શરીરની નબળાઈને દૂર કરશે આ ખાસ વાનગીઓ, બીમારીમાંથી ઉઠવામાં કરશે તમારી મદદ

અનેક વાર તમે એવું અનુભવો છો કે શરીરમાં કોઈ પ્રકારની નબળાઈ આવી છે. આવું ખાસ કરીને તમે ત્યારે અનુભવો છો જ્યારે તમને તાવ આવ્યા બાદ શરીરમાં ખાલી પણું લાગે. આ સમયે જો તમે ડાયટમાં પૌષ્ટિક અને હળવો ખોરાક લો છો તો તમને ફાયદો થઈ શકે છે.

બાળકો અને વયસ્ક વ્યક્તિઓમાં પણ તાવ આવવો એ સામાન્ય વાત છે. શરીરમાં રહેલા સંક્રમણથી લડવાની આ પ્રાકૃતિક પ્રક્રિયા છે. તાવ આવવો એક સારી વાત છે કેમકે શરીરમાં અન્ય બીમારીના પ્રતિ ઇમ્યુનિટી વિકસિત થાય છે. વધારે સમય સુધી તાવ રહેવો એ ખતરાની નિશાની હોય છે. તાવ આવવાથી શરીરમાં નબળાઈ આવે છે અને તેના માટે ડાયટ લેવો જરૂરી છે. પૌષ્ટિક અને હળવો આહાર લેવાથી તાવમાં રાહત મળે છે. પરંતુ શું તમે એ જાણો છો કે તાવમાં પોતાને સારું ફીલ કરાવવા માટે અને પોતાને હેલ્ધી રાખવા માટે ડાયટમાં કઈ ચીજોનું સેવન કરવું જોઈએ. નહીં ને… તો અમે આપને જણાવી રહ્યા છીએ કે તમે તાવમાં શું અનુભવો છો અને તમારે કેવો ડાયટ લેવો લાભદાયી રહે છે.

image source

ખીચડીનું સેવન

ખીચડી એક હળવું ભોજન માનવામાં આવે છે. તાવમાં લીવર નબળું બને છે જેના કારણે ભોજનને પચાવવામાં સરળતા રહેતી નથી. એવામાં ખીચડી એક પૌષ્ટિક ભોજન હોવાની સાથે જલ્દી પચનારું ભોજન છે. તે સરળતાથી પચી જાય છે. તાવ આવે ત્યારે ખીચડી ખાવામાં આવે તો લીવરમાં સારું ફીલ થાય અને જલ્દી સાજા થવામાં પણ રાહત મળે છે.

image source

ઉપમા

તાવની નબળાઈ હોય તો તમે ખાસ કરીને દર્દીને કબજિયાતની તકલીફ રહે છે. તેના કારણે દર્દીને કંઈ પણ ખાવાનું ભાવતું નથી. આ સિવાય નબળાઈ પણ અનુભવાય છે. એવી મુશ્કેલીમાં તમે તેમને સૂજીનો એટલે કે રવાનો ઉપમા બનાવીને આપી શકો છો. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થશે અને તમે સારો અનુભવ કરશો.

image source

બાફેલા ઈડા

ઈંડામાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે જે હેલ્થ માટે જરૂરી છે. ઈંડા શરીરને નવી ઉર્જા આપે છે. ઈંડામાં વિટામીન બી6 અને બી12, ઝિંક, સેલેનિયમ પણ મળી રહે છે. જે રોગ પ્રતિરોધક ક્ષમતાને મજબૂત કરે છે. જો તાવમાં ઈંડાનું સેવન કરાય તો તમે સારું ફીલ કરો છો. આ સાથે તમારી નબળાઈ પણ જલ્દી દૂર થશે.

image source

વધારે પ્રમાણમાં સૂપ પીઓ

તાવ આવે ત્યારે જલ્દી પચે તેવા પદાર્થોનું સેવન કરવું લાભદાયી રહે છે. ખીચડીની સાથે તમે કોઈ પણ દાળ કે પછી ટામેટાનો સિમ્પલ સૂપ ટ્રાય કરી શકો છો. તે હેલ્થ માટે ફાયદો કરનારો રહે છે. તેમાં રહેતા પોષક તત્વો ઉર્જા પ્રદાન કરે છે. જો તમે તાવમાં સૂપને ડાયટ ચાર્ટમાં સામેલ કરો છો તો જલ્દી રિકવરી આવશે અને નબળાઈ પણ દૂર થશે.

image source

ચણાના લોટનો શીરો

બેસનનો શીરો તાવમાં લાંબા સમયથી ઉપયોગમાં લેવામાં આવે છે. બેસનનો શીરો શરદી, ખાંસી, તાવને માટે હેલ્ધી માનવામાં આવે છે. તાવમાં તેનું સેવન કરવામાં આવે તો ગળાની ખરાશ અને બંધ નાકની સમસ્યા પણ તેનાથી દૂર થઈ જાય છે. આ સાથે આ ગરમ શીરો ખાઈ લેવાથી તમે રાહત અનુભવો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *