Site icon News Gujarat

ગુજરાતના આ શહેરમાં વોટ્સએપથી બાળકો કરે છે અભ્યાસ, શિક્ષકો લે છે ઓનલાઈન ક્લાસ

લોકડાઉન જાહેર થયું છે તે પહેલાથી શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. હવે કોરોના વાયરસનું જોખમ એટલું મોટું છે કે બાળકોને તેનાથી સુરક્ષિત રાખવા આ પગલું જરૂરી પણ હતું.

image source

શાળા બંધ કર્યા બાદ બાળકોને માસ પ્રમોશન આપી આગળ વધારી દેવામાં આવ્યા પરંતુ નવા ધોરણનો અભ્યાસ તે કેવી રીતે કરશે તેની ચિંતા વાલીઓને થતી હોય છે. તેવામાં રાજકોટ જિલ્લાના શિક્ષકોએ એક રસ્તો શોધી કાઢ્યો છે જેની ચર્ચા જોરશોરથી બધે જ થઈ રહી છે.

આ રસ્તો છે વર્ક ફ્રોમ હોમની જેમ સ્ટડી ફ્રોમ હોમ. લોકડાઉનમાં અભ્યાસ બંધ થઈ જવાથી મોટાભાગના બાળકો પોતાનો સમય સ્માર્ટફોન પર ગેમ્સ રમવા કે વીડિયો જોવામાં પસાર કરતાં હોય છે. તેવામાં શિક્ષકોએ આ સ્માર્ટફોનને જ શિક્ષા આપવાનું માધ્યમ બનાવી લીધું છે. આ અનોખું કામ કરનાર શાળા છે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાની.

અહીં શિક્ષકો દિવસમાં ત્રણથી ચાર વખતે વિદ્યાર્થીઓને ઓનલાઈન વીડિયો મારફતે વિષય ભણાવે છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ જાતે પોતાનું કામ કરે છે અને જો કોઈ વાતમાં સમજણ ન પડે તો તે શિક્ષકને પુછી લે છે. વિદ્યાર્થીઓનુ વર્ક પુરુ થાય કે શિક્ષક ઓનલાઈન તેને ચેક પણ કરી દે છે.

આ ઓનલાઈન અભ્યાસથી અહીંના વાલીઓ પણ ખુશ છે. કારણ કે તેમની બે ચિંતાઓ દૂર થઈ ગઈ છે. એક કે શાળા બંધ છે તો બાળકોના અભ્યાસનું શું થશે અને બીજું કે આખો દિવસ બાળકો સ્માર્ટફોન લઈ ગેમ્સ રમવાને બદલે ભણવા લાગ્યા છે. બાળકોને પણ આ રીતે અભ્યાસ કરવો ગમે છે.

image source

સ્ટડી ફ્રોમ હોમ પ્રોજેક્ટથી 1 લાખથી વધુ બાળકો અને 400થી વધુ શિક્ષકો એક સાથે જોડાઈ અને અભ્યાસ કરે છે. શિક્ષકો પીડીએફ ફાઈલથી વિદ્યાર્થીઓને તમામ વિષયના મટીરીયલ્સ મોકલી આપે છે. બાકી આજકાલના બાળકોને સ્માર્ટફોનમાં ડાઉનલોડ, અપલોડ કરવાનું શિખવાડવું પડે તેમ હોતું નથી એટલે બાળકો પણ સાર રીતે અભ્યાસની મજા લઈ રહ્યા છે.

Exit mobile version