તમે પણ નહિ જાણતા હોય બોલીવુડના આ ૧૧ સેલેબ્રીટીની સાચી અટક, જાણો કોણ છે આ સેલેબ્રીટી..

મિત્રો, આ વાત તો તમને કદાચ ખ્યાલ જ હશે કે બોલીવૂડ ફિલ્મજગતના દિગ્ગજ કલાકાર ગોવિંદા અને બાહુબલી ફેમ તમન્ના ભાટિયા બંનેનો જન્મદિવસ એક જ દિવસે આવે છે અને બંને ખુબ જ ભવ્ય રીતે તેની ઉજવણી કરે છે પરંતુ, શું તમને ખ્યાલ છે કે તેમની બર્થડેટ સિવાય પણ એક વાત તે બંનેની વચ્ચે કોમન છે અને એ કોમન વસ્તુ એ છે કે, તે બંને જ પોતાની વાસ્તવિક સરનેમ લોકોથી છુપાવે છે અને ફક્ત આ બે જ કલાકારો નહિ પરંતુ, ઘણા એવા કલાકારો કે છે પોતાની વાસ્તવિક સરનેમ નથી જણાવતા. તો ચાલો આજે આ લેખમા બોલીવૂડ ફિલ્મજગતના આ કલાકારો વિશે જણાવીશું.

કાજોલ :

image source

આ અભિનેત્રી પોતાના નામમા સરનેમનો ખુબ જ ઉપયોગ કરે છે. લગ્ન પછી તે કાજોલ દેવગણ થઇ ગઈ પરંતુ, તેમ છતા પણ તે આજે કાજોલના નામથી જાણીતી છે. એવુ કહેવામા આવે છે કે, માતા-પિતાના અલગ થયા પછી તેણીએ પોતાના નામ આગળથી સરનેમ હટાવી દીધી હતી.

ધર્મેન્દ્ર :

image source

આ અભિનેતાનુ પૂરુ નામ ધરમ સિંહ દેઓલ છે પરંતુ, આખી દુનિયા તેમને ધર્મેન્દ્રના નામથી જ ઓળખે છે. ધર્મેન્દ્ર ભલે તેના નામ પાછળ તેની સરનેમનો ઉપયોગ થાય છે પરંતુ, તેમના પુત્રો સની અને બોબી તેમના નામની પાછળ દેઓલ લગાવે છે.

રેખા :

image source

આ અભિનેત્રીનુ વાસ્તવિક નામ ભાનુરેખા ગણેશન છે પરંતુ, આજે તે સમગ્ર ફિલ્મજગતમા ફક્ત રેખાના નામથી જ ઓળખાય છે. એવુ અનુમાન લગાવવામા આવી રહ્યુ છે કે, એક સમયે તેણીના પિતા સાથેના તેના સંબંધમા થોડો તણાવ હોવાના કારણે તેણીએ પોતાનુ નામ શોર્ટ કરી નાખ્યુ.

ગોવિન્દા :

image source

આ અભિનેતાનુ આખુ નામ ગોવિંદા અરુણ આહુજા છે પરંતુ, સમગ્ર ફિલ્મજગત તેમને ફક્ત ગોવિંદાના નામથી જ ઓળખે છે.

જીતેન્દ્ર :

આ અભિનેતાનુ વાસ્તવિક નામ રવિ કપૂર છે. તેણે પોતાના નામથી આગળ સરનેમ તો હટાવી પરંતુ, તેની સાથે જ તેણે પોતાનુ નામ પણ બદલાવી નાખ્યુ. એવુ માનવામા આવે છે કે, તેમણે આવુ જ્યોતિષ અથવા તો ન્યુમોરોલોજીના કારણે કર્યુ છે.

શ્રીદેવી :

image source

આ અભિનેત્રીનુ વાસ્તવિક નામ શ્રી અમ્મા યાંગર અયપ્ન્ન હતુ. આ નામ ફિલ્મજગતના લાઈમલાઈટ મુજબ મેચ થતુ નહોતુ અને તેના કારણે તેણીએ પોતાનુ નામ ફેરવીને શ્રીદેવી રાખ્યુ.

તમન્ના :

image source

બાહુબલીની આ અભિનેત્રીની સરનેમ ભાટિયા છે પરંતુ, ન્યુમોરોલોજીના કારણે તેણીએ પોતાનુ નામ નાનુ કર્યુ અને નામ પાછળથી સરનેમ હટાવી.

અક્ષય કુમાર :

image source

આ અભિનેતાનુ વાસ્તવિક નામ રાજીવ ભાટિયા છે પરંતુ, ફિલ્મજગતમા પોતાની માચો ઈમેજ બનાવવા માટે તેણે પોતાનુ નામ બદલીને અક્ષય કુમાર રાખ્યુ.

તબ્બુ :

image source

આ અભિનેત્રીનુ પૂરું નામ તબ્બસુમ હાશમી છે પરંતુ, ફિલ્મીજગતમા શોર્ટ નેમની પોપ્યુલારીટીના કારણે તેણે પણ પોતાનુ નામ ટૂંકાવીને તબ્બુ કરી નાખ્યુ.

રણવીર સિંહ :

image source

આ અભિનેતા પણ પોતાની વાસ્તવિક સરનેમનો ઉપયોગ કરતો નથી. તેમનુ આખુ નામ રણવીર સિંહ ભવનાની છે પરંતુ, તેણે પોતાની સરનેમ હટાવીને નામ નાનુ કરી લીધુ.

આસીન :

image source

આ અભિનેત્રીનુ વાસ્તવિક નામ આસીન થોતુમકલ છે પરંતુ, તેની સરનેમ થોડી કઠીન હોવાના કારણે તેણે પોતાના નામ પાછળથી સરનેમ હટાવી અને પોતાનુ નામ નાનુ કરી નાખ્યુ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત