તક્ષશિલા અગ્નિકાંડ: આજે પણ આ ગોઝારી ઘટનાને યાદ કરતા સરી પડે છે લોકો ની આંખ માં આસું હજુ પણ ન્યાય ની રાહ જોવાઈ રહી છે

સુરત તક્ષશિલા અગ્નિકાંડ ને થયું એક વર્ષ..

image source

સુરત મહાનગરપાલિકા તો કદાચ આ ઘટનાને ભૂલી પણ ગયું હોઈ શકે. પરંતુ પોતાના વ્હાલસોયા દીકરા-દીકરીને ગુમાવનાર પરિવાર આ ઘટનાને ક્યારે ભૂલી શકે તેમ નથી…પ્રજાની યાદદાસ્ત બહુ ટૂંકી છે, પણ ‘મને ભૂલી જજો પપ્પા’ એ વાક્ય ગુજરાત કદી નહિ ભૂલે.

24 મે 2019… સમય સાંજના પોણા ચાર કલાક…અચાનક જ શહેર ની તમામ ફાયર બ્રિગેડની ગાડીયો સાયરન ના ઘોંઘાટ સાથે સરથાણા ખાતે પુરઝડપે પહોંચવા લાગી હતી… સરથાણાના ના તક્ષશિલા આર્કેડના ટોપ ફ્લોરના ડોમમાં આવેલ ક્લાસીસ માં આગ લાગી હતી. આ ઘટના વાયુવેગે ફેલાતા લોકોના ટોળા એકત્રિત થવા લાગ્યા હતા અને તેવોની નજર સામે કેટલાક બાળકો અને યુવાનો પોતાનો જીવ બચાવવા માટે આર્કેડ પર થી નીચે કૂદવા લાગ્યા હતા..

image source

આ દૃશ્યો જોનાર દરેક ના રુવાંટા ઉભા કરી દે એવાં હતા. જેણે એક વર્ષ બાદ પણ સુરતનો કોઈ પણ નાગરિક ભૂલી શક્યો નથી. આ ઘટનામાં 22 જેટલા ચિરાગ આગની જ્વાળાઓમાં હોમાઈ ગયા હતા. જ્યારે 6 બાળકોએ પોતાનો જીવ બચાવવા કૂદવા જતા મોત ને ભેટ્યા હતા.. આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થયુ છે. પરંતુ મૃત્યુ પામનાર લોકોના પરિવાર માટે જાણે આજે જ આ ઘટના બની હોય એવું લાગે છે. આ ઘટનાએ તેમની આત્માને ઝંઝોળી દીધી છે…

અગ્નિકાંડમાં 22 બાળકોના મોત નીપજ્યાં હતા. બાળકો ઘરેથી હસતા હસતા ભણવા માટે ટ્યુશન ક્લાસ ગયા હતા. પરંતુ તેમના પરિવારજનોને ક્યાં ખબર હતી કે, તેમનું બાળક છેલ્લીવાર ઘરેથી બહાર જઈ રહ્યું છે. જ્યારે આ બાળકોના ફોન તેમના માતા-પિતા પર આવ્યા કે અહીં આગ લાગી છે. અમને બચાવી લો. ત્યારે માતા-પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. કેટલાક વાલીઓ આગને જોઈએ ભાન ભૂલી ગયા હતા. તો કેટલાક વાલીઓની આંખ ભીની થઇ ગઈ હતી. બીજી બાજુ ફાયરની કામગીરીના કારણે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

image source

કારણ કે, ફાયર વિભાગ પાસે ચાર માળ સુધી પહોંચી શકે તેવી સીડી ન હોવાના કારણે બાળકોએ ચોથા માળ પરથી નીચે છલાંગ લગાવવી પડી હતી. જેના કારણે કેટલાક બાળકોના મોત થતા હતા. તો કેટલાક બાળકોને ગંભીર ઈજાઓ થવા પામી હતી. આ ઘટનાના પગલે લોકોમાં હજુ પણ રોષ જોવા મળી રહ્યો છે. આગની ઘટનામાં મૃત્યુ પામેલા 22 બાળકોને ન્યાય મળી રહે તે માટે લોકો અલગ-અલગ રીતે તંત્રને રજૂઆત કરી રહ્યા છે.

આગમાં હોમાઈ ગયેલી એક કિશોરીએ તેના પિતાને ફોન કરીને કહ્યું હતું, ‘પપ્પા, હું આગમાં ફસાઈ છું, પણ ચિંતા ન કરશો હું ગમે તેમ કરીને બહાર આવી જઈશ’ પછી થોડી વાર બાદ એ જ છોકરીએ પિતાને બીજો ફોન કરીને ખાંસતા અવાજે કહ્યું કે, ‘પપ્પા, હું આગ અને ધૂમાડાથી ઘેરાઈ ગઈ છું. હવે હું બહાર નહિ આવી શકું. મને ભૂલી જજો પપ્પા…’

આ ઘટનામાં મૃત્યુ પામનાર ગ્રીષ્મા ગજેરા કેનવાસના માધ્યમ થી લોકોના જીવનમાં રંગ ભરતી હતી.. રંગો સાથે કલાસિસ માં ગઇ પરંતુ પરત નહીં આવી..

image source

ગ્રિષ્મા નામની વિદ્યાર્થી તક્ષશિલા આર્કેટમાં ચાલતા ડ્રોઈંગ ક્લાસીસમાં લાગેલી આગમાં હોમાઈ ગઈ હતી. ગ્રિષ્માની યાદો હવે માત્ર ચિત્રોમાં જ સમાયેલી રહી છે. કેનવાસ પર અનેક રંગોથી મનમોહક ચિત્રો બનાવતી ગ્રિષ્માની ચીર વિદાયથી ઘર જાણે બેરંગ બની ગયું. માતાપિતા હંમેશા તેની તસવીરો હાથમાં લઈ તેને યાદ કરતાં રહે છે. અને તસવીરના માધ્યમથી અનુભવ કરે છે કે વ્હાલી દીકરી તેમની નજીક જ છે.દીકરીને ગુમાવવાનું દુઃખ હજુ પણ શમતું નથી. એક વર્ષ થયું છતાં મમતાની આંખો સુકાતી નથી.

આ ગોઝારી ઘટનામાં ગ્રિષ્મા સહિત 22 વિદ્યાર્થીઓ જીવતાં ભૂંજાઈ ગયા હતા. જ્યારે 6 બાળકો જીવ બચાવવા નીચે છલાંગ મારી પણ બચી ન શક્યા.

આગ કઈ રીતે લાગી હતી?

image source

જ્યારે શોર્ટ સર્કિટથી આગ લાગી ત્યારે આ રબરના ટાયરો પણ આગની લપેટમાં આવતા આગે વિકરાળ રૂપ લીધુ હતુ. ટાયરો સળગવાના કારણે આગ વધી અને વિદ્યાર્થીઓને શ્વાસ લેવામાં પણ તકલીફો પડતા આખરે કેટલાક વિદ્યાર્થીઓ ચોથા માળેથી છલાંગ પણ લગાવી. આ ટાયરો વિવિધ એક્ટિવીટી માટે રાખવામાં આવ્યા હતા.

ત્રીજાથી ચોથા માળે જવાની સીડી પણ લોખંડની હતી અને સીડીના પગથિયા લાકડાના હતા. જેથી લાકડાની સીડીઓ પણ આગની લપેટમાં આવી હતી. જેથી દાદરાના પેસેજમાં લાગેલી આગના કારણે વિદ્યાર્થીઓ સીડીઓ ઉતરી શક્યા નહીં અને બહાર આવી શક્યા નહીં. જે બાદ આ દુઃખદ હોનારત સર્જાઈ.

વર્ષ થયું છતાં સજા તો દુર ટ્રાયલ પણ શરૂ થઇ શકી નહીં, ન્યાય મળતાં લાંબો સમય ચાલ્યો જશે

image source

ગ્રિષ્મા નાં પિતા જયસુખ ગજેરા ની જેમ અન્ય વાલીઓ પાલિકા અને ફાયર વિભાગના જવાબદાર અધિકારીઓ ને સજા થાય આ માટે કાયદાકીય લડત ચલાવી રહ્યા છે. જેમાં 12 RTI, 9 સરકારી અરજીઓ અને લાખો રૂપિયા સુપ્રીમ કોર્ટ સુધી માત્ર એક વર્ષમાં ખર્ચી ચુક્યા છે. એક જ ઈચ્છા છે કે તેમની બાળકો ના અકાળ મોત ના જવાબદાર અધિકારીઓને સજા થાય જેથી ભવિષ્યમાં કોઈની લાપરવાહીનો ભોગ બીજાને ન બનવું પડે. હજુ તો ઘટનાને બેે મહિના પણ ન થયા હોય ને આરોપીઓએ સેશન્સ કોર્ટમાં જામીન પર છુટવા અરજીઓ કરી.

આ અરજીઓ સામે વિરોધ કરવા વારંવાર સેશન્સ કોર્ટમાં ચાલુ ધંધો,નોકરી પરથી અમે બધા વાલીઓ જતા. તારીખ પર તારીખ પડતી તેમ છતાં પણ બધી તારીખોમાં કોર્ટમાં હાજર રહ્યા. જીલ્લા કોર્ટમાં જામીન ન મળતા હાઈકોર્ટમાં તેઓ જામીન માટે ગયા.આઠથી નવ મહિના કોર્ટ કચેરીના ધક્કા ખાવામાં જ ગયા. અઢી લાખથી વધારે કાગળોની પ્રિન્ટ કાઢી. 35 હજારથી વધુ કીમી ફર્યા, આખરે ક્રાઈમ બ્રાંચ દ્વારા બધાજ આરોપીઓ પકડાયા પછી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવી. કોર્ટમાં ચાર્જફ્રેમની સુનાવણી ચાલુ થઈને લોક ડાઉન આવી ગયું. હાઈકોર્ટમાં પણ વિરોધ અરજીઓ મૂકવા 30 વખત અમદાવાદ હાઈકોર્ટમાં પણ ગયા. એક આરોપી તો સુપ્રિમ કોર્ટ સુધી જામીન મેળવવા ગયા.

image source

આ સમગ્ર ઘટના બાદ કોમ્પ્લેક્સના બિલ્ડર, મનપાના અધિકારીઓ ,વિભાગના અધિકારીઓ સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને કાયદાકીય પગલા ભરવામાં આવ્યા. આ ગોઝારી ઘટનામાં પણ જે-તે સમયના તત્કાલિન અધિકારી પણ એટલા જ બેદરકાર રહ્યા હોઈ શકે તો તપાસનો રેલો જેને બિન અધિકૃત બાંધકામ ગણેલ છે તેને કાયદેસર કરવા સંબંધે નિર્ણય લેનાર જે-તે સચિવો, સત્તાપક્ષ સરકારના નેતાઓ અને વિપક્ષોના નેતાઓ પણ એટલા જ જવાબદાર છે. ટુંકમાં આ કેસમાં પણ અન્ય કેસોની જેમ ન્યાય મળતાં લાંબો સમય ચાલ્યો જશે એવું પ્રતિત થાય છે.

આ ઘટના મામલે ફાયર ઓફિસર, મનપા અધિકારીઓ, બિલ્ડર, ટ્યુશન કલાસીસ સંચાલકની પોલીસે ધરપકડ કરી હતી. એક વર્ષ વિત્યા બાદ હજુ પણ 14 આરોપીઓ સામે ચાર્જફ્રેમ પેન્ડિંગ છે.

image source

તેમ છતાં વાલીઓને લાગે છે કે અત્યાર સુધી ઉચ્ચ અધિકારીઓ સુધી આ તપાસ પહોંચી નથી, જેની લડત વાલીઓ દ્વારા આજદિન સુધી ચલાવવામાં આવી રહી છે..ત્યારે બીજી બાજુ સુરત મનપાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું છે કે આ ઘટના બાદ ફાયર વિભાગનું આખું સ્ટ્રક્ચર જ બદલી દેવામાં આવ્યુ છે..ફાયર સ્ટેશનની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. ગેરકાયદેસર બાંધકામને લઈ પાલિકા સખ્તાઈ બતાવી રહી છે. એટલું જ નહીં જવાબદાર અધિકારીઓ સામે કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યા છે..

સુરતના તક્ષશિલા અગ્નિકાંડને આજે એક વર્ષ પૂર્ણ થયું છે.એક વર્ષ વિત્યા બાદ પણ હજુ સુધી નિર્દોષ બાળકો નાં પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યા છે. અગ્નિકાંડના દોષિતોને હજુ સુધી સજા મળી નથી.

image source

હવે તો આ દુર્ઘટના ના દ્રશ્યો તમારી આંખ સામે આવી ગયા હશે તો ભૂલશો નહિ અને પરિવારને સહાનુભૂતિ પહોંચે અને હિંમત મળે તેના માટે થોડા શબ્દો કોમેન્ટમાં જરૂર લખજો.

source : divyabhaskar , trishulnews , vtvgujarati , youtube

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત