4 વર્ષ પછી પહેલી વાર સામે આવી “તારક મહેતા” નાં દયાબેન ની દિકરીના પહેલા ફોટા

4 વર્ષ પછી પહેલી વાર સામે આવી “તારક મહેતા” નાં દયાબેન ની દિકરીના પહેલા ફોટા, સ્ટારકીડ્સને પણ આપે ક્યુટનેસમાં ટક્કર. ટીવીના લોકપ્રિય કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ની દયાબેન એટલે કે દિશા વાકાણીએ લાંબા સમયથી આ શોમાં નથી દેખાઈ રહી. આ શો માં દયાબેન ની ભુમિકા નિભાવીને દિશા વાકાણી બધાની ફેવરિટ બની ગયા. આજે તેમના ફેન ફોલોઇંગની કોઈ કમી નથી.

ગુજરાતમાં જન્મેલી અને ઉછરેલી દિશા વાકાણી મુંબઈ જેવા મોટા શહેરમાં આવીને પોતાની અલગ ઓળખ બનાવી હતી. ડીતારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો એ દિશા વાકાણીને ઘર ઘરમાં લોકપ્રિય કરી દીધી હતી. શોમાં દયાબેનનું પાત્ર જે રીતનું હતું એના કરતાં તેમના રીયલ લાઈફનું પાત્ર એકદમ જુદો છે.

image source

દિશા વાકાણીએ પોતાના એક ઇન્ટરવ્યુંમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તે દયા બહેનની જેમ મિલનસાર નથી. તે એટલી જલ્દી કોઈ સાથે હળીભલી શકતી નથી. કેરેક્ટર થોડા અલગ રહીને વાત કરીએ તો દિશા વાકાણી ખૂબ જ શરમાળ સ્વભાવનાં છે. શોમાં તમે જોયું જ હશે કે કેવી રીતે દયાબેન બધા પર સરળતાથી વિશ્વાસ કરી લે છે. પરંતુ દિશા વકાણી એનાથી તદ્દન જુદી છે. તે રીયલ લાઈફ માં કોઈ પર એટલો જલ્દી વિશ્વાસ કરતાં નથી. તેમનું કહેવાનું છે કે હું લોકો પણ સરળતાથી ભરોસો કરતી નથી.

image source

તમને જણાવી દઈએ કે દિશા વાકાણીએ લાંબા સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માંથી ગાયબ થઈ ગઈ છે. વાત જાણે એમ છે થોડા સમય સુધી તે પોતાની પ્રેગનેન્સીને કારણે મેટરનીટી લિવ પર ગઈ હતી. પોતાની પ્રેગ્નન્સી અને પોતાના બાળકને મહત્વ આપતા દિશા ત્યારથી લઈને અત્યાર સુધી શોથી દૂર રહી છે. તે પોતાના અંગત જીવનમાં ખુબજ વ્યસ્ત રહે છે.

હાલ દિશા વકાણી પોતાના પરિવાર સાથે મળીને પોતાની નાની બાળકીને પુરો સમય આપી રહી છે. દિશા વાકાણી શોથી ભલે દુર થઈ ગઈ હોય પરંતુ તેમનું નામ અને પોપ્યુલારિટી આજે પણ જેમની તેમ જ જળવાઈ રહેલ છે. તેમના ફેન્સ આજે પણ શોમાં તેમના પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે.

image source

હાલની વાત કરીએ તો દિશા વાકાણીનો પોતાની દીકરી સાથે એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ફોટામાં તેમની દીકરી સ્તુતિ ખૂબ જ ક્યુટ લાગી રહી છે.તમને જણાવી દઈએ કે દિશાએ વર્ષ ૨૦૧૫માં મયુર પંડ્યા સાથે લગ્ન કર્યા હતા. તેના બે વર્ષ પછી જઈને દિશા વાકાણીએ ક્યુટ દીકરીને જન્મ આપ્યો.

તમને જણાવી દઇએ કે બીજા સ્ટાર્સની જેમ દિશા વાકાણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વધારે એક્ટિવ રહેતી નથી. તેમની દીકરીની પહેલી તસ્વીર તે સમયે સામે આવી, જ્યારે તે તિરુપતિ બાલાજી દર્શન કરવા ગઇ હતી. આ દરમિયાન તેમની દીકરી સ્તુતિની ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થયો.

image source

એવું કહેવામાં આવી રહ્યું છે કે દિશા જલ્દી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માં પરત ફરશે. તે સિવાય ખબર એવા પણ છે કે દિશા બિગ બોસ માં પણ નજર આવી શકે છે. ભલે જે પણ હોય દિશા વાકાણીને એકવાર ફરીથી પડદા પર જોવા માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે