અમદાવાદમાં પ્રેમિકાએ પ્રેમીને કહ્યું, હું તારી સાથે સંબંધ રાખવા નથી માંગતી, અને ગુસ્સે થયેલા યુવકે ફટકારી દીધા 15 લાફા પછી…

આજ કાલ લવ અફેર્સની કિસ્સાઓ ખુબ વધી રહ્યા છે. જેમા ઘણી વાર પ્રેમમાં દગો મળ્યા બાદ યુવકો કે યુવતીઓ આવેશમાં આવીને ન કરવાનું કરી બેસતા હોય છે. આવો એક કિસ્સો સામે આવ્યો છે અમદાવાદમાં કે જ્યાં પ્રેમિકાએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા યુવકે યુવતી પર લાતોનો વરસાદ કરી દીધો હતો.

image source

જેને જોઈને આસપાસમાં રહેલા સૌ કોઈ સ્તબ્ધ બની ગયા હતા. યુવતીએ ના પાડતા જ યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને પ્રેમિકા પર રિતસરનો તુટી પડ્યો હતો. વાત વધુ વણસતા આખરે યુવતીએ પોલીસનું શરમ લીધુ હતુંય

બંન્ને રિવરફ્રન્ટ ખાતે ગયા

image source

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મુળ રાજસ્થાનની વતની 24 વર્ષીય યુવતી શાહીબાગમાં રહે છે અને નરોડા જીઆઇડીસીમાં આવેલી એક બેન્ક શાખામાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે. તેના માતા પિતા રાજસ્થાનમાં રહે છે. અમદાવાદમાં આવેસા શાબીબાગ ખાતે યુવતીમાં રહે છે. તે 17 તારીખની સાંજે બેંકનો સમયગાળો પુર્ણ થયા બાદ શાહીબાગ ખાતે આવેલા પોતાના ઘરે જવા માટે બસ સ્ટેન્ડ પર રિક્ષાની રાહ જોઇને ઉભી હતી.

image source

આ દરમિયાન તેની સાથે મેમ્કો શાખામાં કામ કરતો યુવક યશવંત રાણા આવ્યો હતો. યશવંત અને આ યુવતી લાંબા સમયથી પ્રેમમાં હતા. જેથી યુવતી તેની પાછળ બેસી ગઇ હતી અને બંન્ને રિવરફ્રન્ટ ખાતે ગયા હતા.

યશવંતના પગ નીચેથી જમીન સરકી ગઈ

image source

અહિ સુધી તો બધુ બરાબર ચાલ્યું. પણ પછી કહાની આવ્યો ટ્વીસ્ટ. જ્યાંરે યુવતીએ રિવરફ્રન્ટ ખાતે યુવકને જણાવ્યું હતું કે, પોતે તેની સાથે પ્રેમ સંબંધમાં રાખવા માંગતી નથી અને એ કારણે જ તે છેલ્લા 15 દિવસથી તારો ફોન નથી ઉપાડતી. આ વાત શાંભળતા જ યશવંતના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. એક તો યશવંત છેલ્લા 15 દિવસથી તેનો ફોન ન ઉપડતા ગુસ્સામાં હતો અને હવે તેની પ્રેમીકાએ સંબંધ આગળ વધારવાની ના પાડતા તે આવેશમાં આવી ગયા હતો અને તેણે યુવતીને ધડાધડ 15 લાફા ફટકારી દીધા હતા.તે દરમિયાન એકબીજા સાથે બોલાચાલી થઇ હતી. જેના કારણે યશવંતે ઉશ્કેરાઇને આ યુવતીને ડાબા ગાલે પંદરેક લાફા મારી દીધા હતા અને બાદમાં પ્રેમસંબંધ નહીં રાખે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બાદમાં યશવંત આ યુવતીને બાઈક પર બેસાડીને યુવતીના શાહીબાગ ખાતેના પીજી પર મૂકી ગયો હતો.

યુવતી પોલીસ કમિશનરની કચેરી ખાતે ફરિયાદ કરવા માટે ગઈ

image source

જેથી કંટાળેલી યુવતી પોલીસ સ્ટેશને પહોંચી હતી. યશવંત પ્રેમ સંબંધ રાખવા માટે ધમકી આપતો હોવાથી આ યુવતી પોલીસ કમિશનરની કચેરી ખાતે ફરિયાદ કરવા માટે ગઈ હતી. ત્યાંથી તેને રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપતાં પોલીસે આ મામલે યશવંત નામના શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત