તારક મહેતા’..ના નટુકકાને ફરી માર્યો કેન્સરનો ઉથલો, કિમોથેરપીની વચ્ચે શરૂ કર્યુ સિરિયલનું શૂટિંગ

તારક મહેતાના નટુકકાને ફરી માર્યો કેન્સરનો ઉથલો, અગાઉ કર્યું હતું સિરિયલનું શૂટિંગ.

સબ ટીવી પરના લોકપ્રિય કોમેડી શો’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વિશે તો તમને ખ્યાલ જ હશે અને એમાંય નટુકકાનું પાત્ર તો લોકોનું ફેવરિટ છે. 77 વર્ષીય નટુકાકા એટલે કે ઘનશ્યાન નાયકને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગળામાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. જ્યારે નિદાન થયું ત્યારર નટુકાકા 13 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા અને ઓપરેશનમાં 8 ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. ઓપરેશન પછી નટુકાકાએ રેડિયેશન તથા કિમોથેરપી લીધી હતી.

image source

તમને જણાવી દઈએ કે હાલમાં જ નટુકાકાના દીકરા વિકાસ નાયકે સોશિયલ મીડિયામાં નટુકાકાને કેન્સરે ઊથલો માર્યો હોવાની વાત કરી હતી. વિકાસ નાયકની સોશિયલ મીડિયા પોસ્ટ અનુસાર ગયા સપ્ટેમ્બર મહિનામાં નટુકાકાનું કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. એ પછી નટુકકાએ રેડિયેશનના 30 તથા કિમોના પાંચ સેશન લીધા હતા.

image source

તેમને આગળ જણાવ્યું છે કે નટુકાકાની ઓક્ટોબર મહિના સુધી કેન્સરની સારવાર ચાલી હતી. આ સારવારના છ મહિના પછી નટુકાકાનો પેટ સ્કેન કરાવવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં નટુકાકાને ગળામાં પહેલા જ્યાંથી આઠ જેટલી ગાંઠો બહાર કાઢી હતી ત્યાં ફરી વાર એકાદ-બે સ્પોટ જોવા મળ્યા હતા. આટલું જ નહીં, ફેફસાંમાં પણ એક-બે નવા શંકાસ્પદ સ્પોટ દેખાયા હતા. ટેસ્ટમાં દેખાયેલા આ સ્પોટ કેન્સરના જ સ્પોટ હોવાનું પાછળથી નિદાન થયું હતું અને ડૉક્ટરસે જણાવ્યું હતું કે ફરી એકવાર કિમો થેરપી કરવી પડશે.

image source

નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકની ઉંમર 76 વર્ષ છે જેના કારણે કિમો થેરપી માટે દર વખતે નસ પકડવી સહેલી નહોતી, આથી જ ડૉક્ટર્સે તેમના શરીરમાં કેમો પાર્ટ બેસાડવાની સલાહ આપી હતી. આના માટે ઘનશ્યામ નાયકે નાનકડી સર્જરી પણ કરાવી હતી. કેમો પાર્ટ એટલે એક નાની ડબ્બી શરીરમાં ફિટ કરવામાં આવે છે અને કિમોથેરપીના ઈન્જેક્શન આપી શકાય છે.

તમને જણાવી દઈએ કે નટુકકાનું કિમો સેશન ચાલી રહ્યું હતું તેની વચ્ચે નતુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકે દમણ જઈને ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’નું શૂટિંગ કર્યું હતું. તેઓ તેમના દીકરા વિકાસ સાથે અહીં શૂટિંગ માટે આવ્યા હતા.

image source

શુટીંગ દરમિયાન સેટ પર શ્યામ પારેખ એટલે કે પત્રકાર પોપટલાલનો જન્મદિવસ સલસેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. સેટ પર નટુકાકા માટે પણ અલગથી કેક પણ મગાવવામાં આવી હતી અને સેટ પર બધાએ નટુકાકાની તબિયત જલદીથી સારી થઈ જાય એ માટે પ્રાર્થના કરી હતી.

તમને જણાવી દઈએ કે નટુકકાના કિમો થેરપીના હજી બે સેશન બાકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!