જાણી લો હવે કઇ તારીખ સુધી ભરી શકશો તમે રિટર્ન, લંબાવાઇ છે તારીખ

કોરોનાનો કહેર જ્યારે શાંત થવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે આવા સમયે સરકાર પ્રજાને પડતી મુશ્કેલીઓમાં રાહત મળી શકે એ માટે અનેક નવા પ્રયત્નો કરી રહી છે. આવા સમયે આવકવેરા વિભાગે પણ નાણાકીય વર્ષ 2019-20 માટેના આઇ-ટી રિટર્ન ભરવાની મર્યાદાને હવે 30 નવેમ્બર સુધી વધારી દેવા અંગેની જાહેરાત પણ કરી દીધી છે.

આ બાબતે આવકવેરા વિભાગે શનિવારના દિવસે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે આ પગલું કોરોના મહામારીના ના સમયને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. વધુમાં એમણે જણાવ્યું હતું કે, ‘આશા છે કે સમય મર્યાદાનો આ વધારો કરદાતાઓને વસ્તુઓની વધુ સારી યોજના બનાવવામાં મદદ કરશે.

Image Source

આઇ-ટી રિટર્ન ભરવાની મર્યાદા હવે 30 નવેમ્બર સુધી

આપને જણાવી દઈએ કે શરૂઆતમાં કોરોના મહામારીના પગલે આ મુદ્દત 31 જુલાઈ સુધી લંબાવવામાં આવી હતી. વધારવામાં આવેલ મુદતમાં હવે બસ થોડા જ દિવસો બાકી હતા. જો કે હવે ફરી એક વાર આ સમય મર્યાદાને વધારી દેવામાં આવી છે, આ પગલું કોરોના દરમિયાન ટેક્સપેયર લોકોના હિત માટે લેવામાં આવ્યું છે. જો કે નવા બદલાવ પ્રમાણે આઇ-ટી રિટર્ન ભરવાની મર્યાદા હવે 30 નવેમ્બર સુધી કરી દેવામાં આવી છે.

Image Source

આઈટી વિભાગનું માનવું છે આ મુદત વધારી દેવાતા કરદાતા હવે કપાતની દાવેદારી માટે પણ રોકાણ કરી શકશે. આ અંગે 80 સી જીવન વીમા, જાહેર ભવિષ્ય નિધિ, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર, ઇક્વિટી-લિંક્ડ સેવિંગ સ્કીમ જેવા અન્ય વિભાગો હેઠળ મળતી સેવાઓમાં પણ કપાત રકમનો દાવો કરી શકે છે. જો કે આઇ-ટી વિભાગે નાણાકીય વર્ષ 19-20 માટે ટીડીએસ અને ટીસીએસ નિવેદનો રજૂ કરવા માટેની અંતિમ મુદ્દત પણ વધારી દીધી છે. હવે નાણાકીય વર્ષ 19-20 માટેની ટીડીએસ અને ટીસીએસ પ્રમાણપત્રો આપવાની અંતિમ તારીખ પણ 15 ઓગસ્ટ સુધીની રહેશે.

Image Source

ટેક્સ ઓડિટ રિપોર્ટની તારીખ પણ લંબાવાઈ

ગયા અઠવાડિયે કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે નાણાકીય વર્ષ 2018-19 એટલે કે એસેસમેન્ટ વર્ષ 2019-20 માટે મૂળ તેમજ સુધારેલા આવકવેરા રિટર્ન ફાઇલની છેલ્લી તારીખ પણ હવે લંબાવી દેવામાં આવી છે. આ તારીખ પણ હવે 31 જુલાઈ 2020 સુધી કરી દેવાઈ છે. એક નિવેદનમાં સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નાણાકીય વર્ષ 2019-20 ( એટલે કે AY 2020-21) માટે આવકવેરામાં વળતર માટેની નિયત તારીખ 30 નવેમ્બર 2020 સુધી લંબાવી દેવાઈ છે, જેથી કરીને હવે 31 મી જુલાઈ, 2020 અને ઓક્ટોબર 31, 2020 સુધીમાં જે આવક નોંધાવવી જરૂરી હતી એ હવે 30 નવેમ્બર, 2020 સુધીમાં ફાઇલ કરી શકાશે. જેના પરિણામે હવે ટેક્સ ઓડિટ રિપોર્ટ આપવા માટેની તારીખ પણ 31 ઓક્ટોબર, 2020 સુધીના સમય માટે લંબાવી દેવામાં આવી છે.

Image Source

આવકવેરા વિભાગે ફરી એકવાર ડેડલાઈન વધારી

આ નિર્ણય અંગે આવકવેરા વિભાગે શનિવારે એક નિવેદન બહાર પાડતાં કહ્યું હતું કે, વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને, અમે ફરી એક વખત ડેડલાઈન વધારી છે. આવકવેરા વિભાગે આઇટીઆર ફાઇલ કરવાની અંતિમ તારીખ ૩૦ નવેમ્બર સુધી વધારી દીધી છે.

Image Source

આશા છે કે આ કરદાતાઓને વધુ સારી યોજના બનાવવામાં આ નિર્ણય મદદ કરશે. હવે, નાણાકીય વર્ષ 19-20 માટે ટીડીએસ અને ટીસીએસ નિવેદનો રજૂ કરવા 31 જુલાઇ, 2020 સુધી લંબાવવામાં આવ્યા છે. તેમજ નાણાકીય વર્ષ 19-20 માટે ટીડીએસ અને ટીસીએસ પ્રમાણપત્રો આપવાનું વિસ્તરણ 15 ઓગસ્ટ, 2020 સુધી વધારવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત