Tata સૌથી સસ્તી કાર લોન્ચ કરવાની તૈયારીમાં, જાણો કિંમત અને ખાસ ફીચર્સ પણ

SUV સેગમેન્ટમાં પોતાની પકડ મજબૂત કરવા માટે ટાટા મોટર્સએ આ વર્ષની શરૂઆતમાં 7 સીટર SUV સફરીનેનલોન્સ કરી હતી. ટાટાના આ મોડલે આવતાની સાથે જ કાર બજાર અને SUV સેગમેન્ટમાં તરખાટ મચાવી દીધો હતો. હવે ટાટા મોટર્સ વધુ એક નવી SUV ને લોન્ચ કરવાની તૈયારીમાં છે.

image source

ટાટા HBX લોન્ચ કરવાની ચાલી રહી છે તૈયારી

આ વખતે ટાટા મોટર્સ કોઈ રેગ્યુલર SUV કે કોમ્પેક્ટ SUV નહિ પણ એથી કઇંક અનોખું લઈને આવી રહી છે કારણ કે ટાટા મોટર્સ માઈક્રો SUV માં ઝંપલાવી રહી છે. આ માઈક્રો SUV ને ટાટા મોટર્સએ Tata HBX એવું નામ આપ્યું છે. જો કે માઈક્રો SUV ભારતમાં બહુ પ્રચલિત નામ નથી. પરંતુ ટાટા મોટર્સ આ ક્ષેત્રમાં એક નવું પગલું માંડવાની શરૂઆત કરી રહી છે.

image source

ફેસ્ટિવ સીઝનમાં થઈ શકે છે લોન્ચિંગ

હવે સવાલ.એ ઉભો થાય કે ટાટા મોટર્સની આ ટાટા HBX કારને લોન્ચ ક્યારે કરશે. તો એવી આશા સેવાઇ રહી છે કે કંપની તેની આ માઈક્રો SUV ને કદાચ ફેસ્ટિવ સિઝન દરમિયાન એટલે કે લગભગ નવેમ્બર ડિસેમ્બરના મધ્યમાં લોન્ચ કરી શકે છે. કારણ કે આ સમયગાળા દરમિયાન કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ્સ ઘણો સારો રહે છે અને લોકો આ સમયગાળામાં જ નવી કાર ખરીદવાનું અને શોપિંગ કરવાનું પસંદ કરે છે.

image source

માઈક્રો SUV ટાટા HBX માં કેવા હશે ફીચર્સ

મીડિયા અહેવાલો અનુસાર ટાટાની આગામી માઈક્રો SUV ટાટા HBX માં એ જ 1.2 લીટર એન્જીન હશે જે Tiago અને Altroz માં આપવામાં આવે છે. કારના હાઈ – એન્ડ વર્ઝનને ટર્બોચાર્જડ એન્જીનની સાથે પણ રજૂ કરવામાં આવી શકે. એ સિવાય કારમાં LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ પણ મળશે. નવા એલોય વહીલ, ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સોસ્ટમ જેમાં એપ્પપ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવિટી પણ મળશે.

image source

માઈક્રો SUV Tata HBX ની કિંમત કેટલી હશે ?

પહેલી નજરમાં ટાટા મોટર્સની આ માઈક્રો SUV કોમ્પેક્ટ SUV ની ડિઝાઇનથી બહુ પ્રભાવિત SUV અને હેચબેકનું હાઈબ્રીડ વર્ઝન હોય તેવું લાગે છે. આ કાર ટાટા HBX નું માર્કેટિંગ મારુતિ સુઝુકી ઇગ્નિસ અને મહિન્દ્રા KUV NXT ના વિકલ્પ રૂપે કરવામા આવશે. ટાટા મોટર્સ માઈક્રો SUV સેગમેન્ટમાં જોરદાર એન્ટ્રી કરવા માંગે છે એટલા માટે આ કારની કિંમતને પણ ઘણી એગ્રેસીવ રાખવામાં આવી શકે છે. અંદાજ મુજબ ટાટાની આ માઈક્રો SUV ટાટા HBX ની કિંમત 5 લાખ રૂપિયાથી લઈને 7 લાખ રૂપિયા વચ્ચે હોઈ શકે છે.