સબ ટીવી પર પ્રસારિત થતી જાણીતી કોમેડી સિરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા લાંબા સમયથી લોકોનું મનોરંજન કરી રહી છે. આ શોના પાત્રોએ લોકોના હૃદયમા પોતાની જગ્યા બનાવી લીધી છે. આજે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની મહિલા માંડળીની રિયલ લાઇફ વિષે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તમે આ મહિલા મંડળીઓને જોઈને ઓળખી પણ નહીં શકો.
મુનમુન દત્તા
મુનમુન દત્તા આ શો સાથે શરૂઆતથી જ જોડાયેલી છે. મુનમુન દત્તા આ શોમાં બબીતા ઐયરનું પાત્ર ભજવી રહી છે. તેણીનું પાત્ર લોકોને ખૂબ પસંદ આવે છે. રિયલલાઇફમાં અભિનેત્રી મુનમુન દત્તા ખૂબ જ વધારે સ્ટાઇલિશ અને બોલ્ડ છે.
અંબિકા રંજનકર
તારક મેહતા કા ઉલ્ટા શોમાં અંબિકા રંજનકર કોમલ હાથીનું પાત્ર ભજવે છે. તેણી શરૂઆતથી જ આ શો સાથે જોડાયેલી છે. અંબિકા આ સિરિયલમાં ખૂબ જ સિંપલ લૂક સાથે જોવા મળે છે અને તેણી પોતાની રિયલલાઇફમાં પણ ખૂબ જ સિંપલ છે.
સેનાલિકા જોશી
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં સોનાલિકા જોશી આત્મારામ તુકારામ ભિડેની પત્ની અને એક બિઝનેસ વૂમન માધવી ભિડેનું પાત્ર ભજવે છે. રિરિયલમાં સોનાલિકા ખૂબ જ સિંપલ દેખાય છે, પણ રિયલ લાઇફમાં તેણી વધારે ગ્લેમરસ છે.
સુનૈના ફોજદાર
સુનૈના તાજેતરમાં આ જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે જોડાઈ છે. તેણી સિરિયલમા તારક મહેતાની પત્ની અંજલી મહેતાનું પાત્ર ભજવી રહી છે. સિરિયલમાં તેણીનું પાત્ર ખૂબ જ સિંપલ છે પણ વાસ્તવિક જીવનમાં તેણી ઘણી ગ્લેમરસ અને બોલ્ડ છે.
જેનિફર મિસ્ત્રી
જેનિફર મિસ્ત્રી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીની પત્ની રોશન સોઢીનુ પાત્ર ભજવતી જોવા મળે છે. તેણી સિરિયલમાં પારસી બતાવવામાં આવી છે જો કે તે હોય છે એક પંજાબીની પત્ની. તેણીને સિરિયલમાં ખૂબ જ સ્વિટ બતાવવામાં આવી છે અને તે રિયલ લાઇફમાં પણ તેટલી જ સ્વિટ છે.
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા દેશનો સૌથી વધારે સર્ચ કરવામા આવેલો શો બન્યો
સબ ટીવી પર આવતો આ શો યાહૂ પર સૌથી વધારે સર્ચ થનારી ફિલ્મો અને ટીવી શોના વાર્ષિક યાદીમાં પ્રથમ સ્થાને આવ્યો છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્માએ બિગ બૉસ અને મિર્ઝાપુર જેવા શોને પાછળ પાડી દીધા છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા આ યાદી જાહેર કરવામા આવી હતી. આ યાદીમાં પૌરાણિક શો મહાભારત બીજા સ્થાન પર અને રામાયણ ચોથા સ્થાન પર રહ્યા છે. આ બન્ને શો લોકડાઉ દરમિયાન ફરીવાર પ્રસારિત કરવામાં આવ્યા હતા અને તેમને અદ્વિતિય સફળતા મળી હતી. આ યાદીમાં ત્રીજા સ્થાન પર સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ દિલ બેચેરા સૌથી વધારે સર્ચ કરવામા આવી.
આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત અને સંજના સાંઘી રોમાંસ કરતા જોવા મળ્યા હતા. ફિલ્મે ડીઝ્ની હોટસ્ટાર પર એક જ દિવસમાં સૌથી વધારે વાર જોવાનો રેકોર્ડ બનાવી લીધો હતો. યાહૂના જણાવ્યા પ્રમાણે 2020માં સુશાંત સિંહ રાજપૂત સૌથી વધારે સર્ચ કરવામા આવેલ સેલેબ્રિટી બન્યા તો આ યાદીમાં કપિલ શર્મા શો પાંચમા નંબર પર રહ્યો અને ટાઇગર શ્રોફની એક્શન ફિલ્મ બાઘી 3 છઠ્ઠા નંબર પર સર્ચ કરવામાં આવી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત