાની ઝપેટમાં આવેલા છે. આ કોરોનાકાળમાં ભલભલાની હાલત ખરાબ થઈ ગઈ છે. એવામાં એન્ટરટેન્મેન્ટ ઈન્ડસ્ટ્રી પર ફરી એકવાર ભારે સંકટ આવી ગયું છે. અનેક ફિલ્મો અને ટીવી સીરિયલ્સનું શુટિંગ અટકાવવામાં આવ્યું છે. કેટલાક કલાકારો એવા છે કે જેમને ઘરે બેસવું પડી રહ્યું છે.

image source

થોડાં સમય પહેલાં જ દિલીપ કુમારના સંબંધી અને અભિનેતા ઐયુબ ખાને આ અંગે પોતાની પીડા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે કેવી રીતે તેમને એક વર્ષથી કામ નથી મળ્યું અને લોકો પાસે મદદ માંગવી પડે એવી પરિસ્થિતિ ઉભી થઇ છે. એવામાં હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક કલાકારને પણ આવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

image source

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટ્ટુ કાકા તો તમને બધાને યાદ જ હશે. આ શોમાં નટુકાકાનું પાત્ર ભજવતા અભિનેતા ઘનશ્યામ નાયકની દશા પણ કંઈક આવી જ છે.

image source

તમને જણાવી દઈએ કે છેલ્લાં એક મહિનાથી તેઓ એમના ઘરે છે અને શૂટિંગ માટે તેમનો નંબર આવ્યો નથી. તેઓ રાહ જોઈ રહ્યાં છે કે તેમને તારક મહેતાની શૂટિંગ માટે ક્યારે બોલાવશે. અભિનેતાએ હાલની સ્થિતિ અંગે એક ઈન્ટરવ્યૂમાં વાતચીત કરતા કહ્યું કે મને ઘરે બેઠા એક મહિનો થઈ ગયો છે. શૂટિંગ ફરી ક્યારે શરૂ થશે અને મને ક્યારે બોલાવશે તે અંગે મને કોઈ ક્લેરિટી નથી.

image source

તેમને આગળ જણાવ્યું હતું કે હાલ તો શોનું શૂટિંગ અટકાવવામાં આવ્યું છે. મેકર્સે શૂટિંગ પ્લેસ બદલવા માટે પણ કઈ કર્યું નથી. મેં માર્ચ મહિનામાં એક એપિસોડ માટે શૂટ કર્યું હતું અને ત્યારબાદથી હું ઘરે છું. મને આશા છે કે મેકર્સ મારા ટ્રેકને પણ જલ્દી શરૂ કરશે. તમને જણાવી દઈએ કે હવે પછીના એપિસોડમાં તમને જોવા મળશે કે કેવી રીતે નટ્ટુ કાકા પોતાના ગામથી મુંબઈ પાછા ફરે છે. નટુકાકા જેઠાલાલની ગડા ઇલેક્ટ્રોનિકસમાં કામ કરે છે અને જેઠાલાલ સાથે નટ્ટુ કાકાની મજાક મસ્તી દર્શકોને ખુબ ગમે છે.

image source

તારક મહેતા કા ઉલટા ચશ્માં શોમાં નટ્ટુ કાકાની ભૂમિકા ભજવતા અભિનેતા ઘનશ્યામ નાયકની હવે ઉંમર થઈ ગઈ છે. તેમણે કહ્યું કે હાલનો સમય ખૂબ જ મુશ્કેલ છે. હું મારા ઘરમાં જ છું અને મારો પરિવાર પણ એવું જ ઈચ્છે છે કે હું ઘરની બહાર ન નીકળું. હું ક્યાંય બહાર જતો નથી. પરંતુ સેટ પર પરત ફરવા માટે અને ફરીથી કામ કરવા માટે હું ખૂબ જ આતુર છું. ક્યાં સુધી મારે કામથી દૂર આ રીતે આઈસોલેશનમાં રહેવું પડશે. વાયરસના કારણે મારા માટે એ મુશ્કેલ બની ગયું છે.

તેમને આગળ એમ પણ કહ્યું હતું કે હું સિનિયર એકટર્સના સેફ્ટી પ્રોટોકોલ્સ સમજી શકું છું પરંતુ મારું મગજ અને શરીર બંને કામ કરવા માંગે છે.

 

View this post on Instagram

 

A post shared by babuchak (@jethiya105)

તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલાં જ શોમાં ગોલીનું પાત્ર ભજવતા ચાઈલ્ડ એક્ટર કુશ શાહ સહિત કેટલાક કલાકારો કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, નટ્ટુ કાકા ફરી શોમાં જોવા મળશે કે નહીં અને ક્યારે જોવા મળશે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *