Site icon News Gujarat

તાઉ-તે’ ગુજરાત બાદ રાજસ્થાન પર વર્તાવ્યો કેર, 24 કલાકથી ભારે વરસાદ, ક્યાંક ઝાડ ઉડી ગયા તો ક્યાં વીજળીના પોલ પડી ગયા

Cyclone Tauktae: વાવાઝોડાની ગતિ ધીમી પડી, હવે રાજસ્થાન તરફ આગળ વધશે, જાણો તમામ માહિતી

ગુજરાતમાં તોફાન મચાવી વાવાઝોડુ તૌકતે (tauktae cyclone) ની ગતિ ધીમી પડી છે. હવે આ તોફાન રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. અરબસાગરથી શરૂ થયેલું વાવાઝોડું મંગળવારે રાજસ્થાન પહોંચવાનું છે. વાવાઝોડું ધીમું પડવાને કારણે પવનની ગતિ પણ ઓછી થઈ ગઈ છે. હવે હવામાન વિભાગ દ્વારા આગાગી કરવામાં આવી છે કે ઉદેપુર અને જોધપુરના અમુક વિસ્તારોમાં વરસાદ થવાનો છે.

image source

તો અહેવાલ મળી રહ્યાં છે કે પીએમ મોદી આવતીકાલે ગુજરાતમાં હવાઈ નિરીક્ષણ કરવા આવી શકે છે. રાજ્યમાં આવેલા તૌકતે વાવાઝોડાએ નુકસાન કર્યુ છે. આ દરમિયાન 13 લોકોના મૃત્યુ થયા છે. તો અનેક જગ્યાએ વાવાઝોડાને કારણે ઝાડ ધરાશાયી થઈ ગયા છે. તૌક્તેએ ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ કહેર વર્તાવ્યો છે. વાવાઝોડાના કારણે જાણો કેવી સર્જાયી રાજસ્થાનન સ્થિત.

વીજળીના પોલ પણ પડી ગયા

image source

લો પ્રેશનની સાથે રાજસ્થાનમાં પ્રવેશ કરનારા તૌક્તેના કારણે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ ચાલુ છે. આનાથી તાપમાનમાં ખાસ ઘટાડો નોંધાયો છે. અનેક જિલ્લામાં ભારે પવનના કારણે સેંકડો વૃક્ષો ધરાશાયી થયા છે. અનેક જગ્યાએ વીજળીના પોલ પણ પડી ગયા છે. જ્યારે પાવર સપ્લાયમાં સમસ્યા સર્જાયી છે. તૌક્તે વાવાઝોડાની અસરના કારણે રાજસ્થાનમાં 24 કલાકથી ભારે વરસાદ પડ્યો છે.

વૃક્ષો ઉખડી ગયા છે તો વીજળી ગુલ થઈ છે અને નક્કી લેકમાં લહેરો ઉઠી છે. ચક્રવાતી તોફાન તૌક્તેની અસરના કારણે રાજસ્થાનમાં મંગળવારે સવારે શરુ થયેલો વરસાદનો સિલસિલો બુધવારે સવાર સુધી સતત જારી રહ્યો છે. તૌક્તેના કારણે રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે તો ક્યાંક મધ્યમ વરસાદ થઈ રહ્યો છે.

image source

તૌક્તેના કારણે ગુજરાત રાજ્ય સાથે અડીને આવેલા જાલોર જિલ્લામાં ગત 12 કલાકમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે આની સાથે અડીને આવેલા પાલી જિલ્લામાં વરસાદનો ફ્લો ઘણો ભારે છે. વરસાદના કારણે પ્રદેના અનેક વિસ્તારો સંપૂર્ણ રીતે અસરગ્રસ્ત થયા છે. રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ગત રાતે વીજળી ડુલ થઈ જતા અંધાર પટ છવાયો હતો. ઝાડ ઉડી ગયા છે.

વીજળી સપ્લાયને અસર પડી

વાવાઝોડાના કારણે રાજસ્થાનના લગભગ પ્રત્યેક ભાગમાં વરસાદ થઈ રહ્યો છે. જેને કારણે અને વિસ્તારોમાં ઝાડ ઉડી ગયા છે. વીજળી સપ્લાયને અસર પડી છે. અનેક રસ્તાઓ પર વૃક્ષો પડવાથી રોડ બ્લોક થયા છે. જેના કારણે અવરજવરમાં સમસ્યા સર્જાઈ હતી. નદી નાળામાં પાણીની આવક વધી છે. માઉન્ટના નક્કી લેકમાં લહેરો ઉઠતા લોકો ડરી ગયા હતા. રાજધાની જયપુરમાં રોકાઈ રોકાઈને ભારે વરસાદનો દોર જારી છે.

રાજ્યમાં 13 લોકોના મૃત્યુ

રાજ્યમાં આવેલા તૌકતે વાવાઝોડાએ નુકસાન કર્યુ છે. આ દરમિયાન 13 લોકોના મૃત્યુ થયા છે. તો અનેક જગ્યાએ વાવાઝોડાને કારણે ઝાડ ધરાશાયી થઈ ગયા છે. લાઇટોને નુકસાન પહોંચ્યું છે. રાજ્યભરમાં 5951 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાંથી 2101 ગામમાં શરૂ કરી દેવામાં આવ્યો છે. 165 સબસ્ટેશનને નુકસાન પહોંચ્યું છે. 950 ટુકડીઓ ઈલેક્ટ્રિસિટી શરૂ થાય તે માટે કામ કરી રહી છે. રાજ્યમાં આવતીકાલ સુધીમાં તમામ લાઈટો શરૂ થઈ જશે. મુખ્યમંત્રીએ આ માહિતી આપી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version