ટીવી સીરિયલ તારક મહેતા…ના એક્ટરે કર્યું ચેન સ્નેચિંગ, પોલીસને આપેલું કારણ ચોંકાવનારું, જાણો વધુ વિગતો

ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દરેક વ્યૂઅર્સના મન પર ખાસ સ્થાન બનાવી ચૂકી છે. આ સમયે હાલમાં આ સીરિયલના એક એક્ટરે એવું કામ કર્યું કે જાણીને તમને નવાઈ લાગશે. આ સાથે જ જ્યારે પોલીસે તેને પકડ્યો ત્યારે તેણે જે કારણ આપ્યું તે વધારે ચોંકાવનારું હતું.

image source

ફેમસ સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ખાસ રોલ કરનારો એક્ટર ચેન સ્નેચિંગના કેસમાં પકડાઈ ગયો હતો. પોલિસે એક્ટરની પાસેથી તપાસમાં 3 ચેન પકડી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ એક્ટરને ક્રિકેટ સટ્ટામાં બેટિંગ કરવાની લત છે. આ લતના કારણે એક્ટર ચેન સ્નેચિંગ પણ કરવા લાગ્યો હતો.

રાંદેર પોલિસની ટીમે સૂચના મળતાં જ રાંદેર ભેસાન ચોક પર વૈભવ બાબૂ જાદવ અને મિરાજ વલ્લભદાસ કાપડીની ધરપકડ કરી હતી. આરોપીની પાસે 3 સોનાની ચેન, 2 મોબાઈલ અને ચોરીની બાઈક સહિત 2 લાખ 54 હજાર રૂપિયાનો સામાન મળી આવ્યો છે. આરોપીએ પોતાનો ગુનો પણ પોલીસ તપાસમાં કબૂલ્યો છે. પોલીસને આ આરોપીઓએ જણાવ્યું કે ક્રિકેટ સટ્ટાની લતના કારણે તેમની પર 25-30 લાખ રૂપિયાનું દેવું ચઢી ગયું હતું. આ કારણે તેઓ રસ્તે જતી એકલી અને વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવતા હતા. આ સાથએ જ તેઓ તેમના ગળામાંથી ચેન સ્નેચિંગ કરીને ભાગી જતા હતા.

image source

આરોપી મિરાજ અનેક સીરિયલમાં કરી ચૂક્યો છે કામ

2 આરોપી પોલીસે પકડ્યા છે જેમાં આરોપી મિરાજ કાપડી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિવાય પણ અનેક સિરિયલ્સ જેવી કે થપકી, સંયુક્તા, મેરે અંગને મેં કામ કરી ચૂક્યો છે. એક સારું વ્યક્તિત્વ હોવા થતાં આવી લતના કારણે તેને નુકસાન થયું છે અને સાથે જ તેની છવી પણ ખરાબ થઈ રહી છે.

image source

મિરાજ જૂનાગઢનો રહેવાસી છે. આ સિવાય મુંબઈમાં તે ટીવી કલાકાર તરીકે કામ કરી રહ્યો છે. તે એક ફિટનેસ ટ્રેનરનું પણ કામ કરે છે. મિરાજ કાપડી મુંબઈના અંધેરીમાં મહાડામાં રહે છે. સટ્ટાની લત લાગ્યા બાદ તે દેવામાં ફસાઈ જવાના કારણે ચેન સ્નેચિંગના ખોટા રસ્તે ફસાઈ ગયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!